________________
છે ને ! જેમનું નામ ચોરાશી ચોવીશી સુધી રહેવાનું છે શાથી? બાર-બાર વર્ષ સુધી વેશ્યાને ત્યાં રહીને સુખ ભોગવેલું છે કોશા વેશ્યા પણ કેવી ? આજ્ઞાંકિત. સ્વામીનાથ ! સ્વામીનાથ ! કહેનારી તે છતાંય જ્યાં સાધુપણું લીધું-જ્ઞાનનો અભ્યાસ કરવા માંડ્યો તે અભ્યાસ કરીને એકાગ્ર ચિત્તે સ્વાધ્યાય કરવા માંડ્યો તેમાં તેમના આત્માને જે નિર્વિકારી સુખની અનુભૂતિ પેદા થઇ કે જેના પ્રતાપે પોતાના પ્રત્યે વિકારવાળા સુખની ઇચ્છાવાળી એટલે રાગવાળી કોશા વેશ્યાને આ સુખની અનુભૂતિ કરાવું કે જેથી એ પણ સંસારમાં રખડે નહિ. આજ વિચારથી પોતાને કોશા વેશ્યાને ત્યાં ચોમાસું રહેવા જ્વાની ભાવના થાય છે તેમાં ચોમાસુ નજીક આવતાં શ્રી ભદ્રબાહુ સ્વામીજી પાસે એક મહાત્મા ચાર માસના ચોવીહારા ઉપવાસ કરી સિંહની ગુફા પાસે ચોમાસુ કરવાની આજ્ઞા માગે છે. ગુરૂએ આજ્ઞા આપી. બીજા મહાત્મા સાપના બીલ પાસે ચોમાસુ કરવાની આજ્ઞા માગે છે. તેને પણ આજ્ઞા આપી. ત્રીજા મહાત્મા કુવાના ભારવટીયા ઉપર ચોમાસુ કરવાની આજ્ઞા માગે છે. ગુરૂ ભગવંતે આજ્ઞા આપી ત્યાં શ્રી સ્યુલભદ્રમુનિજી કોશા વેશ્યાને ત્યાં ચોમાસ કરવાની ભાવનાથી ગુરૂ ભગવંત પાસે આજ્ઞા માગે છે અને સાથે કહે છે કે હું ઉપવાસ નહિ કરું પણ કોશા વેશ્યા જે આધાકર્મી આહાર વહોરાવશે તે વાપરીશ તે જ્યાં ઉતરવાની
ગ્યાની વસતિ આપશે ત્યાં ઉતરીશ અને તે જ કાંઇ નૃત્ય વગેરે કરે તે જોઇશ એમ આજ્ઞા માગી છે. ગુરૂ ભગવંતે યોગ્ય જાણી આજ્ઞા આપી છે અને કોશા વેશ્યાને ત્યાં ચોમાસા માટે તે મહાત્મા પધાર્યા છે તે વખતે વેશ્યા ઝખામાં ઉભી છે. મહાત્માને આવતા એ છે. બારણું ખખડાવે છે. વેશ્યા બોલે છે અને કહે છે કે પધારો મને ખબર જ હતી તો ત્યાં રહી શકવાના નથી સ્થૂલભદ્રજી કહે છે કે હું અહીંયા ચોમાસું કરવા ઇચ્છું છું. તું મને જગ્યા આપે તો આવું અને રહું ત્યારે વેશ્યા કહે છે આ બધુ તમારું જ છે પધારો અને સમજીકે આ સંકોચ પામે છે. ધીમે ધીમે સંકોચ ઓછો થશે એમ માની ચિત્રશાળા ખોલી આપી અને કહ્યું આમાં રહો ! એ ચિત્રશાળા પણ એવી હતી કે પાવૈયાને પાનો ચઢે ! અને સ્થૂલભદ્ર મુનિએ કહ્યું કે તારે જે કાંઇ વાતચીત કરવી હોય તો સાડાત્રણ હાથ દૂર રહીને કરવી એ નક્કી કર તો હું રહું ! વેશ્યાએ હા પાડી છે. ત્યાં રહાને ? વિચારો ! જ્ઞાનના સ્વાધ્યાયનું સુખ કેવું ચઢીયાતું લાગ્યું હશે કે જેથી જાતની વેશ્યા-વર્ષાઋતુનો કાળ-એકાંત સ્થળ-આધાકર્મી ગોચરી તેમાં પણ સારા સારા વૈદ્યોની સલાહ લઇને વિકારો પેદા થાય તેવા દ્રવ્યો ગોચરીમાં નાંખીને વહારાવે છે આટલું હોવા છતાં, રાતના ટાઇમે શરીરની મરોડ વગેરે કરીને નાટક કરે છતાંય, વિકારનું એક રૂવાંડું પેદા ન થાય એ કેટલી આશ્ચર્યની વાત છે? શાથી? જ્હોકે નિર્વિકારીપણાનું જે સુખ છે તેનો આંશિક આસ્વાદ પેદા થયેલો છે અને એ સુખ આગળ આ સુખ તુચ્છ રૂપે લાગ્યું છે. આ કાંઇ જ સુખ નથી ઉપરથી દુ:ખ છે એવી પ્રતિતી થયેલ છે આ ક્યારે બને ?
જ્ઞાનને ભણીને પરાવર્તન કરતાં કરતાં તેનું ચિતન મનન કરતાં કરતાં એ નિર્વિકારીપણાના સુખની અનુભૂતિની સાથે સ્થિરતા અને એકાગ્રતા થાય તો જ ને ? અને વેશ્યાએ પણ જ્યારે એ સુખની માંગણી કરી કે આના કરતાં ચઢીયાતું સુખ છે ક્યાં છે ? તેની અનુભૂતિ તમોને થયેલ છે માટે આ પસંદ નથી તો તે ચઢીયાતા સુખની મને પણ અનુભૂતિ કરાવો એમ કહ્યું એટલે તેને પણ એ સુખની અનુભૂતિ કરાવી.
બોલો આટલા વર્ષોથી દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરતાં કરતાં આવા નિર્વિકારીપણાના સુખની અનુભૂતિ માટે આ ભકિત કરવાની છે અને એ સુખની અનુભૂતિ હજી સુધી થતી નથી તેનું કારણ શું ? એ શોધીને તે કારણોને દૂર કરવા માંડીએ તો અત્યારે પણ તે સુખની આંશિક અનુભૂતિ થઇ શકે એવો કાળ અને સામગ્રી આપણી પાસે છે. માટે તેનોજ પ્રયત્ન કરવાનો છે આથી વિકારી એવા વેદના ઉદયથી
Page 11 of 325