________________
અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. રસનેન્દ્રિયની પહોળાઇ અંગુલ-પૃથકત્વ એટલે બે થી નવ અંગુલ પ્રમાણવાળી હોય છે. સ્પર્શેન્દ્રિયની પહોળાઇ પોત પોતાના દેહ પ્રમાણ હોય છે.
કઇ ઇન્દ્રિય વિષયોને (કેટલે દૂરથી) ગ્રહણ કરે તે.
ચલ સિવાયની ચાર ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમાં ભાગથી પોત પોતાના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે ચક્ષુ અંગુલના સંખ્યાતમા ભાગથી ગ્રહણ કરે છે.
ઉત્કથી શ્રોત્ર એટલે કાન બાર યોનથી આવેલા શબ્દને સાંભળી શકે છે. ચક્ષુ સાધિક લાખ યોજન દૂર રહેલા પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે. બાકીની ત્રણ ઇન્દ્રિયો નવ નવ યોનથી આવેલા પોત પોતાના વિષયોને ગ્રહણ કરી શકે છે.
રસ-ઘાણ અને સ્પર્શ આ ત્રણ ઇન્દ્રિયો બધ્ધ-સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે. કર્ણ સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે અને નેત્ર અસ્પષ્ટ વસ્તુને ગ્રહણ કરે છે.
આત્મપ્રદેશોએ આત્મ રૂપ કરેલું તે બધ્ધ કહેવાય છે અને શરીર પર રજની પેઠે જે ચોંટેલું તે સ્પષ્ટ કહેવાય છે.
આ બધી ઇન્દ્રિયો અનંત પરમાણુઓની બનેલો છે. અને દરેક અસંખ્ય આકાશ પ્રદેશના અવગાહનાવાળી હોય છે. શ્રોત્ર-બે, નેત્ર-બે, નાસિકા બે, જીવ્હા-એક અને સ્પર્શન એક એમ આઠ દ્રવ્યેન્દ્રિય હોય છે જ્યારે ભાવેન્દ્રિય તો પાંચજ હોય છે. સન્ની પંચેન્દ્રિય જીવોને સ્મૃતિ-આદિ જ્ઞાનના સાધનભૂત મન હોય છે તે નોઇન્દ્રિય રૂપે કહેવાય છે.
પાંચ ઇન્દ્રિયોનાં ૨૫ર વિકારોનું વર્ણન. (૧) સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો હોય છે. તે આઠેય સચિત્ત રૂપે હોય. અચિત્ત રૂપે હોય અને મિશ્ર રૂપે પણ હોય. આથી ૮ને ત્રણે ગુણતાં ૨૪ ભેદો થાય છે. તે ૨૪ શુભ રૂપે પણ હોય અશુભ રૂપે હોય માટે બે એ ગુણતાં ૨૪x૨=૪૮. તે ૪૮ માં રાગ થાય અને વેષ થાય માટે ૪૮x૨= ૯૬ વિકારો સ્પર્શેન્દ્રિયનાં થાય છે.
(૨) રસનેન્દ્રિયનાં પાંચ વિષયો છે તેને સચિત્ત-અચિત્ત અને મિશ્ર એ ત્રણ વડે ગુણતાં પX ૩ = ૧૫. શુભ અને અશુભ છે એ ગુણતાં ૧૫ x ૨ = ૩૦. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૩૦ x ૨ = ૬૦ ભેદ થાય છે.
(૩) ઘાણેન્દ્રિયના બે ભેદોને સચિત્ત-અચિત્ત અને મિશ્ર ત્રણ વડે ગુણતાં ૨ ૩ = ૬. શુભ અને અશુભ વડે ગુણતાં ૬ x ૨ = ૧૨. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૧૨ x ૨ = ૨૪ થાય છે.
(૪) ચક્ષુરીન્દ્રિયનાં પાંચ વિષયો છે તેને સચિત્ત-અચિત્ત-મિશ્ર ત્રણ વડે ગુણતાં ૫ x ૩ = ૧૫. શુભ અને અશુભ વડે ગુણતાં ૧૫ X ૨ = ૩૦. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૩૦ x ૨ = ૬૦ થાય છે.
(૫) શ્રોત્રેન્દ્રિયનાં ત્રણ વિષયો છે તે ત્રણને શુભ અને અશુભ બે વડે ગુણતાં ૩ X ૨ = ૬. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૬X ૨ = ૧૨ ભેદો થાય છે. આ રીતે ૯૬ + ૬૦ + ૨૪ + ૬૦ + ૧૨ = ૨૫૨ ભેદો થાય છે.
આ ૨૫૨ વિકારોમાંથી ક્યી ઇન્દ્રિય વાળા જીવો કેટલા વિકારો કરતાં કરતાં જીવે છે તેનું
વર્ણન.”
Page 17 of 325