________________
પ્રિયતા અને પથ્થતાથી વિશિષ્ટ એવું જે તથ્યવચન, એ બીજું મહાવ્રત કહેવાય છે. બીજા મહાવ્રતને ઓળખાવતાં મહાપુરૂષો તથ્ય પણ વચનને જે બે વિશેષણો આપે છે, તે ખૂબ જ વિચારવા જેવાં છે. વચન માત્ર તથ્ય જ એટલે કે અમૃષા રૂપ જ નહિ હોવું જોઇએ. પ્રિય અને પથ્ય એવું જે તથ્ય વચન-એને જ ઉપકારી મહાપુરૂષો બીજું મહાવત જણાવે છે. પરમાર્થને નહિ પામેલા આત્માઓને, અહીં એ પ્રશ્ન ઉઠવો સંભવિત છે કે- “એલા સત્ય વચનને બીજા મહાવ્રત તરીકે ઓળખાવ્યું હોત, તો શું હરકત હતી ? કે જેથી પ્રિય અને પથ્ય આ બે વિશેષણો વધારાના આપવાની જરૂર પડે છે ?' આનું પણ ઉપારિઓએ સંદર સમાધાન આપ્યું છે. “સત્ય વ્રતના અધિકારમાં વચનને “તથ્ય' એટલે “સત્ય” એવું વિશેષણ આપવું, એ તો બરાબર છે : પણ “પ્રિય' “પથ્ય' એટલે ભવિષ્યમાં હિતકર આ બે વિશેષણોનો અહીં સત્ય વ્રતમાં અધિકાર શો છે ?” આવા પ્રશ્નનો ઉત્તર આપતાં પણ ઉપકારિઓએ ફરમાવ્યું છે કે-એ બે વિશેષણો પણ આ સત્યના અધિકારમાં જ અતિશય જરૂરી એટલે અધિકારયુકત જ છે. ચોરને ચોર કહેવો, કોઢીયાને કોઢીયો કહેવો, કાણાને કાણો કહેવો અથવા એવા જ કોઇને એવા વિશેષણથી નવાજવો-એ દેખીતી રીતિએ સત્ય હોવા છતાં પણ, એ વિશેષણો એ વિશેષણને લાયક એવા જીવોને ય અપ્રિય હોવાથી, વાસ્તવિક સત્યની કોટિમાં આવતાં નથી. ચોરને ચોર અને કોઢીયા આદિને કોઢીયા આદિ કહેવા, એ હકીકતથી સત્ય હોવા છતાં પણ, અપ્રિય હોવાથી અસત્ય છે. આથી ઓ- “અમે તો જે જેવો હોય, તેને તેવો હેવામાં જ સત્યની ઉપાસના માનીએ છીએ' -એમ કહે છે, તેઓ ખરે જ અજ્ઞાનોના જ આગેવાનો ઠરે છે. તેઓ સત્યવાદી નથી પણ પરમાર્થથી અસત્યવાદી જ છે. ચોર કોને કહેવાય, કોઢીયો કોને કહેવાય, કાણો કોને કહેવાય-આ વિગેરે વસ્તુઓ સમજાવવી એ જુદી વાત છે અને તેવાને તેવા તરીકે સંબોધીને બોલાવવો એ જુદી વાત છે. વસ્તુને વસ્તુ સ્વરૂપ સમજાવવામાં અસત્ય નથી લાગતું, પણ ચોર આદિને ચોર આદિ તરીકે સંબોધવામાં એ સ્પષ્ટતા અપ્રીતિકર હોવાથી, એ સત્યની કક્ષામાં ન રહેતાં અસત્યની જ કક્ષામાં જાય છે.
સ. ગમે તે પણ કોઇને ય અપ્રીતિકર થાય એવું બોલવું, એ સત્ય હોવા છતાં પણ અસત્ય જ ને ?
આ સમજ બરાબર નથી. સ્વપર-ઉપકારના હેતુથી કલ્યાણમાર્ગનું વર્ણન થતું હોય અને અકલ્યાણકર માર્ગોને સમજાવી તેનાથી બચવા-બચાવવા આદિનું કહેવાતું હોય, એથી જ જો કોઇને અપ્રીતિ થતી હોય, તો એટલા માત્રથી જ તે વર્ણન અસત્યની કોટિમાં આવતું નથી. અયોગ્યને અયોગ્ય તરીકે સંબોધવો એ સત્ય હોવા છતાં પણ અસત્ય છે, પણ અયોગ્ય કોને કોને કહેવાય એ વિગેરેનું સ્વપરહિતાર્થે વર્ણન કરવું, એ તો આવશ્યક વસ્તુ છે. કેવળ હિતકામનાથી વસ્તુને વસ્તુ રૂપે વર્ણવવામાં અસત્ય નો દોષ કહેનારા પણ અજ્ઞાન છે અને ચોર આદિને તે તે તરીકે સંબોધનારા પણ અજ્ઞાન છે. ચોરને ચોરીથી બચાવવા માટે જે કહેવાય એ ય જૂદી વસ્તુ છે અને ચોરને ચોર-ચોર તરીકે સંબોધાય એય જૂદી વસ્તુ છે. આથી સ્પષ્ટ જ છે કે સ્વપર-કલ્યાણની બુદ્ધિથી સમજપૂર્વક જે બોલાય અને તેથી કદાચ અયોગ્ય આત્માઓને સ્વાર્થહાનિ આદિ કારણે અપ્રીતિ થાય, તો તે અસત્ય નથી. મૂળ વાત એ જ છે કે-સત્યના અથિએ કાણા આદિને કાણા આદિ તરીકે સંબોધવા રૂપ જે અપ્રિય અને એ જ કારણે અસત્ય રૂપ જે વચન-તેનો ત્યાગ કરવો, એ પણ અતિશય જરૂરી છે. માત્ર તથ્ય વચન જ વ્રત રૂપ નથી, પણ તે પ્રિય જોઇએ : એટલું જ નહિ, પણ તે પથ્ય પણ જોઇએ. પથ્ય એટલે ભવિષ્યમાં હિતકર. ભવિષ્યમાં અહિતકર એવું જે વચન હોય, તે કદાચ તથ્ય પણ હોય અને પ્રિય પણ હોય તોય પરમાર્થ
Page 168 of 325