________________
છે તે.
અત્યંતર નિવૃત્તિ રૂપ ઇન્દ્રિય સવ જાતિમાં સમાન હોય છે તેને આશ્રયીને તેના સંસ્થાનોનું નિયતપણે આ પ્રમાણે કહેલું છે.
શ્રોતેન્દ્રિય તે કદંબ પુષ્પના જેવા માંસના એક ગોલક રૂપ હોય છે. (૨) ચક્ષુરીન્દ્રિય તે મસુરના ધાન્યની આકૃતિ સમાન હોય છે. (૩) ઘાણેન્દ્રિય તે અતિ મુકતના પુષ્પની જેવી-કાહલ (વાજીંત્ર વિશેષ) ની આકૃતિવાળી હોય છે. (૪) જીડવેન્દ્રિય તે મુરઝના એટલે અસ્ત્રાના આકારવાળી હોય છે. (૫) સ્પર્શેન્દ્રિય તે વિવિધ પ્રકારની આકૃતિવાળી હોય છે. કારણકે શરીરની આકૃતિ એ એની
આકૃતિ છે.
ઇન્દ્રિયોની બાહ્ય આકૃતિ ખગની ઉપમાવાની છે અને અંદરની આકૃતિ ખગની ધારા જેવી લ્હી છે જે અત્યંત નિર્મળ ગુગલ રૂપે હોય છે.
બાહા આકૃતિ અને અત્યંતર આકૃતિની શક્તિ વિશેષ તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે.
અત્યંતર આકૃતિના સંબંધમાં બે વિકલ્પ છે. કોઇ અત્યંત સ્વચ્છ પુદગલ રૂપ અંતરંગ આકૃતિ કહે છે અને કોઇ શુધ્ધ આત્મ પ્રદેશ રૂ૫ અંતરંગ આકતિ કહે છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રીય શકિત શકિતવાનું અભિન્ન હોય છે તેથી અંતરંગ નિવૃત્તિથી જુદી પડી શકતી નથી તેથી તે અભેદ છે અને અંતરંગ નિવૃત્તિ છતાં પણ દ્રવ્યાદિક વડે જો ઉપકરણ ઇન્દ્રિય પરાઘાત પામી જાય તો પદાર્થનું અજ્ઞાનપણું પ્રાપ્ત થાય છે તેથી તેમાં ભેદ પણ છે.
ઉપકરણ દ્રવ્યન્દ્રિય બે પ્રકારનો છે. (૧) બાહ્ય અને (૨) અત્યંતર. તેમાં બાહ્ય ઉપકરણેન્દ્રિય માંસપેશી રૂપ સ્થળ અને અત્યંતર ઉપકરણેન્દ્રિય તેમાં રહેલી શકિત રૂપ સૂક્ષ્મ જાણવી.
ભાવેન્દ્રિયના પણ બે પ્રકાર છે. (૧) લબ્ધિ ભાવેન્દ્રિય અને (૨) ઉપયોગ ભાવેન્દ્રિય.
લબ્ધિ ભાવેન્દ્રિય = કર્ણાદિના વિષયોવાળો તે તે પ્રકારના આવરણનો જે ક્ષયોપશમ ભાવ તે લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય.
ઉપયોગ ભાવેન્દ્રિય = પોત પોતાની લબ્ધિને અનુસાર વિષયોને વિષે આત્માનો જે વ્યાપાર તે ઉપયોગ ભાવેન્દ્રિય. ટૂંકમાં શક્તિ રૂ૫ લબ્ધિ ભાવેન્દ્રિય અને તેના વ્યાપાર રૂપ ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય
લબ્ધિ રૂપ ભાવેન્દ્રિય સમકાળે એટલે સદા માટે પાંચે હોય અને ઉપયોગ ભાવેન્દ્રિય તો એકાકાળે એક જ વર્તે છે એટલે કે જે ઇન્દ્રિયની સાથે પ્રાણીનું મન જોડાય તેજ ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. આથી એક કાળે એજ્જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે.
આત્મા મન સાથે-મન ઇન્દ્રિય સાથે અને ઇન્દ્રિય પોતાને યોગ્ય પદાર્થની સાથે એટલી જલ્દીથી જોડાય છે કે તેની ખબરજ પડતી નથી. મનનો વેગ એટલો બધો તીવ્ર હોય છે કે તેને કાંઇ પણ અગમ્ય નથી અને જ્યાં મન જાય છે ત્યાં સાથે આત્મા પણ જાય જ છે.
જીવોનો એકેન્દ્રિયાદિ પણાનો જે વ્યવહાર છે તે દ્રવ્ય ઇન્દ્રિયની અપેક્ષાએ છે ભાવેન્દ્રિયની અપેક્ષાએ નહિ.
પાંચ ઇન્દ્રિયની સ્થૂળતા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. (જાડાઇ) પાંચ ઇન્દ્રિયોની પહોળાઇમાં શ્રોત્રેન્દ્રિય, ઘાણેન્દ્રિય અને ચક્ષુરીન્દ્રિય ની પહોળાઇ અંગુલના
Page 16 of 325