________________
મનની ચેષ્ટાથી ઉત્પન્ન થયેલ મનાશ્રવ કહેવાય છે. ચોમોને આશ્રવ શાથી કહેવાય છે ?
જીવ અને અજીવ તત્ત્વ પછી આશ્રવ તત્ત્વ આવે છે. આત્માનો મનોયોગ, વચનયોગ અને કાયયોગ કર્મોને પેદા કરે છે, એ કારણે એને આશ્રવ કહેવાય છે. આત્માની શુભાશુભ વિચારની શકિત, એ મનોયોગ છે: આત્માની શુભાશુભ વચનશકિત એ વચનયોગ છે : અને આત્માની કાયિક શકિત એ કાયયોગ છે. શરીરધારી આત્મા મનને લાયક અને વચનને લાયક પુદગલો લઈ મન રૂપે અને વચન રૂપે પરિણામ પમાડી, એના દ્વારા વિચારો કરે છે અને વચનપ્રયોગ કરે છે. શરીરના સમ્બન્ધથી જે જે વીર્યનો ઉપયોગ, તે કાયયોગ છે. મન, વચન અને કાયાના સમ્બન્ધથી આત્માની જે વીર્ય-પરિણતિ, તે કહેવાય છે-મનોયોગ, વચનયોગ અને કાયયોગ. આ ત્રણ યોગો કર્મને ઉત્પન્ન કરે છે, માટે એ ત્રણ યોગોને આશ્રવ કહેવાય છે. જો કે-આત્મા જ આશ્રવનો કર્યા છે, તો પણ યોગોને જ સ્વતંત્ર જેવા વિવક્ષિત કરવાથી યોગોને પણ આશ્રવ કહી શકાય છે. મન-વચન-કાયાના વ્યાપારોને મહા-પુરૂષોએ યોગ શબ્દથી વર્ણવ્યા છે. તલવાર દ્વારા છેદનારો માણસ જ હોય છે, એમ છતાં લોકમાં પણ-તલવાર છેદે છે- એવો પ્રયોગ થાય છે. વચનપ્રયોગ હમેશાં વકતાની બોલવાની ઇચ્છા ઉપર આધાર રાખે છે, અટલે અભિપ્રાય રાખી એનો પ્રયોગ હોય છે, માટે અર્થ પણ અપેક્ષાએજ થાય છે. મન-વચન-કાયાન શ ભાલ પ્રવર્તન
આ મનોયોગ, વચનયોગ અને કાયયોગ શુભ હોય તો શુભ કર્મનો આશ્રવ થાય છે અને એ પુણ્ય કહેવાય છે તથા અશુભ હોય તો અશુભ કર્મનો આશ્રવ થાય છે અને એ જ પાપ કહેવાય છે. આથી એ ત્રણ યોગોની શુભાશુભતાને વિચારવી, એય આવશ્યક છે. જેવું કારણ હોય એવું જ કાર્ય હોય છે. શુભ યોગો એ શુભાશ્રવનાં કારણ છે અને અશુભ યોગો એ અશુભ આશ્રવનાં કારણ છે. આથી હવે એ વિચારવું જોઇએ કે-કયી જાતિના મનોયોગાદિથી શુભનો આશ્રવ થાય છે અને કયો જાતિના મનોયોગાદિથી અશુભનો આશ્રવ થાય છે.
૧- મૈત્રી, મુદિતા, કરૂણા અને ઉપેક્ષા રૂપ ચાર ભાવનાઓથી ભાવિત થયેલું મન, પુણ્યાત્મક કર્મ રૂ૫ શુભ આશ્રવને કરનાર છે, જ્યારે એ જ મન જો ક્રોધાદિ કષાયો અને સ્પર્શ આદિ ઇંદ્રિયોના અર્થોથી આધીન થાય છે, તો તે પાપકર્મ રૂપ અશુભ આશ્રવને કરનાર છે.
૨- જેમાં કોઇ પણ જાતિનો વિતવવાદ નથી, એવા શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલાં વચનો-તેનાથી અવિરૂદ્રપણે વચનનો પ્રયોગ કરવો, એ શુભ કર્મના ઉપાર્જન માટે થાય છે અને પ્રભુપ્રણીત શ્રુતજ્ઞાનથી વિપરીત વચન કે જ મિથ્યા છે, તેનો પ્રયોગ કરવો એ પાપ રૂપ અશુભ કર્મના આશ્રવ માટે થાય છે.
૩- સુગમ એટલે ખરાબ ચેષ્ટાઓથી રહિત કાયોત્સર્ગાદિ અવસ્થામાં નિશ્રેષ્ટ એવા શરીર દ્વારા આત્મા સહેદ્યાદિ શુભ કર્મનો આશ્રવ કરે છે અને નિરન્તર આરમ્ભમાં અને મહારમ્ભમાં યોજાયેલ અને એજ કારણે સ્તુઓના ઘાતક એવા શરીરથી આત્મા અશુભ કર્મ રૂપ આશ્રવને કરે છે.
આ શુભ અને અશુભ આશ્રવના હેતુભૂત વર્ણનમાં ભાવનાઓ આદિ અનેક વસ્તુઓ વિસ્તૃત વિવેચન માગે છે, પણ એ વસ્તુઓનાં વિવેચનો તેને તને સ્થાનેજ કરવામાં રાખવાં એ જ ઠીક છે. અશલ આશ્રવને જ અટકાવો.
એક વાત આ સ્થળે ખાસ યાદ રાખવાની છે અને તે એ છે કે-અશુભ આશ્રવને જ અટકાવવાને
Page 140 of 325