________________
(૨૨) સંસ્તવ - જેનાથી દુ:ખોની પરંપરાનો ઉદભવ થાય તેવા સહવાસો છોડી દે.
સ્વાર્થ વિના સંબંધ બંધાતો નથી આ પ્રમાણે બાંધેલો સંબંધ અને તેના કારણે જુદા જુદા જીવો સાથેનો હદ વિનાનો થયેલો પરિચય છેવટે તો દુ:ખનું કારણ બને છે.
પરિગ્રહ સાર્થક અને નિરર્થક એમ બે પ્રકારનો હોય છે. નિરર્થક પરિગ્રહ બે કાબુ બનીને ખાનદાની અને ધર્મોને પણ અલવીદા અપાવનાર બનવા પામે છે. જ્યારે સાર્થક પરિગ્રહ અનિવાર્ય હોવાથી આત્મા જાગૃત બને, રાગ-દ્વેષના ગાઢ અંધકારમાં કે સંસારના ખોટા વ્યવહારોમાં ફસાયા વિના તેટલો જ વ્યવસાય કરશે જેનાથી પોતાનો ખર્ચો સુખપૂર્વક નીકળી શકે.
(૨૩) અગુપ્તિ - પરિગ્રહી આત્માની તૃષ્ણાઓ કયારેય મરતી નથી, કાબુમાં આવતી નથી.
(૨૪) આયાસ - ખેદ-મુંઝવણ - કિકર્તવ્ય મૂઢતા અને પરિશ્રમ થાય છે. પરિગ્રહમાં અત્યંત આસકત બનેલો માનવ સંસારના જુઠા વ્યવહારને સાચવવા માટે નાકનું ટેરવું બીજાઓ કરતાં ઉંચું રાખવા માટે ચોવીશે ક્લાક તનતોડ પરિશ્રમ કરે છે. આ રીતે માનસિક-વાચિક, કાયિક ખેદમાં પોતાનું જીવન પસાર કરે છે તેનું મૂળ પરિગ્રહ જ બને છે.
(૨૫) અવિયોગ - પરિગ્રહમાં અતિ આસકત જીવો અવસર આવ્યે સ્ત્રી પુત્રાદિનો વિયોગ સહન કરી શકે છે પરંતુ પોતે ઉપાર્જન કરેલા ધનનો વિયોગ તેના માટે અસહા થાય છે
(૨૬) અમકિત - મુકિત - સંતોષ કે પરિગ્રહ પરિમાણ પણ તેવો સંતોષ કે પરિગ્રહ પરિમાણ ન આવે તે અમુકિત એટલે લોભ કહેવાય છે.
(૨૭) તૃષ્ણા - લોભની દાસી તૃષ્ણા છે પરિગ્રહનો પર્યાય તૃષ્ણા છે. આકાશનો અંત આવી શકશે પણ ક્યારેય તૃષ્ણા (આશા) નો અંત આવતો નથી.
(૨૮) અનર્થક - વિષય કષાયમાં ફસાયેલા જીવોને તેને માટે ગમે તેવા અનર્થો કરવા પડે તો પણ તે અચકાતા નથી સારાંશકે પાપ ભીરૂતા પ્રાપ્ત ન થવા દેવામાં પરિગ્રહ સંજ્ઞા જ મુખ્ય કારણભૂત છે. જે લોભ સાથે ન્ય અને નક સંબંધ ધરાવે છે. લોભના પણ કેટલાય પ્રકારો છે જેમકે - (૧) કોઇને પુત્રનો લોભ છે. (૨) કોઇને વિષય વાસનાનો લોભ છે. (૩) કોઇને મહિલાઓના ટોળામાં બેસવાનો લોભ છે.
કોઇને મિથ્યા પ્રતિષ્ઠાનો લોભ છે. (૫) કોઇને પુસ્તક પાનાનો લોભ છે. (૬) ત્યારે કોઇને ધન વધારવાનો લોભ છે.
લોભના પ્રકારો અનર્થોની પરંપરા સર્જાવે છે.
(૨૯) આસકિત - મનમાં જ્યારે ગંદુ તત્વ કામ કરી રહ્યાં હોય ત્યારે તેને તે તે ગંદા ભાવોના પોષણ માટેની આસકિત વધ્યા વિના રહેવાની નથી અને તે આસકિતઓને પૂર્ણ કરવા માટે પરિગ્રહનો વધારો કર્યા વિના ચાલતું નથી. અને તે વધતાં વિષયોને ભોગવવા માટેની આસકિત-લાલસા-વાસના-ઇચ્છા વગેરે વધ્યા કરે છે. આથી માનવ મનુષ્યભવને સફળ કરવાના માર્ગે જઇ શકતો નથી.
(૩૦) અસંતોષ - સંતોષની પ્રાપ્તિ કદી પેદા થવા ન દે તે. અસંતોષ એ ભયંકર રોગ છે માટે પરિગ્રહના પર્યાયોમાં અસંતોષનો નંબર છેલ્લો છે.
Page 137 of 325