________________
(૧) સચિત્ત શબ્દ- જીવોનાં જે શબ્દો હોય તે. (૨) અચિત્ત શબ્દ- જીવ રહિત યુગલના અવાજના જે શબ્દો થાય તે.
(૩) મિશ્ર શબ્દ- જીવ અને અજીવ બન્નેનાં ભેગા શબ્દોનો જે અવાજ સંભળાય છે. જેમકે કંકણ પહેરેલી સ્ત્રીનો અવાજ અને કંકણનો અવાજ બે ભેગા અવાજો સંભળાય છે.
આ રીતે પાંચ ઇન્દ્રિયોનાં ત્રેવશ વિષયો થાય છે.
આ પાંચે ઇન્દ્રિયોમાંથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી જગતમાં રહેલા કોઇપણ જીવોને એક સાથે એક અંતર્મહર્ત સધી એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે અને લબ્ધિ રૂપે દરેક જીવોને પાંચે ઇન્દ્રિયોનો લયોપશમ ભાવ રહેલો હોય છે આથી દરેક જીવો ઉપયોગને આશ્રયીને એકેન્દ્રિય કહેવાય છે અને લબ્ધિ રૂપે દરેક જીવો પંચેન્દ્રિય કહેવાય છે.
આથી જ જીવોને એક સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ હોય છે તે જીવોને એકેન્દ્રિય જીવો કહેવા. જે જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય આ બે ઇન્દ્રિયો ઉપયોગ રૂપે એક એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે પરાવર્તમાન રૂપે હોય છે તે જીવોને બેઇન્દ્રિય જીવો કહેવાય.
જે જીવોને સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય અને ઘાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયોનો ઉપયોગ અંતર્મુહૂર્ત અંતર્મુહર્ત પરાવર્તમાન રૂપે હોય છે તે જીવોને તે ઇન્દ્રિય કહેવાય. જે જીવોને સ્પર્શના-રસના-ઘાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયોનો એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ઉપયોગ પરાવર્તમાન રૂપે હોય છે એ જીવોને ચઉરીન્દ્રિય કહેવાય અને જે જીવોને સ્પર્શના-રસના-ઘાણ-ચક્ષુ અને શ્રોત પાંચ ઇન્દ્રિયોમાંથી અંતર્મુહૂર્ત અંતર્મુહર્ત પરાવર્તમાન રૂપે થયા કરે તેવી છે શકિત પ્રાપ્ત થાય તે જીવોને પંચેન્દ્રિય જીવો કહેવાય છે.
એકેન્દ્રિય જીવો સ્પશેન્દ્રિયના આઠ વિષયોમાં મુંઝાયેલા સદા માટે હોય છે એ આઠે વિષયો વાળામાંથી જે વિષયોવાળા પુદગલોનો આહાર મળે છે તે વિષયોવાળા પુદગલોથી આત્મામાં રાજીપો એટલે જે પુદગલોનો આહાર ગમે આનંદ આવે તે રાજીપો કહેવાય છે અને જે પુદગલોનો આહાર ન ગમે અંતરમાં ગ્લાનિ પેદા કરે તેનાથી નારાજી પેદા થયા કરે છે. તેવી રીતે રાજીપો નારાજી કરતાં કરતાં પોતાના આત્માની જન્મ મરણ રૂપે પરંપરા વધાર્યા કરે છે.
બેઇન્દ્રિય જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો અને રસનેન્દ્રિયના પાંચ વિષયો સાથે કુલ તેર વિષયોમાંથી કોઇને કોઇ વિષયોમાં રાગાદિ પરિણામ કરતાં કરતાં પોતાનો સંસાર વધારતા જાય છે. પ્રધાનપણે સામાન્ય રીતે જીવોને રસનેન્દ્રિય ઇન્દ્રિય વધારે મળેલી હોવાથી તેનો ઉપયોગ વધારે કરે છે. જેમકે આ જીવને ભૂખ લાગે એટલે આહારની શોધમાં નીકળે તેમાં જે આહાર મલે ત્યાં અટકે અને જીભથી તે આહારને ચાખે. સ્વાદમાં ઠીક લાગે તો ખાય નહીં તો આહારની શોધમાં તેને છોડીને આગળ જાય એકેન્દ્રિયપણામાં સ્પર્શેન્દ્રિયથી આહાર લેતો હતો અહીં શકિત વધી છે માટે રસનેન્દ્રિયથી આહાર કરવામાં ઉપયોગ વધારે કરે છે. આથી કર્મબંધ પણ પચ્ચીશ ઘણો અધિક થાય છે. આ રીતે આ જીવો તેર વિષયોમાંથી પ્રધાનપણે પાંચ રસનેન્દ્રિયના વિષયોમાં મુંઝાતા ફર્યા કરે છે.
તે ઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિયના-૮ રસનેન્દ્રિયનાં-૫ અને ધ્રાણેન્દ્રિયના બે વિષયો થઇને પંદર વિષયો હોય છે. આ જીવો પંદર વિષયોમાં રાગાદિ પરિણામ કરતાં કરતાં એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ઘણો કર્મબંધ કરી ફર્યા કરે છે. આ જીવોને સારા રસવાળા પુદ્ગલો આહાર માટે મળે છતાં સુગંધ કેવી છે તે જાણવા માટે સંઘે અને તે સુગંધ પોતાને અનુકૂળ લાગે તોજ આહાર કરે નહિ તો નહિ આ સ્વભાવ વિશેષ હોય છે.
Page 14 of 325