________________
છે. એમ ૩૦૩ ભેદો હોય છે.
દેવગતિના-૧૯૮ ભેદો તેમાં ૨૫ ભવનપતિ-૨૬ વ્યંતર, ૧૦ જ્યોતિષ અને ૩૮ વૈમાનિના થઇ ૯૯ ભેદો અપર્યાપા-૯૯ પર્યામા થઇ ૧૯૮ થાય છે.
આ રીતે આ ચાર ગતિમાં જીવો જે જે ગતિમાં જાય તે તે ગતિના ક્ષેત્રમાં જેટલું આયુષ્ય હોય ત્યાં સુધીજ રહેવા પામે છે. એ આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી બીજી ગતિમાં જાય છે. એમ દરેક ગતિઓમાં ફરતાં ફરતાં અનંતો કાળ પસાર થયો છે છતાં ય હજી જીવ ઠરીઠામ સ્થિરતા રૂપે કોઇ સ્થાન ને પામ્યા નથી. અહીંથી પણ આયુષ્ય પૂર્ણ થયે જવાનું છે એ નક્કી છે તો એવો કાંઇક પ્રયત્ન કરીએ કે જેથી અશુભ ગતિ રૂપે નરક ગતિ અને તિર્યંચ ગતિમાં જવું ન પડે વિશ્રામ રૂપે દેવગતિમાં જવું પડે તો વિશ્રામ કરી પછી મનુષ્યમાં આવી એવો પુરૂષાર્થ કરીએ કે આત્માને ભટકવાનું બંધ થઇ જાય અન સિધ્ધિ ગતિ નામની પાંચમી ગતિને પ્રાપ્ત કરી ઠરીઠામ થઇએ આ વિચાર રાખી મળેલી મનુષ્યગતિમાં એવી રીતે આરાધના કરીએ કે જેથી જન્મ મરણની પરંપરા નાશ થાય અને એક ગતિમાંથી બીજી ગતિમાં અથડાવા કુટાવાનું બંધ થાય. આજે લગભગ આનું લક્ષ્ય નથીને ? તે પેદા કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
પાંચ પ્રકારના જીવોનું વર્ણન. ગતના સઘળા જીવોનો સમાવેશ પાંચ પ્રકારમાં કરવા માટે જ્ઞાની ભગવંતોએ પાંચ ઇન્દ્રિય રૂપે પાંચ ભેદો જણાવેલા છે. (૧) એકેન્દ્રિય જાતિ રૂપે (૨) બેઇન્દ્રિય જાતિ રૂપે (૩) તે ઇન્દ્રિય જાતિ રૂપે (૪) ચઉરીન્દ્રિય જાતિ રૂપે અને (૫) પંચેન્દ્રિય જાતિ રૂપે જીવો હોય છે.
ઇન્દ્ર એટલે આત્મા (પરમેશ્વર્ય વાનું) તે આત્માએ ઉત્પન્ન કરેલી જે ચીજ તે ઇન્દ્રિયો કહેવાય છે. આત્મા હંમેશા શુધ્ધ ચેતના મય છે પણ સંસારી જીવો અનાદિ કર્મના સંયોગ વાળા હોવાથી, તેનાથી પોતાની શુધ્ધ ચેતના દબાયેલી છે. પ્રગટ થયેલી નથી તથા તે દબાયેલી શુધ્ધ ચેતના જેનાથી દબાયેલી છે તેમાં જીવો રાગાદિ પરિણામ કરતાં કરતાં જીવે છે તેનાથી પોતાનો બાહ્ય જન્મ મરણ રૂપ સંસાર વધતો જાય છે. આ શુધ્ધ ચેતનાને દબાવનાર અશુધ્ધ ચેતનામય ઇન્દ્રિયો પાંચ હોય છે. (૧) સ્પર્શના (૨) રસના (૩) ગંધ (૪) રૂપ અને (૫) શબ્દ. (૧) સ્પર્શેન્દ્રિયથી જીવોને સ્પર્શનો અનુભવ થાય છે. રસનેન્દ્રિયથી જીવોને રસનો એટલે સ્વાદનો અનુભવ થાય છે. ઘાણેન્દ્રિયથી જીવોને ગંધનો અનુભવ થાય છે. ચક્ષુરીન્દ્રિયથી જીવોને રૂપનો અનુભવ થાય છે અને શ્રોતેન્દ્રિયથી જીવોને શબ્દનો અનુભવ થાય છે. આ પાંચે ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો કહેલા છે. તેમાં સ્પર્શેન્દ્રિયના ૮ વિષયો ગુરૂ સ્પર્શ-લઘુ સ્પર્શ-શીત સ્પર્શ-ઉષ્ણ સ્પર્શ-સ્નિગ્ધ એટલે ચીકણો સ્પર્શ-રૂખ એટલે લુખો સ્પર્શ-મૃદુ એટલે કોમળ સ્પર્શ અને કર્કશ એટલે ખરબચડો સ્પર્શ એમ આઠ સ્પર્શ એ આઠ વિષયો ધેવાય. (૨) રસનેન્દ્રિયના પાંચ વિષયો હોય છે.
કડવો રસ-તીખો રસ-તૂરો રસ-ખાટો રસ-મીઠો રસ. આ પાંચ રસવાળા પદાર્થો એ રસનેન્દ્રિયના વિષયો રૂપે કહેવાય છે.
ઘાણેન્દ્રિયના- સુગંધ અને દુર્ગધ એ બે વિષયો છે. (૪) ચક્ષુરીન્દ્રિયના પાંચ વિષયો હોય છે. કાળો વર્ણ-નીલો અથવા લીલો વર્ણ-લાલ વર્ણ-પીળો વર્ણ અને સફેદ વર્ણ. (૫) શ્રોતેન્દ્રિયના ત્રણ વિષયો હોય છે.
Page 13 of 325