________________
છુટવા માટે જેટલી બને એટલી મારાપણાની બુધ્ધિ જે પર પદાર્થોમાં રહેલી છે તે દૂર કરવા અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ તોજ આ અનુભવ કરી શકીશું !
કયા કયા જીવોને કયા કયા વેદોનો ઉદય હોય છે તે જણાવાય છે.
(૧) એકેન્દ્રિય જીવોને એટલે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવોને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરીન્દ્રિય જીવોને અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો અસન્ની પંચેન્દ્રિય મનુષ્યોને નારીના જીવોને તથા લબ્ધિ અપર્યાપા એટલે અપર્યાપ્તા નામ કર્મના ઉદયવાળા સન્ની અપર્યાપા જીવોને નિયમા નપુંસક્વેદનો જ ઉદય હોય છે એટલે એક નપુંસક વેદ જ હોય છે.
(૨) દેવલોકના એટલે વૈમાનિક દેવલોકના ત્રીજા દેવલોકથી બાર દેવલોક સુધીના દશ દેવોના જીવો-બીજો અને ત્રીજો એ બે કિલ્બિલીયા દેવો-નવ લોકાંતિક દેવો-નવ રૈવેયકના દેવો-પાંચ અનુત્તરના દેવો એમ ૧૦ + ૨ + ૯ + ૯ + ૫ = ૩૫ અપર્યાપા દેવો તથા ૩૫ પર્યાપા દેવો થઇને ૭૦ દેવોને વિષે એક પુરૂષ વેદ જ હોય છે. આ દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી.
(૩) પુરૂષવેદ અને સ્ત્રીવેદ આ બન્ને વેદો હોય એવા ૩૦૦ જીવ ભેદો હોય છે.
ભવનપતિનાં-૨૫,વ્યંતરના-૨૬,જ્યોતિષનાં-૧૦, વૈમાનિકના પહેલા બીજા દેવલોના-૨ અને પહેલો કિલ્દીષીયો દેવ એમ કુલ ૬૪ અપર્યાપા દેવો અને ૬૪ પર્યાપા દેવો મલીને ૧૨૮ ભેદ તથા ૩૦ અકર્મભૂમિનાં ગર્ભજ અપર્યાપ્તા અને ૩૦ ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો થઇને ૬૦ ભેદ તથા પ૬ અંતર દ્વીપના ગર્ભજ અપર્યાપા તથા પ૬ ગર્ભજ પર્યાપા મનુષ્યો થઇને ૧૧૨ એમ મનુષ્યોનાં કુલ ૬૦ + ૧૧૨ = ૧૭૨ જીવ ભેદો અને દેવતાના ૧૨૮ = ૩૦૦ જીવ ભેદો થાય છે.
(૪) એક નપુંસક વેદ જ હોય એવા ૧૫૩ જીવો હોય છે. સ્થાવરના-૨૨, વિલેન્દ્રિયના-૬, અસન્ની પંચેન્દ્રિય તિર્યંચના-૧૦, સમુસ્ડિમ મનુષ્યોનાં-૧૦૧ તથા નારકીનાં-૧૪ = ૧૫૩ જીવભેદો થાય
(૫) ત્રણેય વેદો હોય એવા ૪૦ ભેદો હોય છે. પંચેન્દ્રિય તિર્યંચના સત્રી અપર્યાપા તથા સત્રી પર્યામા એમ ૧૦ ભેદ.
પંદર કર્મભૂમિનાં ૧૫ ગર્ભજ અપર્યાપ્તા અને ૧૫ ગર્ભજ પર્યાપ્તા સાથે ૩૦ ભેદ એમ ૧૦ + ૩૦ = ૪૦. આ રીતે કુલ. ૭૦ + ૩૦૦ + ૧૫૩ + ૪૦ = ૫૬૩ જીવ ભેદો થાય છે.
આ રીતે ત્રણ પ્રકા૨ના જીવોનું વર્ણન સમાપ્ત. ચાર પ્રકારના જીવોનું વર્ણન.
જગતમાં રહેલા સઘળા જીવોનો ચાર પ્રકારમાં સમાવેશ થાય છે. (૧) નરક ગતિ (૨) તિર્યંચ ગતિ (૩) મનુષ્ય ગતિ (૪) દેવ ગતિ.
સંસારી સઘળા જીવોનો આ ચારમાં સમાવેશ થાય છે. પ૬૩ જીવ ભેદોની અપેક્ષાયે નરકગતિના ૧૪ ભેદ તિર્યંચગતિના-૪૮ ભેદ. તેમાં સ્થાવરના-૨૨, વિકલૅન્દ્રિયના-૬, પંચેન્દ્રિય તિર્યંચના-૨૦ ભેદો થઈ ૪૮ ભેદો થાય છે.
મનુષ્યગતિના-૩૦૩ ભેદો છે તેમાં અઢી દ્વીપમાં થઇને-૩૦ અકર્મભૂમિ ક્ષેત્રો- ૫૬ અંતર દ્વીપ ક્ષેત્રો અને ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો થઇને ૧૦૧ ક્ષેત્રો થાય છે. તે દરેક ક્ષેત્રોમાં (૧) અસન્ની પંચન્દ્રિય અપર્યાપા મનુષ્યો રૂપે (૨) ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો રૂપે અને (૩) ગર્ભજ પર્યાપા મનુષ્યો રૂપે ભેદો હોય
Page 12 of 325