________________
મના છે : એટલે તેના માલીક્થી દેવાતા અને નિર્જીવ એવા પણ તે આધામિકાદિ દોષોથી દૂષિત આહારનો સ્વીકાર કરવો, એ શ્રી તીર્થંકર-અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય.
૪- હવે ચોથું ગુરૂ-અદત્ત. આધાકર્મિક આદિ દોષોથી રહિત એવા પણ આહાર આદિને, એના માલિકે તે આપેલ હોવા છતાં પણ, ગુરૂની આજ્ઞા વિના ઉપયોગમાં લઇ શકાય નહિ. ગુરૂની આજ્ઞા વિના તેવા આહાર આદિને ઉપયોગમાં લેવાય, તો તે ગુરૂ-અદત્તનું ગ્રહણ કહેવાય. ગુરૂઆજ્ઞા વિના સ્વામિદત્ત નિર્દોષ પણ આહારાદિનું ગ્રહણ કરવું, એ ગુરૂ-અદત્ત જ છે.
આ ચારેય પ્રકારના અદત્તનો પરિત્યાગ, એનું નામ ત્રીજું મહાવ્રત છે. એક સામાન્ય તરણા જેવી વસ્તુ પણ એના માલિક્ની આજ્ઞા વિના લેવાની મના આ મહાવ્રતમાં આવે છે. એ જ રીતિએ સોલ વરસની અંદરનો બાલ માતા-પિતા આદિની માલિકીમાં ગણાય છે, એટલે તેઓ તેને આપવા તૈયાર હોય, એ સ્થિતિમાં જો કે-સ્વામી-અદત્તનો પ્રશ્ન નથી રહેતો, પરન્તુ માતા-પિતા આદિ આપવાને તૈયાર હોવા છતાં પણ જો બાલ પોતે તૈયાર ન હોય, તો તેવા બાલને લેવાની મના છે : કારણકે-એ જીવ અદત્ત ગણાય છે. અનંતજ્ઞાનિઓએ ફરમાવેલા કારણ વિના આધાકર્મિક આદિ દોષોથી દૂષિત આહારાદિ લેવાની મના એટલા માટે છે કે-એ શ્રી તીર્થંકર-અદત્ત છે અને શુદ્ધ આહારાદિનો પણ ગુરૂની આજ્ઞા વિના ઉપયોગ કરવો એ ગુરૂ-અદત્ત છે. આ ચારે અદત્તનો પરિત્યાગ આ ત્રીજા મહાવ્રતમાં સમાય છે. ચોથું મહાવ્રત-બ્રહ્મચ
બ્રહ્મચર્ય, એ ચોથું મહાવ્રત છે. કામો બે પ્રકારના છે : એક દિવ્ય એટલે વૈયિ શરીરથી ઉત્પન્ન થતા અને બીજા ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા. આ બેય પ્રકારના કામોનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા કે અનુમોદના રૂપે પણ ત્યાગ કરવો, એનું નામ ‘બ્રહ્મચર્ય' નામનું ચોથું મહાવ્રત છે. વૈયિ શરીરથી ઉત્પન્ન થતા કામો અને ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા કામોને હું મનથી, વચનથી અને કાયાથી કરૂં નહિ, કરાવું નહિ અને અનુમોદું નહિ-આ રીતિએ બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું થાય છે. એ અઢારે પ્રકારના અબ્રહ્મનો ત્યાગ આ ચોથા મહાવ્રતમાં આવે છે.
સ. અઢાર પ્રકાર શી રીતિએ ?
મનથી કરૂં. કરાવું અને અનુમોદું નહિ- એ ત્રણ. એ જ રીતિએ વચનના ત્રણ અને કાયાના પણ ત્રણ. કુલ નવ ભેદ થયા. તેને બેએ ગુણો : કારણકે-તે ઔદારિક અને વૈક્રિય એમ બે પ્રકારનાં શરીરથી ઉત્પન્ન થતા કહ્યા છે. આ રીતિએ અઢાર પ્રકાર થાય. ચોથા મહાવ્રતને ધરનારા મહાત્માઓએ આ અઢારે પ્રકારે થતા અબ્રહ્મનો પરિત્યાગ કરવાનો છે.
પાચમું' મહાવ્રત-અપરિગ્રહ
ન
હવે અપરિગ્રહ નામે પાંચમું મહાવ્રત છે. કોઇ પણ વસ્તુ કોઇ પણ ક્ષેત્ર, કોઇ પણ કાલ અને કોઇ પણ ભાવ ઉપરની મૂર્છાનો ત્યાગ, એનું નામ પાંચમું ‘અપરિગ્રહ' નામનું મહાવ્રત છે. દ્રવ્યાદિના ત્યાગ માત્રને જ ઉપકારી મહા-પુરૂષોએ અપરિગ્રહ વ્રત નહિ ણાવતાં, મૂર્ચ્છના ત્યાગને જે અપરિગ્રહ વ્રત રૂપે ણાવેલ છે, તે સહેતુક છે. વસ્તુ પોતાની પાસે ન હોય, એટલા માત્રથી એની મૂર્છા નથી જ એમ કહી શકાય નહિ. વસ્તુ ન હોય, પણ મૂર્ચ્છનો પાર ન હોય એ શક્ય છે. એ મૂક્ચ્છ ચિત્તના વિપ્લવને પેદા કરે છે. પ્રશમસુખનો વિપર્યાસ, એ ચિત્તવિપ્લવ છે અને મૂર્છાથી ચિત્તવિપ્લવ ઉદ્ભવે છે. મૂર્છાવાળો પ્રશમસુખને પામી કે અનુભવી શકતો નથી. આથી સમજી શકાશે કે-મૂર્ચ્છરહિત બનેલા આત્માઓ ધર્મોપકરણોને રાખનારા પણ જે મુનિઓ શરીર અને ઉપકરણને વિષે નિર્મમ છે, તેઓ ‘અપરિગ્રહ'
Page 170 of 325