________________
અર્થ - જ્વર, અતિસાર, કાસ, શ્વાસ આદિ મોટા રોગોની ઉત્પત્તિમાં પણ નિકલ્પિકાદિ ચિકિત્સા કરાવતા નથી, પરંતુ સમ્યક પ્રકારે સહન કરે છે. સ્થવિર-કલ્પીઓએ પણ એવા રોગો આવતા સ્વકૃત કર્મોના વિપાકો વિચારી સમ્યક પ્રકારે સહન કરતાં શીખવું. સહન કરવાની તાકાતથી બહારની બિમારી માટે શાસ્ત્રોમાં રહેલી વિધિ પ્રમાણે ચિકિત્સા કરાવે તો પણ રોગ પરિસહ સહો કહેવાય. વેદનીયોદયપ્રયુકત હોવાથી આ સર્વ ગુણસ્થાનકોમાં હોઇ શકે છે. 1ણ પરિસિહ जीर्णशीर्णसंस्तारकाधस्तनतीक्ष्णतॄणानांकठोरस्पर्श जन्यक्लेशसहनं तृणस्पर्शपरीषह:
અર્થ - જીર્ણ, શીર્ણ એવા સંથારાની નીચે તીક્ષ્ણ અણીવાલા ઘાસના કઠોર સ્પર્શથી ઉત્પન્ન થતા લેશને સહન કરવો તે તૃણ સ્પર્શ પરીસહ કહેવાય. આ વેદનીયોદય પ્રયુત હોવાથી સર્વ ગુણસ્થાનકમાં હોઇ શકે છે. મલ પરિસહ
शरीरनिष्ठमलापनयनानमिलाषा मलपरीषह: | वेदनीयक्षयोपशमजन्या एते ।
અર્થ - શરીરના પરસેવાથી ઉત્પન્ન થયેલ જે મેલ તે ગ્રીષ્મ ઋતુથી પીગળતાં દુર્ગધ કરનાર તથા ઉદ્વેગ કરનાર થાય છે તેને દૂર કરવાને માટે કોઇ પણ વખતે નાનાદિની અભિલાષા ન કરવી જોઇએ, અર્થાત્ શરીર ઉપર રહેલા મેલને દૂર કરવાની અનિચ્છાએ મલ પરીસહ જીતાય છે. વેદનીયના લયોપશમથી એ પેદા થાય છે અર્થાત્ મલનું દુઃખ તે વેદનીયોદય છે અને તેનો ય ચારિત્રાવરણીયના લયોપશમથી છે. આ ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે. સકાર પરીસહ
__ भक्तजनानुष्ठितातिसत्कारेडपि गर्वपराङ्मुखत्वं सत्कारपरीषहः । अयं च चारित्रमोहनीयक्षयोपशमजन्य: ।
અર્થ - ભકતજનો વડે ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર આદિથી કરાએલ સત્કારો તથા સદ્ભૂત ગુણોના કીર્તન, વંદન, અમ્યુ ત્થાન, આસનપ્રદાન આદિ વ્યવહારો જોઇ ફુલાઇ ન જતાં સમભાવમાં રહેવું, સત્કાર ન કરે તો ખેદ ન કરવો આનું નામ સત્કાર પરીસહ કહેવાય છે. એ કલું ગર્વપરા મુ ત્વ એટલું જ સત્કાર પરીસહનું લક્ષણ બાંધીએ તો પ્રજ્ઞા પરીસરમાં ચાલ્યું જાય માટે માતાતિસારે એ વિશેષણ આપ્યું છે. ચારિત્રમોહનીયથી સત્કારમાં ગર્વ ઉત્પન્ન થાય છે અને તેના ક્ષયોપશમથી તેનો વિજય થાય છે એટલે આ નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે. પ્રજ્ઞાપરીસદ
बुद्धिकुशलत्वेडपि मानापरिग्रह: प्रज्ञापरीषहः | ज्ञानावरणक्षयोपशमजन्यः |
અર્થ - બુદ્ધિનું કુશલપણું હોવા છતાંય માન ધારણ ન કરવું તેનું નામ પ્રજ્ઞાપરીસહ કહેવાય. વૃદ્ધqશુભત્વ એ વિશેષણ આપવામાં ન આવે તો લક્ષણ સત્કારમાં ચાલ્યું જાય માટે તે વિશેષણ મૂક્યું છે. આ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી હોય છે. એટલે તે બારમા ગુણસ્થાનક સુધી હોઇ શકે. અજ્ઞાન પરીસહ
बुद्धिशून्यत्वेडप्यखिन्नत्वमज्ञानपरीषहः । ज्ञानावरणक्षयो पशमजन्यः ।
Page 153 of 325