________________
સ. સાધુના મૂલ ગુણ ક્યા અને ઉત્તર ગુણ ક્યા ?
ઉત્તર- ગુણોમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ-એ અષ્ટપ્રવચન માતા આવે છે, કે જેનું વર્ણન અત્રે થઇ ગયું છે; જ્યારે મૂલ-ગુણો તરીકે પાંચ મહાવ્રતો ગણાય છે અને તેનું વર્ણન આજે કરવાનું રહે છે. સાધુઓનું મૂલ-ગુણ રૂપ જે સમ્યક્યારિત્ર છે, તે પાંચ પ્રકારનું છે. મૂલ-ગુણ રૂપ એ ચારિત્રને પાંચ પ્રકારનું જે કહેવાય છે, તે વ્રતભેદના કારણે કહેવાય છે, પણ સ્વરૂપભેદના કારણે કહેવાતું નથી.
સ. એ શું ?
મહાવતો પાંચ છે, માટે મૂલ-ગુણ રૂપ ચારિત્રને પાંચ પ્રકારનું કહેવામાં આવે છે. સાચા યતિઓ એ પાંચેય મહાવ્રતોને ધરનારા હોય. મુનિઓ મહાવત રૂપ જે મહાભાર, તેને ધારણ કરવામાં એક ધુરન્ધર હોય છે. મહાવ્રતોનો ભાર સામાન્ય કોટિનો નથી. મહાવ્રતોના મહાભારને વહવો, એ સામાન્ય આત્માઓથી શકય નથી. યતિધર્મમાં અનુરકત એવા પણ આત્માઓ, સંતનનાદિ દોષને કારણે, મહાવ્રતોના મહાભારને ધરવા માટે સમર્થ બની શકતા નથી. મહાવ્રતોના મહાભારને સ્વીકારવા માટે આત્માએ લાયક બનવું જોઇએ અને તેનું આરોપણ કરનાર ગીતાર્થ ગુરૂએ પણ તેની યોગ્યા યોગ્યતા સંબંધી પરીક્ષા કરવી જોઇએ. એ તરફ બેદરકાર બનેલા આત્માઓ કલ્યાણને બદલે અકલ્યાણને પામે, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. વિરાધનાની ભયંકરતાને નહિ સમજનારા સ્વેચ્છાચારી આત્માઓ આ વસ્તુને સમજી શકે એ શક્ય નથી. વળી ઉપકારના સ્વરૂપને નહિ સમજનારાઓ પણ, અજ્ઞાન આદિના કારણે ભૂલ કરે એ શકય છે. આથી કલ્યાણના અર્થી આત્માઓએ તો પોતાને મહાવ્રતોના મહાભારને વહવા માટે યોગ્ય બનાવવાની પણ તકેદારી રાખવી જોઇએ. મહાવ્રતો તરીકે ગણાતા મહાગુણો પાંચ છે : એક-અહિસા, બીજું-સૂનૃત, ત્રીજું-અસ્તેય, ચોથું-બ્રહ્મચર્ય અને પાંચમું-અપરિગ્રહ. આ પાંચ મહાવ્રતો છે અને આ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ પણ અહીં આપણે સંક્ષેપથી જોઇ લઇએ. પહેલું મહાવ્રત-અહિંસા
પ્રથમ અહિસાવતનું સ્વરૂપ દર્શાવતાં, ઉપકારી મહાપુરૂષ હિસાનું સ્વરૂપ દર્શાવી, તેના નિષેધ રૂપ અહિસાને પ્રથમ મહાવ્રત તરીકે ઓળખાવે છે. પ્રમાદના યોગથી ત્રસ જીવોના અગર તો સ્થાવર જીવોના જીવિતવ્યનો નાશ કરવો, એનું નામ હિસા છે. એવી હિસા ન કરવી, એનું નામ અહિસા છે અને સાધુઓનું એ પહેલું મહાવત છે. “૧-અજ્ઞાન, ૨-સંશય, ૩-વિપર્યય, ૪-રાગ, પ-દ્વેષ, ૬-સ્મૃતિભ્રંશ, ૭-યોગોનું દુપ્પણિધાન અને ૮-ધર્મનો અનાદર'-આ આઠ પ્રકારનો પ્રમાદ છે. આ આઠ જાતિના પ્રમાદથી બચવા માટે સગુરૂની નિશ્રા, એ પણ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. આ આઠ જાતિના પ્રમાદને નહિ જાણનારા આત્માઓ પણ જ્યારે પોતાની જાતને જ્ઞાની માની લે અને હિસા-અહિસાની વાતો કરવાને મંડી પડે, ત્યારે સમજી લેવું કે-એવાઓ અજ્ઞાનતા આદિથી હિસાને પણ અહિસા અને અહિસાને પણ હિસા તરીકે ઓળખાવનારા બની ગયા વિના રહે નહિ. એવા ભયંકર કોટિના અજ્ઞાન આત્માઓ વાસ્તવિક રીતિએ અહિસંક હોતા નથી પણ હિસંક જ હોય છે અને અહિંસા આદિના નામે પણ એવા અનેક અજ્ઞાન તથા ભદ્રિક આત્માઓને હિસાના જ ઉપાસકો બનાવી દે છે. કલ્યાણના અર્થી આત્માઓએ સદા સાવધ રહેવું જોઇએ અને સઅસના પરીક્ષક પણ બનવું જોઇએ. અહિસાની રૂચિ એ સુન્દર વસ્તુ છે, પણ અજ્ઞાન એ મહાશત્રુ છે. અજ્ઞાનવશ, હિસાથી વિરામ પામવાને બદલે શુદ્ધ અહિસાના વિરોધી ન બની જવાય, એની પણ કાળજી રાખવી જોઇએ. અજ્ઞાનાદિ જે આઠ પ્રકારનો પ્રમાદ છે, તેને જાણી તેના ત્યાગ માટે અહિસાપ્રેમી આત્માઓએ સદા તત્પર બનવું જોઇએ. મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા-એમ પણ
Page 166 of 325