________________
પાલન-પોષણ કરી એને વૃદ્ધિને પમાડનારી અને અતિચાર મલના સંશાધન દ્વારા તેને નિર્મલ કરનારી એવી પણ માતાઓ પ્રત્યે, ચારિત્રધર હોવાનો દાવો કરનારાઓને પણ ભકિત ન જાગે, તો એ ખરેખર તેઓની કારમી કમનસિબી જ છે. એ કમનસિબી સંસારમાં રૂલાવનારી છે. સાધુવેષને પામેલા આત્માઓએ પણ સમજવું જોઇએ કે-ઉત્તમ પાત્ર તરીકે વર્ણવાતા યતિઓ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અન્વિત જોઇએ, તેમ તેઓ ઇર્યા-સમિતિ, ભાષા-સમિતિ, એષણા-સમિતિ, આદાનનિક્ષેપ-સમિતિ અને પારિષ્ટાપનિકા-સમિતિ આ પાંચ સમિતિઓને ધારણ કરનારા તેમજ મનોગુપ્તિ, વાગૂતિ અને કાયમિથી શોભતા હોવા જોઇએ. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓને આઠ માતાઓ તરીકે જણાવીને, ઉપકારિઓએ સાધુઓને સાચા માતૃભકત બનવાનો ઉપદેશ આપ્યો છે. દુનિયામાં પણ માતૃભકત જ શોભાને પામે છે, તેમ ચારિત્રધરની સાચી શોભા આ માતાઓની ભક્તિથી જ છે. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી પવિત્ર એવી જે યતિઓની ચેઝ એને ઉપકારી મહાપુરૂષો સમ્યકુચારિત્ર કહે છે : આથી સ્પષ્ટ જ છે કે-એથી હીન એવી જે ચેષ્ટાઓ તે દુષ્યરિત્ર છે અને ભાવવૃદ્વિનું કારણ છે. જેના યોગે ચારિત્રનું જનન, પરિપાલન અને સંશોધન છે, એવી આ આઠ માતાઓ પ્રત્યે ચારિત્રનો અર્થી બેદરકાર રહી શકે જ નહિ. આમ છતાં આજે ભામટાની જેમ ભમનારાઓ પણ પોતાને ઉત્તમ પાત્રની કક્ષમાં ગણાવી, પૂજાવાને ઇચ્છે છે, એ તેઓની પણ કમ હીનતા નથી.
સ. આ વર્ણન થવાથી રેલવિહાર વિગેરે કરનારા અને રાત્રે પણ જ્યાં-ત્યાં ભટક્નારા તથા ખાવા-પીવા વિગેરેમાંય વિવેકહીન બનેલા યતિઓને જેઓ માનતા હશે, તેમને પોતાની ભૂલ સમજાશે.
ભૂલ સમજાય અને સુધારાય એ ઉત્તમ જ છે : પરંતુ એય ઉત્તમ આત્માઓને માટે જ શક્ય છે. અયોગ્ય આત્માઓને તો રોષ ન ઉપજે તોય ઘણું કહેવાય. જે લોકોને કેવળ દુન્યવી કલ્યાણની જ કાંક્ષા છે અને દેવ-ગુરૂ-ધર્મ આદિ જે આવે તેને જેઓ પોતાના દુન્યવી લ્યાણનું જ કારણ બનાવવા મથ્યા કરે છે, તેઓ ઉત્તમ પાત્ર રૂપ મુનિઓના સાચા ઉપાસક બની શકે એ શક્ય નથી. એવાઓ તો મંત્ર-તંત્રાદિ કરનારા અને દાત્મિકતાથી વર્તનારાઓના સહજમાં શિકાર બની જાય છે. આમ છતાં આવા વર્ણનથી યોગ્ય આત્માઓને લાભ થવાનો ય ઘણો સંભવ છે અને આ પરિશ્રમ પણ મુખ્યત્વે સ્વહિત સાથે તેઓના હિતની દ્રષ્ટિએ જ છે. શ્રી જિનોપદિષ્ટ ધર્મ વિના પરમ કલ્યાણનું બીજુ એક પણ સાધન નથી. આટલી સામગ્રી પામવા છતાં પણ શ્રી જિનોપદિષ્ટ ધર્મની શક્ય આરાધનાથી વંચિત રહેવાય, એ ઘણું જ દુઃખદ લાગવું જોઇએ. દુન્યવી લાલસાઓને વશ બનીને વિષધારિઓને પૂજવા અને સુસાધુઓની સેવાથી વંચિત રહેવું, એ તો અતિશય ભયંકર છે. આ વસ્તુને સમજવા માટે જરાય બેદરકાર રહેવું જોઇએ નહિ.
યતિ મહાત્માઓ અનેક વિશિષ્ટ ગુણોના સ્વામી હોય છે. સાચા યતિઓ તેઓ જ છે, કે જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ જે રત્નત્રય-તેનાથી સહિત હોય. આ ત્રણ રત્નોમાંથી પ્રથમનાં બે રત્ના તો ચતુર્થ ગુણસ્થાનક્વર્તી આત્માઓની પાસે પણ હોઇ શકે છે. શ્રી નિોકત તત્ત્વોની રૂચિવાળા પણ વિરતિમાં નહિ આવેલા જીવો જ્ઞાન અને દર્શન એ બે રત્નોથી સર્વથા હીન સંભવે નહિ : પરન્તુ અહીં તો રત્નત્રયની વાત છે. ત્રીજું રત્ન સમ્યકુચારિત્ર છે. સાવદ્ય યોગો એટલે સપાપ વ્યાપારી-તેના ત્યાગને સમ્મચારિત્ર કહેવામાં આવે છે, પણ તે ત્યાગ જ્ઞાન અને શ્રદ્વાન પૂર્વકનો હોય તો ! જ્ઞાન અને શ્રદ્ધાનથી હીન એવા ત્યાગને સમ્યક્યારિત્ર રૂપે ગણી શકાય જ નહિ. મુનિઓનું સમ્યક્યારિત્ર સર્વ સપાપ વ્યાપારોના, જ્ઞાન તથા શ્રદ્વાન પૂર્વકના, ત્યાગ રૂપ હોય છે. આ ચારિત્ર મૂલ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું કહેવાય છે.
Page 165 of 325