________________
એકેન્દ્રિય જીવો એક સ્પર્શેન્દ્રિયવાળા હોવાથી આઠ વિષયો અને તેના ૯૬ વિકારોમાં લપેટાયેલા આના દ્વારા પોતાનો સંસાર વધારે છે.
બેઇન્દ્રિય જીવો સ્પર્શ અને રસનેન્દ્રિયવાળા હોવાથી આઠ અને પાંચ એમ તેર વિષયોની સાથે ૯૬ + ૬૦ = ૧૫૬ વિકારોમાંથી કોઇને કોઇ વિકારો કરી પોતાનો સંસાર વધારી રહ્યા છે.
તેઇન્દ્રિય જીવો :- સ્પર્શના- રસના અને ઘાણ ઇન્દ્રિયોવાળા હોવાથી ૮ + ૫ + ૨ = ૧૫ વિષયોનાં ૯૬ + ૬૦ * ૨૪ = ૧૮૦ વિકારોમાંથી કોઇને કોઇ વિકારો કરતાં કરતાં પોતાના સંસાર વધારે છે.
ચઉરીન્દ્રિય જીવો- સ્પર્શના-રસના-ઘાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો હોવાથી ૮ + ૫ + ૨ +૫ = ૨૦ વિષયો તથા ૯૬ + ૬૦ + ૨૪ + ૬૦ = ૨૪૦ વિકારોને વિષે મુંઝવણ પામતા પામતા સંસારમાં પરિભ્રમણ કરે છે. અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચે ય ઇન્દ્રિયો હોવાથી તેના ૨૩ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી કોઇને કોઇ વિકારોને આધીન થતાં મન વગર હોવા છતાં પરિભ્રમણ ર્યા કરે છે.
સન્ની જીવો પાંચ ઇન્દ્રિયો અને મન સાથે હોવાથી તેનાં ૨૩ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી કોઇને કોઇ વિકારોને આધીન થઇ મનપૂર્વક મજા માનતાં માનતાં પોતાનો સંસાર વધારતાં જાય છે.
એક કર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને જ ચાન્સ છે કે આ જાણીને ત્રેવીશ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી જેટલો સંયમ કરીને જીવે તેનાથી પોતાનો સંસાર પરિમિત એટલે અલ્પ કરી શકે છે. તે માટે જ દેવ, ગુરૂ, ધર્મની સામગ્રી પ્રાપ્ત થયેલી છે. આથી તેનો ઉપયોગ કરી પ્રયત્ન કરશે તે મોક્ષ માર્ગમાં દાખલ થઇ સંસારને પરિમિત કરી શક્શે.
આ રીતે પાંચ પ્રકારના જીવોનું વર્ણન થયું.
છ પ્રકારના જીવોનું વર્ણન.
ગતમાં રહેલા સઘળાય જીવો છ કાય રૂપે છ પ્રકારના હોય છે. પૃથ્વીકાય:- પૃથ્વી છે શરીર જે જીવોનું તે પૃથ્વીકાય જીવો કહેવાય છે. અપ્કાય-એટલે પાણી છે શરીર જે જીવોનું તે અકાય. (૩) તેઉકાય-અગ્નિ છે શરીર જે જીવોનું તે તેઉકાય.
(૪) વાયુકાય-પવન છે શરીર જે જીવોનું તે વાયુકાય.
(૫) વનસ્પતિકાય-વનસ્પતિ છે શરીર જે જીવોનું તે વનસ્પતિકાય.
(૧)
(૬) ત્રસકાય-હલન ચલન કરવાની શક્તિ જે જીવોની હોય છે તે ત્રસકાય જીવો કહેવાય છે. ૫૬૩ જીવ ભેદોમાંથી પૃથ્વીકાયના ચાર ભેદો હોય છે.
(૧) સૂક્ષ્મ અપર્યાપ્તા. (૨) સૂક્ષ્મ પર્યાપ્તા. (૩) બાદર અપર્યાપ્તા (૪) બાદર પર્યાપ્તા.
અકાયના ૪ ભેદો હોય છે. તેઉકાયના ૪ ભેદો હોય છે વાયુકાયના ૪ ભેદો હોય છે વનસ્પતિકાયના-૬ ભેદો હોય છે ત્રસકાય જીવોનાં ૫૪૧ ભેદો હોય છે.
આ છએ પ્રકારના જીવો ભગવાનના દીકરા તરીકે ગણાય છે માટે તે જીવોને જેટલા બચાવાય એટલા બચાવવા પ્રયત્ન કરવો જોઇએ. ગૃહસ્થોને પૃથ્વીકાય-અકાય-તેઉકાય વગર જીવન જીવી શકાતું નથી. વનસ્પતિની હિસાથી બચવા ધારે તો ગૃહસ્થો બચી શકે છે તેનો ત્યાગ કરે એટલા પુરતું. સંપૂર્ણ ત્રસકાયની હિસાથી પણ બચી શક્તા નથી માટે જ્ઞાની ભગવંતોએ ત્રસકાયની કાંઇક થોડી હિસાથી બચવા માટે કહ્યું કે નિરઅપરાધી ત્રસ જીવોની જાણી બુઝીને હિસા કરવી નહિ તેમજ કોઇની પાસે
Page 18 of 325