________________
ક્ષયોપશમથી સહન કરવાથી વેદનીય સંયોપશમ ન્ય મનાય છે; આ સર્વ ઠેકાણે છે. આક્રોશ પરીસહ
निर्मूलं समूलं वा स्वस्मिन् कृप्यत्सु जनेषु समतावलम्बनमाक्रोशपरीषह:, चारित्रमोहनीय क्षयोपशम जन्यो ड्यम् ।।
અર્થ - કારણે અથવા કારણ વિના પોતાના વિષે ક્રોધિત થતા નોમાં રોષ ન લાવતાં વિચાર કરે કે મારા પર આક્રોશ જો કારણસર છે તો હું નિમિત્ત છું માટે મારે ગુસ્સે થવાની જરૂર નથી અને વિનાકારણે છે તો મારાથી કોઇ દોષ જ નથી બન્યો ને નાહક્ના આ બિચારા ચીડાય છે, તો એવા ચીડીયા ઉપર દયા લાવવી જોઇએ એવા ઉત્તમ વિચારથી સમભાવનું અવલંબન કરવું તેનું નામ આક્રોશ પરીસહ છે. ચારીત્રમોહનીયના ઉદયથી આક્રોશ હોય અને તેના સંયોપશમથી આક્રોશન્યરૂપ પરીસહ હોઇ શકે છે માટે આનો સંભવ નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે છે. વધmરિસહ
परप्रयुकताडनतर्जनादीनां कायविनश्वरत्वविभावनया सहनं वधपरीषह:, वेदनीयक्षयोपशमजन्योडयम् ।
અર્થ - બીજાઓ તરફથી કરવામાં આવતી તાડના તજનાઓને “ગમે તેવું રક્ષણ કરો તો પણ કાયા વિનશ્વર છે' એવા ભાવે સહન કરવી એનું નામ વધ પરીસહ કહેવાય. વેદનીયના ઉદયથી અને ચારિત્રાવરણીયના ક્ષયોપશમથી આ પરીસહ હોઇ શકે છે. વેદનીયનો ઉદય ચૌદમા ગુણસ્થાનક સુધી હોવાથી આની પણ ચૌદમા ગુણસ્થાનક સુધી સંભાવના કરાય છે. યાચના પરિસંહ
स्वधर्मदेहपालनार्थंचक्रवर्तिनोडपि साधोर्याचनालज्जा परिहारो याचनापरीषहः । चारित्रमोहनीयक्षयोपशमजन्यो
डयम् । અર્થ - પોતાના ધર્મના માટે દેહના પાલન કરવાને અર્થે ન કે પુષ્ટિ માટે પરથી મેલવવા લાયક અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય આદિની ચક્રવર્તાિપણું છોડીને થએલ સાધએ પણ અવશ્ય માગણી કરવી જોઇએ, અર્થાત્ શરમ નહિ રાખવી જોઇએ. આ જ રીતે લજ્જાને જીતી યાચના કરતાં સમભાવ રાખે તો આ પરિસહની પૂરી જીત થઇ શકે છે. રંક વગેરેની યાચના આ પરીસહનમાં ન આવી જાય એટલા માટે સ્વધર્મદપાલનાર્થ એ વિશેષણ મૂકયું છે. આ ચારિત્ર મહોનીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો હોઇ નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે છે. અલાલ પરીસહ
याचितेडपि वस्तुन्यप्राप्तौ विषादानवलम्बनमलाभ परीषह:, लाभान्तरायक्षयोपशमजन्योडयम् ।
અર્થ - આવશ્યક વસ્તુની યાચના કરે છતે પણ બીજાએ આપી નહિ તે વખતે એમ વિચારવું કે માલીકની ઇચ્છા હોય તો આપે છે, અને નથી હોતી ત્યારે નથી આપતો તેમાં મારે પરિતાપ કરવાની જરૂર શી ? એવી રીતે જેને જ્યારે અંતરંગમાં વિકાર ન આવે ત્યારે અલાભ પરીસરને સહો કહેવાય. લાભાન્તરાયના ક્ષયોપશમથી આ ઉત્પન્ન થતો હોઇ બારમાં ગુણસ્થાનક સુધી રહી શકે છે. રોમ પરીસહ
रोगोद्मवे सत्यपि सम्यक् सहनं रोगपरीषह: ।
Page 152 of 325