________________
પરિગ્રહનો સ્વભાવ કેવા પ્રકારનો છે તે જણાવે છે. (૧) અનંત - પરિગ્રહને પાર કરવા માટે કોઇની પાસે કંઇપણ સાધન નથી માટે અનંત છે. (૨) અશરણ - પરિગ્રહ કોઇને પણ શરણ આપવા માટે સમર્થ નથી.
(૩) દુરંત - પૈસો વગેરે વધારવાના રસ્તે જતાં માનવોને જેનું પરિણામ દુરંત = ખતરનાકજ આવે છે. ધનવાનો મૃત્યુના સમયમાં હાયપીટ કરતાં રોગમાં પીડાતા પોતાની ભેગી કરેલી માયાને ટગર ટગર જોતાં જ આંખ બંધ કરી દે છે. અને દુર્ગતિના અતિથિ બને છે.
(૪) અધુવ - પરિગ્રહ સૌને માટે નાશવંત છે. આધિ-વ્યાધિ-અસંતોષ અને અવિશ્વાસને આપનાર છે.
(૫) અનિત્ય - લક્ષ્મીદેવીના પગે ભમરો હોવાથી કયારેય અને કોઇને ત્યાં પણ સ્થિર રહેતી નથી.
(૬) આશાશ્વત - મળેલો કે મેળવેલો પરિગ્રહ કોઇને માટે પણ શાશ્વત એટલેકે જીવનની છેલ્લી ઘડી સુધી ટકી રહેશે તેનો વિશ્વાસ રાખવો તે દીવો લઇને કૂવામાં પડવા જેવું છે.
૫ કર્મ મૂલક - પરિગ્રહ રૂપ મોટા પાપના કારણે પ્રતિ સમયે સાત કર્મોનું બંધન જીવમાત્ર કરી રહ્યો છે. (૧) પરિગ્રહમાં મસ્તાન બની સમ્યજ્ઞાનને મેળવવા માટે ઉદાસીન પ્રમાદી બેપરવા બનતો માણસ જ્ઞાનાવરણીય કર્મને બાંધ્યા વિના રહેતો નથી. (૨) ધનને મેળવવા માટે ચારે દિશામાં ફરતો માનવ ચાલવામાં-ખાવામાં દોડધામ કરવામાં કે બોલવા આદિના વ્યવહારમાં સર્વથા બેદરકાર રહેનારા ઘણાં નાના મોટા જીવોની તથા તેમની ઇન્દ્રિયોનો ઘાત કરશે. શરાબના નશામાં ઉંઘતો રહેશે તેના ફળ સ્વરૂપે દર્શનાવરણીય કર્મને બાંધ્યા વિના રહેશે નહિ. (૩) અહિસા - સંયમ તપને વિષે બેદરકાર રહીને હિસા-દુરાચાર અને ભોગ લાલસામાં ફસાઇને તે અશાતા વેદનીય કર્મને બાંધશે. (૪) પરિગ્રહની અતિ આસક્તિમાં ખાનદાન ધાર્મિક સંસ્કાર કે સભ્ય વ્યવહારનો ત્યાગ કરી દેવાશે તો મિથ્યાત્વ મોહનીય ઉત્કૃષ્ટ સ્થિતિરૂપે બંધાશે. (૫-૬-૭) મોહાંધ અને લોભાં જીવો આઠે પ્રકારના મદસ્થાનોના માલિક બની પર જીવોની હત્યા-તેમની નિદા-પોતાની આપ બડાઇ-બીજાઓના ગુણોની અવહેલના-પોતાના પાપોને છૂપાવવા વગેરે કાર્યો કરવાથી આવતા ભવને માટે ટુંકું આયુષ્ય-અશુભનામકર્મ અને નીચગોત્ર બાંધશે.
કે બીજાઓના ભોગમાં-ઉપભોગમાં-પરાક્રમમાં-લાભમાં અને દાનમાં ઇર્ષાવશ અંતરાય કર્યા વિના તમારાથી રહેવાશે નહિં જે નિકાચીત અંતરાય કર્મનો બંધ કરાવે છે. (૮) અવકરણીય - પરિગ્રહ નિરર્થક પાપો કરાવીને વિના ખાધા-વિના ભોગવ્યા ફોગટ કમનો બંધ કરાવશે જે અવરોધ રૂપ થાય છે. અવકરણીય = અવરોધ. (૯) સ્વ અને પરનો વધ - બંધન અને ચિત્તમાં મલિન ભાવ કરાવનાર પરિગ્રહ છે જે ભૂખ પ્યાસ-ઠંડી-ગરમી-વિયોગ-વૈર-ક્લેશ આદિ દુ:ખોનું ઘર છે.
કુટુંબીઓ-પાડોશીઓ કે બીજાઓનું અપમાન-તિરસ્કાર કરાવનાર પરિગ્રહ છે. કેમકે બીજી બધી ગરમી કરતાં પૈસાની ગરમી ૧૦૮ ડિગ્રીની છે. અથવા દશ બોટલ શરાબ પાન જેટલી મનાય છે. તેથી તેમનું મગજ ચોવીશે ક્લાક ગરમ રહેવા પામે છે.
Page 138 of 325