________________
અર્થ - બુદ્ધિ ન હોવા છતાંય ખેદ ન કરવો તેનું નામ અજ્ઞાન પરીસહ કહેવાય. દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન તે બુદ્ધિ કહેવાય. તેને મેળવવાનો ઉદ્યમ જારી રાખતાં તે ન મલે તો ખેદ ન કરે તો જ અજ્ઞાનનો વિજય થઇ શકે છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી મારી આ દશા થઇ છે, સ્વકૃત કર્મને ભોગવ્યા પછી અથવા તપ આદિથી દૂર કરવાથી જરૂર હું તે જ્ઞાનને પામી શકીશ એવી ભાવના આ પરીસહના વિજયમાં સહકારીણી બને છે. આ પરીસહ બારમા ગુણસ્થાનક સુધી હોઇ શકે છે. સથકવ પરીસહ ___इतरदर्शनचमत्कारदर्शनेडपि स्वदेवतासान्निध्याभावे जैनधर्मश्रदातोडविचलनं सम्यक्त्वपरीषह: । दर्शनमोहनीयक्षय-क्षयोपशमजन्योडयम् ।
અર્થ - બીજા દર્શનોના ચમત્કારો દેખવા છતાં અને પોતાના દેવોના સાનિધ્યનો અભાવ હોવા છતાં સમ્યકત્વથી ચલાયમાન ન થવું એનું નામ સમ્યકત્વ પરીસહ કહેવાય. અને આ દર્શનમોહનીયના ક્ષયોપશમથી ન્ય હોવાથી નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે છે.
આઠ પ્રવચનમાતા ઈચસિમિતિ
પાંચ સમિતિઓમાં પહેલી સમિતિનું નામ છે - “ઇર્યાસમિતિ. “ઇર્યા' નો અર્થ થાય છે-ગતિ. ગતિ એટલે ગમન કરવું. મુનિઓ, એ ત્રસ જીવો કે સ્થાવર જીવો, અર્થાતુ-જીવ માત્રને અભયદાન આપવા માટે જ દીક્ષિત થયેલા છે. તેઓ વિના પ્રયોજને તો ચાલતા પણ નથી : પરન્તુ સંયમના પાલનને માટે ચાલવું એ પણ આવશ્યક છે. એવી આવશ્યકતા જ્યારે જ્યારે ઉભી થાય, ત્યારે ત્યારે શાસ્ત્રવિધિ મુજબ ઉપયોગપર્વક ચાલવું-એનું નામ “ઇર્યાસમિતિ' કહેવાય છે. જીવોની રક્ષા, એ તો મુનિઓનું વ્રત જ છે. મુનિઓ પોતાના કારણે કોઇ પણ જીવને હાનિ ન પહોંચે, એની કાળજીવાળા હોય છે અને એથી સંયમપાલન માટે આવશ્યક પ્રયોને પણ ગમનાગમન કરતાં, સાચા યતિઓ જીવરક્ષાની કાળજી ધરાવે છે. આવા વ્રતધારી મુનિઓનું શરીર એ ધર્મશરીર છે અને એ ધર્મશરીરની રક્ષા એ પણ વિહિત છે. આ હેતુથી આવશ્યક પ્રયોજન પચે પણ ચાલતા મુનિઓએ, જીવોની રક્ષાના નિમિત્તે અને પોતાના શરીરની રક્ષાના નિમિત્તે પગના અગ્રભાગથી વધુમાં, સંયમનો મહિમા દર્શાવતાં પણ ઉપકારી મહાપુરૂષોએ શ્રી વિજયને ફરમાવ્યું કે
“ કોઇ માણસ દરમહિને હજાર હજાર ગાયોનું દાન કરે અને કોઇ માણસ કાંઇ જ નહિ આપવા છતાં એક માત્ર સંયમની ઉપાસનામાં જ રત રહે, તો મહિને હજાર હજાર ગાયોનું દાન કરનાર આદમીના કરતાં પણ, કશું જ દાન નહિ કરતા એવા પણ સંયમી આત્માનો સંયમ શ્રેયસ્કર છે.” ધર્મદેશના અને અભયદાનની મહત્તા દર્શાવ્યા બાદ, ઉપકારિઓએ સંયમનો મહિમા પણ આ રીતિએ દર્શાવ્યો. સંયમનો મહિમા દર્શાવતાં મહાપુરૂષોએ લોકોની માન્યતા સમજાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે : અન્યથા, ગાયોનું દાન એ તો વાસ્તવિક રીતિએ દાન જ નથી. પાપપોષક દાનોનું દાનપણું જ નથી, પણ અજ્ઞાનોમાં જે માન્યતા રૂઢ હોય, તેને પણ આગળ કરીને તેવા આત્માને સમજાવવું પડે છે. આવાં વચનોથી અજ્ઞાનો ગાયોના દાનને પણ સમ્યગ્દાન ન માની લે, એ માટે જ આટલો ખૂલાસો કરવો પડે છે. આવા આવા કારણે ગીતાર્થની નિશ્રાએ જ ભણવાનો આદેશ છે. સ્વતંત્રપણે વાંચનારાઓ એમ પણ કહે છે કે- “શ્રી જૈનશાસનમાં પણ ગાયોના દાનનું વિધાન છે.” એવા શ્રી જૈનશાસનના નામે પણ સ્વ-પરનું અહિત કરનારા નિવડે છે. વસ્તુના મર્મને સમજનારાઓજ વસ્તુના પરમાર્થને સમજી શકે છે. ઉત્તમ કોટિનાં
Page 154 of 325