________________
વિક્સ્પો ર્યા પછી પહેલાના આભૂષણો ગળાવી વધારાનું સોનું તેમાં ઉમેરી નવા ઘાટ ઘડાવવા તે સંકર. (૮) એવમાચાર - ધનોપાર્જન જ અમારો આચાર છે એવું તેમના મનમાં વસેલું હોવાથી દ્રવ્યની વૃધ્ધિ કર્યા વિના સંસારમાં કે સમામાં જીવવું નકામું છે એમ માનવું તે.
(૯) પિડે - પરિગ્રહને જ ધર્મ માનીને જીવનયાપન કરનારાઓ ધન ધાન્યથી ઘર ભરપુર રાખવા પ્રયત્ન ર્યા કરે તે પિરું.
(૧૦) દ્રવ્યસાર - પરિગ્રહી આત્મા ભૌતિક્વાદને જ જીવનનો સાર સમજી જીવન પૂર્ણ કરે તે. (૧૧) મહેચ્છા - ઇચ્છા-આશા-તૃષ્ણા આ ત્રણે શબ્દનો અર્થ એક જ છે. આશા, તૃષ્ણાને
વધારતો જાય પણ તેનો ત્યાગ ન કરે તે મહેચ્છા.
(૧૨) પ્રતિબંધ - પર દ્રવ્યોની આસક્તિ જેટલી જોરદાર તેટલો પ્રતિબંધ પરિગ્રહ કહેવાય. (૧૩) લોભાત્મા - લોભ જ આત્મા (સ્વરૂપ) છે જેનો તે લોભાત્મા.
લોભાત્મા વ્યાપાર રોજ્ગારમાં ખુબ ખુબ ફસાઇ ગયા પછી કે મન-વચન-કાયાથી પૂર્ણરૂપે કંટાળી ગયા પછી થોડીવાર માટે સ્મશાન વૈરાગ્ય જેવું લાગે પણ પછી મમતા કે આસકિત સતાવ્યા વિના રહેતી નથી તે લોભાત્મા.
(૧૪) મહાતિ - કોઇને પણ ન કહી શકાય-ન સહિ શકાય તેવા પ્રકારની માનસિક-શારીરિક કે કૌટુમ્બિક પીડાઓ પરિગ્રહવંતને ભોગવવાની અનિચ્છા છતાં તે પીડાઓ અનિવાર્ય રૂપે ભોગવવી જ પડે છે તે. આવા જીવો માટે દ્રવ્યોપાર્જન તથા તેનું રક્ષણ એ મુખ્ય લક્ષ્ય હોય છે.
(૧૫) ઉપકરણ - સાધન. જુદા જુદા પ્રકારની સામગ્રી એકત્ર કરવી તે ઉપકરણ.
(૧૬) સંરક્ષણ - પોતાના શરીર અને કુટુંબને મનગમતા ભોજ્ન, વસ્ત્રો, આભૂષણોની બક્ષીસ દેવા માટે તનતોડ પ્રયત્ન કરવામાં વર્ષો અને જીંદગી પૂર્ણ કરવી તે સંરક્ષણ.
(૧૭) ભાર - ભાર એટલે વન. ગજા ઉપરના પરિગ્રહને મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કરેલાં હિસા આદિના કાર્યો આત્માને વનદાર બનાવી અધોગતિ તરફ લઇ જાય છે.
(૧૮) સંપાતોપાયક - પરિગ્રહને વધારવાની ઇચ્છાથી ગમે તેવા જુઠા પ્રપંચ કાવાદાવા રૂપ પાપોનું ઉત્પાદન કરાવવામાં સમર્થ બને છે. વ્યાપાર દ્વારા વૃધ્ધિ પામતા પરિગ્રહમાં પાપોનો સંપાત (પ્રાપ્તિ) અવશ્ય હોય છે.
(૧૯) ક્લહ કરેંડ - કરંડનો અર્થ કરંડીઓ, પેટી, તિજોરી વગેરે થાય છે. પરિગ્રહીને પોતાના પરિગ્રહના વર્ધન માટે-રક્ષણ માટે પોતાના નાના ભાઇઓ આદિની સાથે ક્લહ, વૈર, વિરોધ આદિ કરવાની ફરજ પડે છે.
(૨૦) પ્રવિસ્તાર - પરિગ્રહધારી ગૃહસ્થ ધનને અનુસારે પ્રવૃત્તિ કરે તે સ્વાભાવિક છે. તેમાં જ્યારે પૂર્વભવનું પુણ્ય સાથીદાર બને ત્યારે લોભ નામના રાક્ષસને ભડકતા વાર લાગતી નથી.
(૨૧) અનર્થ - અથ્ય તે ઇતિ અર્થ. માનવ માત્ર જીંદગીના છેલ્લા શ્વાસ સુધી સુખ-શાંતિ અને સમાધિની સાથોસાથ મળેલી કે મેળવેલી મિલ્કતની આબાદીને જ ઇચ્છતો હોય છે. પરંતુ કેટલાક વ્યવહારો અને વ્યાપારોના કારણે શાંતિ ખોવાઇ જાય-સુખ હજારો માઇલ દૂર જાય અને સમાધિના બદલે મન-વચન-કાયામાં અસમાધિ નામની રાક્ષસી હાજર થઇને રોવડાવે છે રીબાવે છે-છાતીકુટા કરાવે છે અને ઉત્તમ ધાન્યની હાજરી છતાં ભૂખે મારે છે. આવી અનર્થોની પરંપરામાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બને છે અને દુ:ખો ભોગવવા પડે છે તેનું મૂળ પરિગ્રહ છે.
Page 136 of 325