________________
વાગૂમિનું જ સ્વરૂપ છે. આથી ભાષાસમિતિ અને વાણિ -આ બેમાં ફરક શો છે, તે પણ સમજાઇ જશે. ભાષાસમિતિમાં સમ્યક પ્રકારની વાણીની પ્રવૃત્તિ જ માત્ર આવે છે, ત્યારે વાગુતિમાં સર્વથા વાણીનો નિરોધ પણ આવે છે અને સમ્યકપ્રકારે વાણીની પ્રવૃત્તિ પણ આવે છે. શાસ્ત્રવિધિ મુજબ સારી રીતિએ બોલનારા ભાષા સમિતિના પણ પાલક છે અને વાગુપ્તિના પણ પાલક છે. શાસ્ત્રાજ્ઞા મુજબ બોલવાને સ્થાને પણ જેઓ મૌન રહી પોતાના આત્માને વચનગુપ્તિના ઉપાસક મનાવવા ઇચ્છે છે, તેઓ શ્રી વીતરાગપરમાત્માના શાસનને સાચી રીતિએ સમજ્યા હોય એમ માનવું, એ પણ ઠીક નથી. ઉપારિઓ તો સાફ શબ્દોમાં ફરમાવે છે કે-શાસ્ત્રવિહિત બોલનાર પણ ગુપ્તિના ઉપાસક જ છે. એ જ કારણે ઉપારિઓએ ફરમાવ્યું છે કે
“समिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणम्मि भयणिज्जो ।
कुसलवयमुइरंतो, जं वइगुत्तो वि समिआ वि ।।१।।" અર્થાત્ - સમિતિના આસેવક નિયમા ગુપ્તિના આસેવક છે, જ્યારે ગુપ્તિના આસેવક સમિતિના આસેવક હોય પણ ખરા અને ન પણ હોય : કારણ કે-કુશલ વાણીના બોલનારા મહર્ષિ વાગૂમિથી ગુપ્ત પણ છે અને ભાષાસમિતિથી સમિત પણ છે.
આવા સ્પષ્ટ ફરમાનને જાણવા છતાંય એ જરૂરી પ્રસંગ પણ કુશલ વાણી બોલવાના અખાડા કરી, પોતાની જાતને વચનગમિના ધારક તરીકે ઓળખાવતા હોય, તેઓ અસત્યવાદી હોવા સાથે દમના પણ પૂજારી છે, એ તદ્દન સ્પષ્ટ થઇ જાય છે. બે પ્રકારે કાયાશિ
હવે કાયમુમિ પણ બે પ્રકારની છે : એક કાયાની ચેષ્ટાઓના સર્વ પ્રકારે નિરોધ રૂપ અને બીજી સૂત્ર મુજબ ચેષ્ટાના નિયમ રૂપ : એટલે કે-સ્વછંદ ચેષ્ટાનો ત્યાગ કરવો જોઇએ અને જરૂરી ચેષ્ટા પણ સૂત્રના ફરમાવેલ વિધિ મુજબ કરવી જોઇએ. - ૧ - બે પ્રકારની કામગુણિમાં જે પહેલા પ્રકારની કાયમુમિ છે, તે “ચેષ્ટાનિવૃત્તિલક્ષણા' કહેવાય છે. દેવો, મનુષ્યો અને તિર્યંચો તરફથી કરવામાં આવતા ઉપદ્રવો રૂપી ઉપસર્ગો અને સુધા પિપાસા આદિ પરિષહોના યોગે અથવા તો એ ઉપસર્ગો અને પરિષદો-તેના અભાવમાં પણ પોતાની કાયાના નિરપેક્ષતાલક્ષણ ત્યાગને ભજતા મહાત્માની જે સ્થિરીભાવ રૂપી નિશ્ચલતા અથવા તો યોગનિરોધ કરતા મહર્ષિએ કરેલો સર્વ પ્રકારે શરીરની ચેષ્ટાનો પરિહાર, આ પ્રથમ પ્રકારની કાયમુક્તિ છે. ઘણાએ મહર્ષિઓ ઉપસર્ગો અને પરિષહોના પ્રસંગમાં કાયોત્સર્ગમાં રહી કાયાને નિશ્ચલ રાખી આરાધનામાં રકત બને છે, એ પણ કાયમુક્તિ છે અને યોગનિરોધ કરતા પરમર્ષિ સર્વથા ચેષ્ટાનો પરિહાર કરે એ પણ કાયમુર્તિ છે. ટૂંકમાં આ પ્રથમ પ્રકારની કાયમુમિમાં કાયાની પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ હોય છે.
૨ - બીજા પ્રકારની કામગુપ્તિમાં શરીરની સ્વચ્છન્દચેષ્ટાનો જ પરિહાર હોય છે અને આવશ્યક ચેષ્ટા શાસ્ત્રની આજ્ઞા મુજબની હોય છે. મુનિઓએ સુવું કયારે અને કેવી રીતિએ તેમજ ચાલવું ક્યારે અને કેવી રીતિએ ? -આ બધી બાબતોમાં પરમોપારિઓએ વિધિ ઉપદશ્યો છે. એ વિધિ મુજબ સુનારા, બેસનારા અને ચાલનારા મુનિઓ પણ કાયગતિના પાલકો જ છે. ગ્લાનપણું, માર્ગનો થાક અને વૃદ્ધાવસ્થાની શિથિલતા આદિ કારણ સિવાય, દિવસે નિદ્રાનો નિષેધ છે. એ મુજબ દિવસના નિદ્રા નહિ લેનારા અને રાત્રિએ પણ પ્રથમ પ્રહર આજ્ઞા મુજબની આરાધનામાં વીતાવ્યા બાદ, ગુરૂને પૂછીને, પ્રમાણયુકત વસતિમાં વિધિ મુજબની સઘળીય ક્રિયાઓ કરી વિધિ મુજબ નિદ્રાના લેનારા પણ
Page 163 of 325