________________
એ હું નથી. હું એટલે આત્મા છું. શરીર એ મારૂં નથી. શરીરથી ભિન્ન એવો હું છું. આવું ભેદ જ્ઞાન શરીરથી થાય અને વિકારવાળા સુખથી અવિકારી-નિર્વિકારી સુખની કાંઇક અનુભૂતિ થાય ચઢીયાતું સુખ આજ છે એમ લાગે તો જ આ બની શકે છે ! તો આ ભેદ જ્ઞાનની અને આ સુખની અનુભૂતિ ટકાવવા માટ કેટલો પુરૂષાર્થ કરવો પડે ? એ અપેક્ષાએ આજે આપણો પુરૂષાર્થ ભેદજ્ઞાન સમજ્જા, સમજ્યા પછી તેને સ્થિર કરવાનો કેટલો છે એ વિચારો ! આવો પુરૂષાર્થ કરીને એ આત્માઓ દેવલોક્માં કે નરમાં ઉત્પન્ન થાય છે ત્યાં પણ દેવલોક્માં કે નરકમાં જે જ્ઞાન સાથે લઇને ગયા હોય છે તેનો સ્વાધ્યાય કરતાં કરતાં તે કાળમાં આત્માને સ્થિર કરે છે એટલે કે દેવલોક્માં સુખના પદાર્થોમાં રાગના ઉદયમાં રાગને નિષ્ફળ બનાવે છે. નરના દુ:ખમાં દ્વેષના ઉદયકાળમાં દ્વેષને નિષ્ફળ બનાવે છે. આથી રાગ દ્વેષનો ઉદય હોવા છતાં રાગ દ્વેષના ઉદય રહિત જેવી અવસ્થામાં નિવિકારીપણાના સુખની અનુભૂતિની સ્થિરતામાં કાળ પસાર કરે છે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપણે ઉત્પન્ન થઇ ત્ર્યાશી લાખપૂર્વ વરસ સુધી અવરતિનો ઉદય હોવા છતાં નિવિકારી અવસ્થાના સુખમાં મગ્ન રહીને એ કાળ પસાર કરે છે ગમે તેટલા સુખના સારા પદાર્થો મળેલા હોવા છતાં કોઇપણ પદાર્થમાં તેઓને મારાપણાની બુધ્ધિ હોતી જ નથી અને જ્ઞાનના ઉપયોગમાં મસ્તપણે રહેતા હોવાથી એવી બુધ્ધિ થવા દેતા નથી. સમકીતિ ઇન્દ્ર મહારાજાઓ, સમકીતિ દેવતાઓ ભગવાન પાસે જુદા જુદા રૂપે-રમકડાં રૂપે થઇ થઇને આવે છે કે જેથી ભગવાન મને મારાપણાની બુધ્ધિથી હાથમાં લઇ રમાડે તો અમારો જન્મ ધન્ય બની જાય. તે માટે પડાપડી કરે છે છતાં પણ ભગવાનના આત્માને આ મારૂં છે મને બહુ ગમે છે એવી બુધ્ધિ થતી જ નથી. વિચાર કરો ! નિર્વિકારીપણાના સુખની કેવી અનુભૂતિ થયેલી હશે ? આ વિકારવાળા સુખ કરતાં નિર્વિકારીપણાનું સુખ કેવું ચઢીયાતું લાગ્યું હશે ? આજે એજ નિર્વિકારી આત્માની ભક્તિ કરવા છતાંય હું વિકારના વિચારોથી છૂટી નિવિકારી વિચારના સુખની અનુભૂતિ કરૂં એવી ભાવના પણ થાય છે ? એ માટે તેમની ભક્તિ કરવાની છે એ વિચારણા પણ છે ? અને આવા સુખની અનુભૂતિ મને જલ્દી ક્યારે થાય એ ભાવના પણ આવે છે ? આ ત્યારે જ બને કે જે આત્મા સિવાયના પરપદાર્થો છે તેના પ્રત્યે મારાપણાની બુધ્ધિ છે એજ વિકારવાળા વિચારો છે એ બુધ્ધિ જેટલી ઓછી થાય તેટલા જ વિકારવાળા વિચારો ઘટવા માંડે ! એનાથી આગળ વધીને જુઓ તો એ તીર્થંકરના આત્માઓને ભોગાવલી કર્મો બાકી હોય છતાંય લગ્નની ભાવના રૂપે એક વિચાર પણ આવવા દેતા નથી. અનેક સંબંધીઓ સમજાવે છતાંય તે બાબતમાં જરાય રસ ધરાવતાં નથી ઉપરથી એની વાતો સાંભળતા અંતરમાં એકદમ ગ્લાની પેદા થઇ જાય અને મોઢા ઉપર તેની અસર પણ તરત જ દેખાય કે કેવું દુ:ખ થાય છે. એક માત્ર જ્યારે માતા પિતા તેની વાત કરે તો તેમની સામે એક અક્ષર બોલતા નથી મૌનપણે ઉભા રહે છે અને તેમનું મોઢું તે વખતે સૂર્યાસ્ત થયે જેવો અંધકાર થાય એવું કાળું થઇ જાય છે. આ ઉપરથી વિચારો કે વિકારોના વિચારોના સુખ કરતાં ચઢીયાતા નિવિકારી સુખની કેવી અનુભૂતિ અનુભવતાં હશે ! એક માત્ર ભોગાવલીના ઉદયથી માતા પિતાની આજ્ઞાથી લગ્નની યિા કરવી પડે છે માટે કરે છે. આથી રાગને તેના ઉદયકાળમાં કેવો નિષ્ફળ કરતાં જાય છે એ જૂઓ ! એ અપેક્ષાએ આજે એજ નિર્વિકારીની ભક્તિ કરતાં આપણી સ્થિતિ કેવી છે ? એનો અંશ પણ આપણામાં છે ? એવા અંશના વિચારોની- સ્થિરતાય આવે છ ? એનું કારણ શું વિચારશો ? બાકી તો વેદના ઉદય કાળમાં વિકારોના વિચારો કરી જીવો જ્ન્મ મરણ કરતાં કરતાં ગતમાં ભમ્યા જ કરે છે. આ સ્થિતિ એ પહોંચવાનું છે એવું લક્ષ્ય મજબૂત બનાવવાનું છે !
એવી જ રીતે પાંચમા આરામાં થયેલા શ્રી સ્થૂલભદ્રમુનિજી એમની અવસ્થા પણ વિચારવા જેવી
Page 10 of 325