________________
શાસ્ત્રવિહિત દાનો અને પરમ ક્લ્યાણકારી શ્રી નિમંદિરોનાં નિર્માણ આદિ અનેક ક્લ્યાણકારી પ્રવૃત્તિઓ પણ સંયમની આગળ યત્કિંચિત્ બની જાય છે. અનંત ઉપકારિઓએ ફરમાવેલા સંયમનું પાલન કરનારો આત્મા, જે આત્મહિત સાથે અન્યોનું પણ હિત સાધી શકે છે, તે હિત દાનાદિ ક્રિયાઓથી તેટલી સહેલાઇથી નથી સાધી શકાતું. સાચો સંયમી જ સંપૂર્ણ અભયદાનનો દાતા બની શકે છે અને ધર્મદેશના પણ ધર્મદેશના રૂપે તે જ મુખ્યતયા કરી શકે છે. આ બધી વાતો યથાસ્થિતપણે સમજ્વા માટે કલ્યાણકામિઓએ ઉમાળ બનવું જ જોઇએ.
મુનિવરો દ્વારા ‘દીક્ષા જ ઉપકારનું સાચું સાધન છે'- એ પ્રમાણે જાણીને, શ્રી વિજ્ય પ્રતિબોધ પામ્યા. પ્રતિબોધ પામવાથી સંવેગરંગથી રંગમય બનેલા શ્રી વિજ્યે, એક દિવસે આચાર્ય ભગવાન શ્રીમદ્ વિમલસૂરીશ્વરજી મહારાજાની પાસે તરત જ નિરવદ્ય એવી પ્રવજ્યાને-દીક્ષાને ગ્રહણ કરી. આવા પુણ્યાત્મા જેવા ઉલ્લાસથી દીક્ષા ગ્રહણ કરે છે, એવા અથવા એથી પણ અધિક ઉલ્લાસથી સંયમના પાલક બને છે. સુંદર સંયમના પાલનથી શ્રી વિજ્ય સ્વ-પરના સાચા હિતસાધક બન્યા. શ્રી વિજ્ય નામના તે મહર્ષિએ ઘણાં વર્ષો પર્યંત આરમ્ભીને યુગ માત્ર ક્ષેત્ર એટલે ગાડાની ધુંસરી પ્રમાણ ક્ષેત્ર સુધી બરાબર જોઇને ચાલવાનો વિધિ છે. આ વિધિનો અમલ કરનાર ઇર્યાસમિતિના પાલક કહેવાય છે. જીવદયાના પાલન માટે આ પણ ઘણી જ જરૂરી વસ્તુ છે.
સ.
આ વસ્તુના જાણ ચાલવામાં કેવા વિવેકી હોય, એ જ વિચારવાનું છે. ઇર્યાસમિતિના પાલક મુનિઓ, આગળ ઘુંસરા પ્રમાણ જ્ગ્યાનું નિરીક્ષણ કરતા ચાલે. માર્ગમાં આવતાં જીવવાળાં અનાજ વિગેરે બીજો, નાના પ્રકારની વનસ્પતિ, પાણીનાં સ્થાનો, માટી અને અન્ય જીવો આદિ ઉપર પગ ન આવી જાય-એવી સાવચેતી તો એવા મહાપુરૂષોમાં પૂરેપૂરી હોય જ. ખાડા આદિને પણ ચાલે ત્યાં સુધી મુનિઓ લંઘે જ નહિ. આ સમિતિના પાલક મુનિઓ, તેવા કોઇ આવશ્યક પ્રયોજને ચાલવું પડે ત્યારે પણ કેવા માર્ગે ચાલે, એ માટે ય ઉપકારિઓએ સુંદર વિધાન કર્યું છે. ઉપકારિઓ ફરમાવે છે કે-મુનિઓ તે જ માર્ગે ચાલે, કે જે માર્ગ લોકોથી ખૂબ ખૂંદાયેલો હોય. લોકો જે માર્ગે ન ચાલતા હોય, તે માર્ગે ચાલવું એ પણ મુનિઓ માટે ઉન્માર્ગ હેવાય છે. લોકો જે માર્ગે ખૂબ ચાલતા હોય, તે માર્ગે છએ કાયના જીવો હોવા સંભવિત નથી : એ કારણે લોકો જે માર્ગે ખૂબ ચાલતા હોય તવા માર્ગે મુનિઓએ ચાલવું, કે જેથી છ કાયના જીવોની વિરાધના થાય નહિ. એવા પણ માર્ગે જો રાત્રિના ચાલવામાં આવે, તો રાત્રિના સમયે ઉત્પન્ન થઇ થઇને પડેલા જે સમ્પાતિમ ત્રસ જીવો, તેની વિરાધના થાય : એ કારણે ઉપકારિઓએ ફરમાવ્યું છે કે-એવા પણ માર્ગે રાત્રિના વખતે મુનિઓએ ચાલવું નહિ. લોકો દ્વારા અત્યંત ખૂંદાએલા માર્ગે પણ યતિઓએ રાત્રિના સમયે નહિ ચાલવું જોઇએ, પરન્તુ જ્યારે તે માર્ગ સૂર્યના કિરણોથી સ્પર્શાય, ત્યાર બાદ જ તેવા પણ માર્ગે જરૂર મુજબ ઉપયોગથી ચાલવું જોઇએ. સૂર્યનાં કિરણોનો સ્પર્શ થવાથી, સંપાતિમ જીવોનો નાશ થઇ જ જાય છે, એટલે સૂર્યનાં કિરણોના યોગે સમ્પાતિમ જીવોનો અભાવ હોય છે અને લોકો ખૂબ ચાલતા હોવાથી, અન્ય જીવોનો પણ અભાવ હોય છે : એથી એવે રસ્તે, દિવસના અને તે પણ જરૂરી કારણે, ઉપયોગપૂર્વક ચાલતા મુનિઓ પોતાના અસિાધર્મનું સારામાં સારી રીતિએ પાલન કરી શકે છે.
સ. જીવદયાના પાલન માટે અજ્બ જેવી કાળજી રાખવામાં આવી છે.
અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ધર્મને જે અજોડ કહેવામાં આવે છે. તે વિના કારણે નથી. યોગ્ય આત્માઓ વિવેકપૂર્વક અભ્યાસ કરે, તો તેમને શ્રી જૈનશાસન અજોડ લાગ્યા વિના રહે જ નહિ.
Page 155 of 325