________________
કાયમુમિના પાલક જ છે. વળી એ જ રીતિએ, ચાલવા અને બેસવા તથા વસ્તુઓને મૂક્વા-લેવાના વિધિ મુજબ વર્તનારા મહાત્માઓ પણ કાયમિના પાલક ગણાય છે.
આ પ્રકારના ગુપ્તિના વણનથી તમે સમજી શકશો કે- મન, વચન અને કાયાના નિરોધને ધ્યેય રૂપ રાખી, મન, વચન અને કાયાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી, એ મન, વચન અને કાયાની ગુણિ છે. સ્વચ્છન્દચારી આત્માઓને તો આ ગુણિઓનું સ્વપ્ર પણ શક્ય નથી. માળિઓની આઠ માdi
આ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ, એ તો મુનિઓની માતાઓ છે, એમ અનંત ઉપકારિઓ ફરમાવે છે. દુનિયાના પ્રાણિઓ એક જ માતાથી પાલન-પોષણ પામે છે, ત્યારે શ્રી જિનેશ્વરભગવાનના મુનિઓ આઠ આઠ માતાઓથી પાલન-પોષણ પામે છે. શરીરને પેદા કરનારી, તેનું પરિપાલન કરનારી અને વારંવાર તેનું સંશોધન પણ કરનારી માતા કહેવાય છે. આ આઠ માતાઓ પણ મુનિઓના શરીરને પેદા કરે છે, તેનું પાલન કરે છે અને તેને શોધનપૂર્વક નિર્મલ બનાવે છે. સંસારિઓ પુદગલના પિડને પોતાનું શરીર માને છે, ત્યારે એ શરીરને જલ રૂ૫ માનતા મહષિઓ ચારિત્રને જ પોતાનું શરીર માને છે. પુદગલપિડ રૂ૫ શરીરને પેદા કરનારી માતા એક જ હોય અને અપવાદ શિવાયના લોકોના એ શરીરને પાળનારી તથા સાફસુફ રાખનારી પણ એક જમાતા હોય છે : જ્યારે દરેકે દરેક મુનિઓના ચારિત્ર રૂપ અંગને જણનારી, તેનું પોષણ કરનારી અને એ શરીર ઉપર લાગતા અતિચાર રૂપ મલોને શોધનારી આઠ આઠ માતાઓ છે. એ માતાઓ મુનિઓના ચારિત્રગાત્રનું ઉત્પાદન કરે છે, ઉત્પાદન કરેલા એ ગાત્રનુંસર્વ પ્રકારના ઉપદ્રવોનું નિવારણ કરવા દ્વારા તથા પોષણ કરવા દ્વારા વૃદ્ધિ પમાડીને પરિપાલન કરે છે : અને અતિચાર રૂપ મલથી મલિન થયેલા એ ગાત્રને સાફસુફ બનાવીને નિર્મલ કરે છે. આવી આઠ આઠ માતાઓ જે મુનિઓને મળી છે અને જેઓ એ માતાઓના ભકત છે, એ મુનિઓના સુખનો કોઇ પાર જ નથી. મનિઓએ માતલકા બનવું જોઈએ.
માતા વિનાનાં બાળકો જગતમાં જેવી હાલત ભોગવે છે, તેના કરતાં પણ આઠ માતાઓ વિનાના બનેલા વેષધારી મુનિઓની ખરાબ હાલત થાય છે. આ આઠ માતાઓના જતનને સ્વચ્છપણે ફેંકી દેનારા વેષધારીઓ ઉભય લોથી કારમી રીતિએ ભ્રષ્ટ થાય છે. દુનિયામાં તો માતા વિનાનાં બનેલાં બાળકોના પણ અન્ય પાલકો પુણ્યોદય હોય તો મળી આવે છે, પણ આ આઠ માતા વિનાના બની ગયેલા મુનિઓને તો તેમના ચારિત્રગાત્રનું કોઇ પણ પાલક મળતું નથી. દુનિયાનાં બાળકો માતાનાં ભકત ન હોય એ છતાં પણ દુન્યવી માતાઓ મોહાંધ હોવાથી, એવાં નાલાયક બાળકોની પણ સંભાળ લે છે : જ્યારે આ માતાઓ એવી નહિ હોવાથી, મુનિઓ જો માતૃભકત હોય તો જ તેઓ માતાઓ તરફથી પાલન આદિને પામે છે. વધુમાં, દુન્યવી માતાઓ ધારે તો પણ પોતાના બાળકનું ધાર્યું પાલન કરવાને અસમર્થ છે, જ્યારે આ માતાઓ પોતાના ભકત પુત્રોનું ધાર્યું પાલન-પોષણ આદિ કરીને તેઓને અનંત સુખના ભોગી બનાવી શકે છે. અનન્ત ઉપકારી મહાપુરૂષોએ ફરમાવેલી આવી ઉત્તમ જાતિની માતાઓના અભકત બનેલા સાધુઓ, સાધુના સ્વાંગમાં હોવા છતાં પણ સ્વચ્છન્દચારી જેવા હોઇ, સ્વ-પરનું ધાર્યું શ્રેય સાધી શકતા નથી. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ રૂપ આઠ માતાઓ પ્રતિ જેઓ બેદરકાર બન્યા હોય, તેઓએ પોતાના શ્રેય માટે પણ દરકારવાળા બનવું એ જરૂરી છે : અન્યથા, અમુક કષ્ટો સહવા છતાં પણ, સંસારપરિભ્રમણ ઉભું જ રહે છે એમ નહિ, પણ વધેય છે. ચારિત્રગાત્રને પેદા કરનારી, એનું
Page 164 of 325