________________
આદિ વડે જે ઘાત તે અજીવથી બનેલ જીવઘાત કહેવાય અને અજીવનો એટલે ચિત્ર આદિમાં ચિતરેલ સ્ત્રી, પુરૂષ, મયુર, કુકુટ આદિ ચેતનાવિયત ચેતનથી અથવા અજીવ દંડ શસ્ત્રાદિથી જે ઘાત તે અજીવઘાત એમ બે ભેદે આરંભિકી ક્રિયા છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહે છે.
७ जीवाजीवविषयिणी मूर्छा निर्वृत्ता क्रिया पारिग्रहिकी।
૭ જીવ તથા અજીવને વિષય કરનાર મૂછથી ઉત્પન્ન થયેલ ક્રિયા પારિગ્રહિક ક્રિયા કહેવાય છે. મતલબ કે અનેક ઉપાયો વડે પશુ, સેવક, ધન, ભૂષણ, વસ્ત્ર આદિ ઉપાર્જન કરતી વખતે તથા તેના રક્ષણ સમયે ઉત્પન્ન થતી મૂર્છા આ ક્રિયાને પેદા કરે છે અને પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે.
८ मोक्षसाधनेषु मायाप्रधाना प्रवृत्तिर्मायाप्रत्ययिकी ।
૮ મોક્ષના સાધનરૂ૫, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સ્વપરને વંચન કરવાની અભિલાષાવાળાની માયાના કારણરૂપે જે ચેષ્ટા એ માયા પ્રત્યયિકી ક્રિયા કહેવાય અને તે સાતમાં ગુણસ્થાનક સુધી રહે છે.
९ अभिगृहीताडनभिगृहीतभेदभिन्ना अयथार्थवस्तुश्रद्धान हेतुका क्रिया मिथ्यादर्शनप्रत्ययिकी।
૯ અભિગૃહિત અને અનભિગૃહીત એવા બે ભેદે ખોટી વસ્તુની શ્રદ્ધા કરાવનારી ક્રિયાને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કહેવાય છે. ત્યાં અભિગૃહીત અજીવ આદિ હીનાધિક પરિમાણાદિને કહેનાર દર્શનના માનનારા પુરૂને વિષય કરનારી અભિગૃહીત કહેવાય. તથા અનભિગૃહીત કુદ્રષ્ટિ મત વિશ્વસ્ત જીવને વિષય કરનારની અયથાર્થ વસ્તુની શ્રદ્વા એ જ વ્યાપારનો હેતુ લેય તેવા વ્યાપારવાળાની ક્રિયા અનુમોદના સ્વરૂપ અનભિગ્રહીત કહેવાય. આ ત્રીજા ગુણસ્થાન સુધી રહે છે.
१. जीवाजीवविषयिणी विरत्यभावानकला क्रियाडप्रत्याख्यानिकी ।
૧૦ જીવ તથા અજીવ સંબંધી વિરતિના અભાવને ઉત્પન્ન કરનારી ક્રિયા અપ્રત્યાખ્યાનિકી કહેવાય. મતલબ સંયમનો ઘાત કરનાર, ત્યાગ કરવા લાયક કષાયોને ન ત્યાગે કિછે તેને અનુકૂલ ક્રિયા કરતા રહે તેથી કરીને પોતાના જીવનમાં અવિરત બની રહે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ચોથા ગુણસ્થાનક સુધી રહે છે.
११ प्रमादिनो जीवाजीवविषयकदर्शनादरात्मिका क्रिया द्रष्टिकी ।
૧૧ પ્રમાદ વશ બનેલો પ્રાણી આકર્ષક જીવજીવાદિ પદાર્થોને દેખી તેનો આદર કરવા લાગે તે ક્રિયાનું નામ દ્રષ્ટિકી છે. “પ્રમાદજ્યિા વશ બનેલો' એ વિશેષણ આપવાથી ધર્મબદ્ધિથી મધ્યસ્થ ભાવે નિરખનારને આ ક્રિયા લાગતી નથી. આ ક્રિયા દશમાં ગુણસ્થાનક સુધી રહે છે.
१२ सदोषस्य जीवाजीवविषयकं स्पर्शनं स्पृष्टिकी ।
૧૨ રાગદ્વેષપણે જીવ-અજીવ વસ્તુનો સ્પર્શ કરવો તે સ્મૃષ્ટિકી ધેવાય. અર્થાત્ સ્ત્રી, પુસ્ત્ર અને નપુંસક્તા અંગને રાગાદિથી સ્પર્શ કરવો તે જીવ વિષયક કહેવાય અને મૃગરોમાદિ, વસ્ત્ર, મોતી, રત્નાદિ પદાર્થોને રાગાદિથી સ્પર્શ કરવો તે અજીવ વિષયક સ્પર્શ કહેવાય. આ ક્રિયા દશમા ગુણસ્થાનક સુધી રહે છે.
१३ प्रमादात् प्राक्स्वीकृतपापोदानकारणजन्यक्रिया प्रातित्यिकी ।
૧૩ પ્રમાદથી પ્રથમ સ્વીકારેલ પાપના ઉપાદાન કારણથી જન્ય ક્રિયા પ્રાહિત્યિકી કહેવાય છે. આ ક્રિયા દશમા ગુણસ્થાનક સુધી રહે છે.
१४ कारुण्यवीरबिभत्सादिरसप्रयोत्कृणां प्रेक्षकाणां च सानुरागिणां
Page 143 of 325