________________
નામના મહાવ્રતને ધરનારા જ છે. નિર્મમ હોવા છતાંય, ધર્મોપકરણ રાખવા માત્રથી પરિગ્રહ આવી જાય અને એવાઓનો મોક્ષ ન થાય, એમ બોલનારા તો માત્ર ખોટો પ્રલાપ જ કરનારા છે. મહાત્માઓની મહત્તા સમજવા માટે
અસિાદિ પાંચે ય મહાવ્રતોના આવા સ્વરૂપને સમજ્જારાઓ યથેચ્છચારિઓને મહાવ્રતધારી માનવાની મૂર્ખાઇ કદી પણ કરે નહિ, એ નિર્વિવાદ છે. દુનિયાદારીની સઘળી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા, લગ્નાદિમાં ગોર આદિ બનનારા અને સઘળીય દુન્યવી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેનારાઓ જ્યારે પોતાની જાતને મહાવ્રતોને ધરનારી માને અને મનાવે, ત્યારે ખરે જ તેઓ અતિશય દયાના પાત્ર બની જાય છે. અનંતજ્ઞાનિઓએ ફરમાવેલાં અહિસા આદિ પાંચે મહાવ્રતો રૂપ મહાભારને ધરવામાં એક રન્ધર સમા મુનિઓ જ ઉત્તમ પાત્ર તરીકે ગણાય છે, પણ જેઓ મહાવ્રતોને ધરનારા નથી અને એથી વિપરીત વર્તન કરવામાં જ શૂરા-પૂરા છે, તેવા મિથ્યાત્વરોગથી રીબાતા આત્માઓ કોઇ પણ પાત્રની ગણનામાં આવતા જ નથી. આ પાંચ મહાવ્રતોને અંગે પ્રત્યેક વ્રત સંબંધી પાંચ પાંચ ભાવનાઓ પણ ઉપકાર મહાપુરૂષોએ વર્ણવી છે. આ મહાવ્રતોનું સ્વરૂપ સમજાય, તો જ મહાવ્રતધારી મહાત્માઓની
સાચી મહત્તા ખ્યાલમાં આવે. પાંચ મહાવ્રતોને ધરનારા મહાત્માઓ અષ્ટ પ્રવચન માતાના ભક્ત બનીને
જે ઉન્નત અને ઉપકારક જીવન જીવે છે, તેવું ઉન્નત અને ઉપકારક જીવન દુન્યવી ક્રિયાઓમાં રાચનારા જીવી શકે અ શક્ય જ નથી. એવાઓના બાહ્ય ત્યાગથી અને દમ્માદિથી અજ્ઞાનો આકર્ષાવા એ શક્ય છે, પરન્તુ મિથ્યાત્વમાં સબડતા એવાઓ સુશ્રદ્ધાળુ વિચક્ષણ આત્માઓને આકર્ષી શકે એ શક્ય નથી. બાવીસ પરીષહો
જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીથી ઓતપ્રોત બનેલા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતાના ઉપાસક બનેલા અને પાંચ મહાવ્રતોના મહાભારને ધરવામાં એક ધુરન્ધર બનેલા યતિઓ પરીષહો અને ઉપસર્ગો રૂપ શત્રુઓની સેનાના વિજ્ય માટે મહાભટ સમા પણ હોય છે. પરીષહો અને ઉપસર્ગો-એ પણ સંયમમાર્ગથી ચલિત કરી, યાવત્ પતિત કરવામાં પણ સમર્થ એવા શત્રુઓ છે. અ શત્રુઓની સેનાને પરાજિત કરવા માટે મહાસભટપણું આવશ્યક છે. પરીષહો બાવીસ છે અને ઉપસર્ગો પણ અનુકૂળ અને પ્રતિકૂલ રૂપે અનેક પ્રકારના છે. માર્ગથી ચલિત ન થવા માટે અને કર્મની નિર્જરા અર્થે પરીષહો અવશ્ય સહવા યોગ્ય છે. એ જ રીતિએ દુષ્ટ આત્માઓ તરફથી આવી પડેલા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પણ, માર્ગમાં સ્થિર રહેવા માટે અને કર્મક્ષય માટે સહવા યોગ્ય છે. ઉપસર્ગો ક્વચિત્ ક્વચિત્ આવી પડે છે, જ્યારે અમૂક પરીષહો તો પ્રાય: મુનિઓ માટે રોજની વસ્તુ જેવી વસ્તુ છે : એ માટે ઉપકારિઓ ફરમાવે છે કે- “મુનિઓએ પરીષહોને સદ્ગુરૂની પાસે સાંભળીને, સારી રીતિએ સમજીને અને પુનઃપુન: અભ્યાસથી પરિચિત કરીને સામર્થ્યહીન બનાવી દેવા જોઇએ.” પરીષહો, કે જેને મુનિઓએ સાંભળીને, સમજીને અને સહવાનો અભ્યાસ કરીને સામર્થ્યહીન બનાવવાના છે, તે બાવીસ છે. આ બાવીસે પરીષહોનું સદ્રષ્ટાન્ત સુંદર વર્ણન શાસ્ત્રોમાં આવે છે.
પ્રથમ ક્ષુધા-પરીષહ
પ્રથમ પરીષહનું નામ છે- ‘ક્ષુધા પરીષહ.’ ક્ષુધા એટલે ભુખ અને ભુખ એ દુનિયામાં અસહ્ય દુ:ખ મનાય છે. મુનિઓ નિગ્રંથ હોઇ, તેઓ ખાવાની સામગ્રી પોતા પાસે સંઘરી રાખતા નથી. વધુમાં તેઓ પોતે પંચ મહાવ્રતધારી હોઇ પરિગ્રહથી પણ પર હોય છે. તેઓને ભિક્ષાથી જ ભુખને શાંત કરવાની હોય છે. ભોજ્ન માટે જરૂરી વસ્તુઓને તેઓ ખરીદી શક્તા નથી, ખરીદાવી શક્તા નથી અને ખરીદતાની
Page 171 of 325