________________
દ્રષ્ટિએ સત્ય નથી, પણ અસત્ય જ છે. નગ્ન-સત્ય-વાદિઓ જ્યારે પોતાને સત્યવાદી તરીકે ઓળખાવે છે, ત્યારે ખરે જ તેઓના કરમા અજ્ઞાન માટે દયા આવે છે. શિકારિઓ જંગલમાં પ્રશ્ન કરે કે- “મૃગો કયાં ગયા?'મૃગોને પોતે જતાં જોયા જ ન હોય, ખબર જ ન હોય, તો તો જવાબ દેવામાં કાઇ વિચારવાનું નથી : પણ મૃગોને તાં જોયા હોય અને તે મૃગો ક્યી દિશાએ ગયા-એમ શિકારી પૂછતો હોય, એવા સમયે એમ કહેવું કે- “જોયા છે અને તે આ બાજુ ગયા છે.'-એ શું યોગ્ય છે ? નગ્ન સત્યબોલવાની વાતો કરનારા અજ્ઞાનો આવા જવાબને જ સત્ય કહે, પણ પરમાર્થવેદો મહાત્માઓ તો ફરમાવે છે કે-એમ બોલવું એ સત્ય હોવા છતાં પણ પરિણામે અહિતકર હોવાથી અસત્ય જ છે. સૂનૃતવાદી બનવાને ઇચ્છનારા આત્માઓએ એવા પણ વચનનો ત્યાગ જ કરવો જોઇએ. ભવિષ્યમાં અહિતકર બનનારાં તથ્ય અને પ્રિય પણ વચનોને બોલનારા આત્માઓ વસ્તુત: સત્યવાદી નથી, પણ અસત્યવાદી જ છે. આમ હોવા છતાં પણ, જેઓ પોતાની જાતને “સત્યવાદી' મનાવવા માટે અનેકોના અહિતમાં પરિણામ પામે એવું પણ સત્ય બોલવાના આગ્રહી છે અને જગતને પણ એવું જ સત્ય બોલવાનો જેઓ ઉપદેશ આપે છે, તેઓ સત્યના પૂજારી તો નથી જ પણ સત્યના કારમા શત્રુઓ જ છે. બીજા મહાવ્રત તરીકે તો તે જ વચન સત્ય મનાય છે કે-જે તથ્ય હોવા સાથે પ્રિય અને પથ્ય હોય. ક્વચિત્ એવું પણ બની જાય છે કે વ્યવહારની અપેક્ષાએ કોઇ વચન અપ્રિય પણ લાગતું હોય, છતાં હિત માટે એનું ઉચ્ચારણ આવશ્યક હોય. એવા વખતે સમજવું જોઇએ કે- “ભવિષ્યમાં હિતને કરનારૂં કઠોર પણ વચન સત્ય જ છે.' કારણ કે-હિત એ તો સૌની પ્રિય વસ્તુ છે અને એથી એ જેનાથી સધાય તેને પ્રિય તરીકે માની શકાય. જેઓ ચોર આદિને ચોર આદિ તરીકે સંબોધે છે અને જેઓ પરિણામે હિસા તરીકે પરિણામ પામે એવાં વચનો બોલે છે, તેઓ આ બીજા મહાવ્રતના સ્વરૂપથી અજ્ઞાત છે. પહેલા અને બીજા મહાવ્રતને અંગે આ તો ટુંકી ટુંકી વાતો કહી, પણ વર્તમાનમાં અહિસા અને સત્યના નામે હિંસા અને અસત્યનો જ વાય ફૂંકાઇ રહયો છે, તેને અંગે ઘણી ઘણી વાતો વિચારવા જેવી છે. વળી ભદ્રિક આત્માઓને ઠગવાનો ધંધો લઇ બેઠેલાઓ પણ આજે “પ્રિય” વચનના નામે અનેક ભ્રમો ઉપજાવી રહ્યા છે, પણ વિચક્ષણો પ્રિય અને તથ્ય સાથે પથ્યનો જો યોગ્ય વિચાર કરે, તો એવાઓથી બચવું એ બહુ મુશ્કેલ કામ નથી. શ્રી મહાવ્રત-અરdય
હવે ત્રીજું મહાવત “અસ્તેય' નામનું છે. લેવાની વસ્તુ પણ તેના માલીકે આપ્યા વિના નહિ લેવી જોઇએ. અદત્તનું ન લેવું, એ આ મહાવ્રતનું સ્વરૂપ છે. આ અદત્ત ચાર પ્રકારે છે : ૧-સ્વામી અદત્ત, ૨-જીવ અદત્ત, ૩-તીર્થકર અદત્ત અને ૪-ગુરૂ અદત્ત.
૧- તૃણ, કાષ્ઠ અને પત્થર આદિ કોઇ પણ વસ્તુ. એ વસ્તુના માલીકે આપ્યા વિના લેવી, એને સ્વામી અદત્તનું ગ્રહણ કહેવાય છે.
૨- બીજું જીવાદત્ત. એક જીવવાળી વસ્તુ છે અને એને આપવા માટે પણ એનો માલીક તૈયાર છે, પર ખૂદ જીવ પોતે પોતાને અર્પણ કરવા તૈયાર નથી : એ સ્થિતિમાં તેને ગ્રહણ કરવી, એ જીવ અદત્તનું ગ્રહણ કહેવાય છે. દ્રષ્ટાન્ત તરીકે માનો, કે-માતા-પિતાદિ પોતાના પુત્ર આદિને ગુરૂના ચરણમાં અર્પણ કરવાને તૈયાર છે, પણ જે પુત્ર આદિને તેઓ અર્પણ કરવાને તૈયાર છે, તેઓમાં પ્રવજ્યાના પરિણામ નથી. આવા પ્રવજ્યા-પરિણામથી શૂન્ય બાલકને, તેનાં માતા-પિતાદિની સંમતિપૂર્વક પણ દીક્ષા આપનાર જીવાદનો લેનાર ગણાય.
૩- ત્રીજું તીર્થકરાદર. આધાર્મિક આદિ દોષોથી દષિત આહારાદિ લેવાની શ્રી તીર્થંકરદેવોની
Page 169 of 325