________________
માટે કટિબદ્ધ થવાની જરૂર છે. શુભ આશ્રવ તો આત્માને મુક્તિમાર્ગની આરાધનામાં સહાયક બની શકે છે. એ જ કારણે, આશ્રવભાવનાના વર્ણનમાં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે
I भावनाप्रकरणे
प्रसङ्गदुक्तम्
“શુમયોમાનાં शुभफलहेतुत्वं त्वशुभयोगानामशुभफलहेतुत्वं वैराग्योत्पादनाय प्रतिपाद नीयम् । ”
એટલે કે-શુભ યોગોનું-શુભ ફલોનું હેતુપણું પ્રસંગથી વ્હેલું છે. ભાવનાના પ્રકરણમાં તો, અશુભ યોગોનાં અશુભ ફલોના હેતુપણાનું વૈરાગ્યના ઉત્પાદન માટે પ્રતિપાદન કરવું જોઇએ. આ પછી પણ- ‘ કષાયો, વિષયો, યોગો, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન એ અશુભ કર્મના હેતુઓ છે' -આ ફરમાવ્યા બાદ, જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મોના અને વેદનીય આદિ શુભાશુભ કર્મોના હેતુઓને પણ ફરમાવીને, એ અનંત ઉપકારએ ફરમાવ્યું છે કે
“प्रस्तावतः खलु शुभाश्रव एव उक्तो, वैराग्यकारणमसौ न तु देहभानाम् | જ્ઞાત્વા તહેવનશુમાશ્રવ વ માવ્યો, મન્ટેર્નનૈ: સતિ નિર્મમતાનિમિત્તમ્ ||9||”
ખરેખર આ શુભાશ્રવ પ્રસ્તાવથી કહેલો છે : કારણકે- આ શુભાશ્રવ સંસારી આત્માઓ માટે વૈરાગ્યનું કારણ નથી. એ વાત સમજીને ભવ્યજ્નોએ નિર્મમતા નિમિત્તે વૈરાગ્યના કારણ તરીકે નિરંતર અશુભ આશ્રવને જ ભાવવો જોઇએ. શુભ આશ્રવના કારણો
અશુભ આશ્રવનાં કારણો ત્યાજ્ય છે, પણ શુભ આશ્રવનાં કારણો તો સેવ્ય છે. ૧-દેવપૂજા, ૨-ગુરૂસેવા, ૩-પાત્રદાન, ૪-દયા, ૫-ક્ષમા, ૬-સરાગ સંયમ, ૭-દેશ સંયમ, ૮-અનીષ્મ, ૯-મન્દ-કષાયતા, ૧૦-અવક્ચારિતા, ૧૧-અવક્રશીલતા, ૧૨-ધર્મધ્યાનાનુરાગિતા, ૧૩-સુખ-પ્રજ્ઞાપનીયતા, ૧૪-ક્લ્યાણમિત્રનો સંપર્ક, ૧૫-ધર્મશ્રવણશીલતા, ૧૬-તપ:શ્રદ્ધા, ૧૭-અવ્યક્ત-સામાયિકતા, ૧૮-સંસારભીરૂતા, ૧૯-પ્રમાદની હાનિ, ૨૦-ધાર્મિકોના દર્શનમાં સંભમપૂર્વક તેઓનું સ્વાગત કરવાની ક્રિયા, ૨૧-શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવંતો, સદ્ગુરૂઓ, સ્થવિર મહર્ષિઓ, બહુશ્રુતો, ગચ્છ, શ્રુતજ્ઞાન અને તપસ્વિઓની ભક્તિ, ૨૨-આવશ્યક વ્રતો અને શીલમાં અપ્રમાદ, ૨૩-વિનીતતા, ૨૪-જ્ઞાનાભ્યાસ, ૨૫-ત૫, ૨૬-ત્યાગ, ૨૭-શુભ ધ્યાન, ૨૮-શાસનની પ્રભાવના, ૨૯-સંઘમાં સમાધિ પેદા કરવી, ૩૦-સાધુઓનું વૈયાવચ્ચ કરવું, ૩૧-અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવું અને ૩૨-દર્શનની શુદ્ધિ કરવી, -આ આદિ ઉત્તમ કરણીઓ શુભાશ્રવની હેતુભૂત છે. આ કરણીઓ અસેવ્ય છે, એવું આશ્રવના નામે જો કોઇ ક્લે, તો તેઓ અજ્ઞાનિઓ જ છે. સંવર અને નિર્જરાની બુદ્ધિથી આ બધી ધર્મકરણીઓને સેવનારા આત્માઓ પણ તેવી જાતિની વિશુદ્ધિના અભાવમાં શુભાશ્રવના ભાગી થતા હોય, તો તેથી ગભરાવાને કશું જ કારણ નથી. અશુભ આશ્રવના હેતુઓથી વિરક્ત બનવું એ ધર્મ છે, પણ શુભ આશ્રવના હેતુઓથી અધિકૃત દશામાં વિરક્ત બનવું એ તો અધર્મ છે. આવશ્યક છતાં શુભ આશ્રવના હેતુઓથી વિરક્ત બની જવાય, એવો ઉપદેશ આપનારા ઉન્માર્ગના ઉપદેશકો હોઇ સંસારમાં જ રૂલાવનારા છે.
૨૫ ક્રિયાઓનાં નામો- કાયિકી, અધિકરણીકી, પ્રાધેષિકી, પારિતાપનીકી, પ્રાણાતિપાતીકી,
Page 141 of 325