________________
પાંચ પ્રકારે પ્રમાદો ગણાય છે. ત્રસ અગર તો સ્થાવર એવા કોઇ પણ જીવના જીવિતનું પ્રમાદયોગથી વ્યપરોપણ એ હિસા છે અને એવી હિસાને તજનારા આત્માઓ જ પ્રથમ મહાવ્રતના પાલકો છે. આથી સમજી શકાશે કે-સાચા યતિઓએ પ્રમાદના ત્યાગ તરફ લેશ પણ બેદરકારી રાખવાની હોય નહિ. પ્રમાદના ત્યાગની બેદરકારી, એ હિસાની જ તત્તપરતા છે અને સાધમાં એ સંભવે જ કેમ ? ઉપકારિઓ ફરમાવે છે કે-પ્રમાદયોગથી ત્રસ અને સ્થાવર-કોઇ પણ જીવની હિસા ન થાય, એ રીતિએ અહિંસક પરિણામ રાખીને વર્તવું, એ પ્રથમ મહાવત છે.
સ. આ વ્રતનું પાલન સંસારમાં રહીને પણ કરી શકાય, એ શું શક્ય છે?
સાધુતા પામ્યા વિના સાધુતા પામવા માટે અનંતજ્ઞાનિઓએ ફરમાવ્યા મુજબનો ત્યાગ આદિ કર્યા સિવાય, આ મહાવ્રતનું પાલન શકય જ નથી. ષકાયની વિરાધનાથી જ જીવનારાઓ પોતાને મહાવ્રતધારી મનાવતા હોય, તો તે તેઓની કારમી ધૃષ્ટતા જ છે. શ્રી તીર્થકર મહારાજા જેવાના આત્માઓ પણ જ્યારે અનગાર બને છે, ત્યારે જ મહાવ્રતોના ધારક કહેવાય છે. સાચા સમ્યગ્દષ્ટિઓ પણ, અમૂક અંશે ત્યાગ કરવાને સમર્થ હોવા છતાં, ગૃહસ્થાવાસનો પરિત્યાગ કરી શક્વાને માટે જો અસમર્થ હોય છે, તો સર્વવિરતિધર બનવાની લાલસા સેવતા થકા પણ દેશવિરતિધર જ બને છે. અહિસાદિ મહાવ્રતો સર્વવિરતિધરોને માટે જ શકય છે. સર્વ વિરતિધર બન્યા વિના અહિસાદિ મહાવ્રતોના સાચા પાલક બની શકાય, એ શક્ય જ નથી. સર્વવિરતિધર બનવા માટે ઘરબાર, કુટુમ્બપરિવાર આદિ સઘળાનો પરિત્યાગ કરવો, એ આવશ્યક છે. સાચા અનાસકતો સંસારમાં રહ્યા થકા શક્ય ત્યાગ કરવા છતા પણ, પોતાની જાતને મહાવ્રતધારી મનાવતા નથી. એવા અનાસકતા આત્માઓ પણ મહાવ્રતોને ધરવા માટે સર્વત્યાગની લાલસામાં જ રમતા હોય છે. “આ સઘળાનો પરિત્યાગ કરીને, હું આજ્ઞા મુજબનો નિર્ચન્થ ક્યારે બનું ?' એજ એ પુણ્યપુરૂષોની મનોભાવના હોય છે. ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ સાચી અનાસકત દશાને અમુક અંશે પામેલા આત્માઓની જ્યારે આ
શા હોય છે, ત્યારે સઘળી અકરણીય અને પાપમય પ્રવૃત્તિઓને જ રસપૂર્વક આચરે છે, તેવાઓને તો મહાવ્રતધારી મનાય જ કેમ ? એવાઓ પોતાની જાતને અનાસકત તરીકે ઓળખાવીને પણ, પોતાના પાપને જ છૂપાવવાના પ્રયત્નો કરે છે. એ રીતિએ દંભમય જીવન જીવનારા પાપાત્માઓ ભદ્રિક આત્માઓને ઠગી શકે છે, પણ તેઓએ સમજવું જોઇએ કે-તેઓ પોતાના અને બીજાઓના પણ પરલોકને બગાડી રહ્યા છે. કલ્યાણકામી જગતને માટે એવા દભિઓ કારમા શત્રુઓની જ ગરજ સારનારા હોઇ કલ્યાણના અર્થી આત્માઓએ તો એવાઓથી સદા દૂર જ રહેવાનો અને અન્યોને પણ દૂર રાખવાનો શક્ય પ્રયત્ન કરવો જોઇએ. બીજુ મહાવ્રત-સુકૃત
હવે બીજું મહાવ્રત છે- “સૂનૃત” મૃષાવાદનું જેમાં સર્વથા વિરમણ છે, એવા પ્રકારનું આ વ્રત છે. પ્રિય અને પથ્ય એવા તથ્ય વચનને બીજું મહાવ્રત કહેવાય છે. સાચા વચનમાં જરૂરી પ્રિયતા પણ ખૂબ જ આવશ્યક છે. માખણીયા વૃત્તિની પ્રિયતા તો સત્ય વચનને પણ અસત્ય બનાવનારી છે. “કોઇ પણ આત્માને અપ્રીતિ પેદા ન થાઓ' એવા પ્રકારે શુદ્ધ હદયથી બોલાયલું વચન એ પ્રિય વચન છે. કેવળ ઉપકારભાવનાથી અને શુદ્ધ સમજપૂર્વક બોલાયલું વચન પ્રિય જ હોય છે અને એનું વચન સાંભળવા માત્રથી પણ સુયોગ્ય આત્માઓને પ્રીતિ પેદા કરનારું હોય છે. એલું પ્રિય વચન જ નહિ, પણ સાથે એ વચન ભવિષ્યમાં હિત કરનારું પણ હોવું જોઇએ. એવું વચન જ સાચા રૂપમાં પ્રિય હોઇ શકે છે. આવું
Page 167 of 325