________________
આરંભિકી, પરિગ્રહિકી, માયા પ્રત્યયિકી, મિથ્યા દર્શન પ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનીકી, દાર્શનિકી, સ્પર્શનિકી, પ્રાહિત્યકી, સામંતોપનિપાતિકી, વૈશસ્ત્રીકી, સ્વસ્તિકી, આનયનિકી, વૈદાનિકી, અનાભોગિકી, અનવકાંક્ષ પ્રત્યયિકી, પ્રાયોગિકી, સામુદાયિકી, રાગ પ્રત્યયિકી, વેષ પ્રત્યયિકી અને ઐર્યાપથિકી.
આશ્રવ એટલે સંસારને વધારનાર સમસ્ત દુ:ખોને નોતરનાર સમસ્ત બંધનો આધાર અને આત્માનો કેવલ જ્યોતને દબાવનાર, અને ચારે ગતિના નાના પ્રકારનાં નાટકો ભજવનાર તત્ત્વ. હવે કાયિકી આદિ પચ્ચીસ ક્રિયાઓના પચ્ચીસ ભેદોનું વર્ણન કરવામાં આવે છે
१ अनुपरतानुपयुक्तभेदभिन्ना कायजन्यचेष्टा कायिकी।
૧ કાયાથી ઉત્પન્ન થએલી અનુપરત-અનિવૃત્ત-ચેષ્ટા કર્મ બંધનના કારણરૂપ ક્રિયા તે અનુપરત કાયિકી ચેષ્ટા કહેવાય. તથા અનુપયોગપણે કાયાથી થતી ચેષ્ટા-કર્મબંધના કારણભૂત ક્રિયાને અનુપયુકત કાયિકી ચેષ્ટા કહેવામાં આવે છે એમ કાયિકી ક્રિયાના બે ભેદ છે. આ ચેષ્ટા એકિન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય પર્યત, નરકથી લઇ સ્વર્ગ પર્યત સર્વ વ્યાપક છે; કારણ કે કોઇ પણ સ્થાન કાયયોગથી શૂન્ય નથી. તેમાં અનુપરત ક્રિયા પ્રદુ મિથ્યાદ્રષ્ટિને પર પરાભવને વિષય કરનાર પ્રયત્નરૂપ માત્ર શરીરથી પેદા થયેલી હોય છે અને તેના સ્વામી અવિરતી મિથ્યાદ્રષ્ટિ આદિ હોય છે. અને અનુપયુકતા કાયિકી પ્રમત્ત સંયતિને અનેક કર્તવ્યોમાં ઉપયોગ શૂન્ય વર્તતાં કેવલ કાયથી પેદા થએલ હોય છે અને આનો સ્વામી અનુપયોગી સાધુ હોય છે.
र संयोजननिर्वर्तनभेदभिन्ना नरकादिप्राप्तिहेतुर्विषयशस्त्रा दिद्रव्यजनिता चेष्टा अधिकरणिकी।
૨ સંયોજન અને નિર્વર્તન એવા બે ભેદ કરી યુકત નરકાદિની પ્રાપ્તિનું કારણ વિષ શસ્ત્રાદિ દ્રવ્યથી પેદા થએલી ચેષ્ટા અધિકરણિકી ક્રિયા કહેવાય.
३ जीवाजीवविषयकद्वेषजनकक्रिया प्रादोषिकी । - ૩ પુત્ર, સ્ત્રી, ભાઇ, ભગિની આદિ સ્વજન તથા પરન આદિ જીવ ઉપર, સ્થાણુ કંટક, પત્થર આદિ અજીવ ઉપર ક્રોધથી ઉત્પન્ન થયેલ ઠેષજનક ક્રિયાને પ્રાદોષિકી ક્રિયા કહેવામાં આવે છે. આનું બીજું નામ પ્રાષિકી ક્રિયા પણ કહેવામાં આવે છે. આ તથા ઉપરની ક્રિયા નવમા ગુણસ્થાનક સુધી રહે છે.
४ स्वपरसन्तापहेतू: क्रिया परितापनिकी ।
૪ સ્ત્રી, પુત્ર આદિના વિરહથી ઉત્પન્ન થએલા દુ:ખના સમૂહથી પીડિત થએલ સ્વપર સંતાપ હેતુ શિરસ્તાડન, ઉરસ્તાડન આદિ શિષ્ય પુત્ર સેવકાદિ તાડનભૂત ક્રિયા પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. આ ક્યિા નવમા ગુણસ્થાનક સુધી રહે છે.
"स्वपरप्राणवियोगप्रयोजिका क्रिया प्राणातिपातिकी।
૫ પોતાના હાથથી અથવા બીજાના હાથથી પાડના શિખર પરથી પડીને અથવા પાણી અને અગ્નિમાં પ્રવેશ કરીને, શસ્ત્રથી પેટ ફાડવાની ક્રિયા આદિથી પોતાના પ્રાણને વિયોગ કરનારી તથા ક્રોધ, મોહ, લોભ આદિથી પોતાના હાથ પરના પ્રાણનું વિયોન કરવું તે પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે. આ જ્યિા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે.
६ जीवाजीवभेदभिन्ना जीवाजीवघातात्मिका चेष्टाडडरम्मिकी। ૬ જીવમાત્રનો પોતાના અથવા પરના હાથવડે જે ઘાત તે જીવ વડે જીવઘાત તથા દંડ, મુદગર
Page 142 of 325