________________
(૫) નિયડિ તથા પત્ત પલ્લવધરો - સ્વાર્થાન્ત, માયાધુ બનીને જુદા જુદા પ્રકારે કરેલા માયા, મૃષાવાદ, છળ, પ્રપંચ, નિકૃતિ અર્થાત્ માયાચારી જ પરિગ્રહરૂપ વૃક્ષનાં પાંદડા છાલ અને અંકુરા છે.
(૬) લ્સ પુષ્પફલ કામભોગા - પરિગ્રહરૂપ વૃક્ષના પુષ્પો અને ફલો કામભાગો છે.
(૭) આયાસ વિસૂરણા કલહ કંપિયગ્ગસિહરા - પરિગ્રહ વધારવાના શોખીનોને શરીર-વચન તથા મનનો પરિશ્રમ ખૂબ જ કરવાનો હોય છે. વિસૂરણા = માનસીક પીડા જેમ પૈસો વધતો જાય-નાંખેલા પાસા સફળ થતાં જાય એટલે કોઇ જોઇ ન જાય લઇ ન જાય-કોઇ ખાઇ જશે તો ? એવી ચિંતાઓથી માનસીક પીડા વધતી જાય છે. કલહ = જીભાજોડી. આવા જીવોને ગમે તેની સાથે કજીયો કરતાં વાર લાગતી નથી. ઇત્યાદિ પ્રસંગોથી પરિગ્રહરૂપી વૃક્ષના અગ્રભાગો સદૈવ કંપતા જ રહેતા હોય છે. વૃક્ષ જેમ સ્થિર નથી તેમ પૈસાવાળાઓ પણ સ્થિર રહેતા નથી અર્થાત જતા જ રહે છે. આથી મોક્ષ માર્ગ ઉપર આવવા માટે તેમનો વધારેલો પરિગ્રહ જ રૂકાવટ કરે છે.
પરિગ્રહના પર્યાયો ૩૦ છે તે આ પ્રમાણે. (૧) પરિગ્રહ - ચારે બાજુથી આત્માને ઘેરાવામાં લઇને મુંઝવી નાંખે ફસાવી મારે અને કર્મની વર્ગણાઓથી ખૂબજ વનદાર બનાવીને દુર્ગતિમાં પટકાવી મારે તે પરિગ્રહ. તે દ્રવ્ય અને ભાવ અથવા બાહા અને અત્યંતર બે ભેદે છે.
બાહા કે દ્રવ્ય પરિગ્રહમાં ખાનપાન, વસ્ત્ર, માન, પશુ, દાસદાસી, પુત્ર પરિવારનો સમાવેશ થાય. અત્યંતર કે ભાવ પરિગ્રહ - ૧૪ પ્રકાર છે. જે કર્મજન્ય પણ છે અને કર્મજનક પણ છે. મિથ્યાત્વ-ત્રણવદ-૪ કષાય અને હાસ્યાદિ ૬ રૂપે આત્યંતર પરિગ્રહ કહેવાય.
ત્રણવેદ - આઠે કર્મમાં અત્યંત સશકત મોહકર્મ અંતર્ગત વેદકર્મ છે. મિથ્યાત્વ - જે આત્માનો ગુણ નથી પણ વિભાવદશારૂપ પર્યાય છે.
હાસ્યાદિ-૬ - ઘણાં માણસો ભદ્રિક, સરળ, સાત્વિક, ધાર્મિક અનુષ્ઠાનોમાં શ્રધ્ધાવંત હોવા છતાં પણ તેમના જીવનમાં ગુપ્તપણે રહેલી મશ્કરી (હાસ્ય)ની આદત એટલી જબરજસ્ત હોય છે કે જેના પાપે કે અભિશાપે આખા સમાને ક્લેશ-કંકાસની હોળીની લક્ષીસ દેનારી બની જાય છે પોતાના અંગત સ્વાર્થના કારણે ન કરવાની મીઠી મશ્કરી કરવાની આદત તેમનામાં અજોડ હોય છે માટે આવી આદતવાળા માનવો બહારથી ઉજળા હોવા છતાં આંતર પરિગ્રહના માલિક બને છે.
(૨) સંચય - ધન ધાન્યાદિ રાશિઓનું સમુહીકરણ કરવું તે સંચય.
(૩) ચય - સંગ્રહ શીલતા. ઘણાં માનવોને પરિગ્રહ સંજ્ઞાના કારણે એવો સ્વભાવ હોય છે કે સંઘર્યો સાપ કામ આવશે. આથી સંગ્રહશીલતા છોડી શકતા નથી તે ચય
(૪) ઉપચય - પુણ્ય પાપની તરતમતાના કારણે ધીમે ધીમે કે જલ્દી શ્રીમંત બની પરિગ્રહ વૃધ્ધિ કરવાની ભાવનાઓ થયા કરે તે.
(૫) નિધાન - પોતાનું માનેલું ધન-આભૂષણ આદિ કોઇ ચોરી ન જાય તે માટે જમીનમાં દાટી દેવાની પ્રવૃત્તિ કરવાની ભાવના તે નિધાન.
(૬) સંભાર - કોઠાર વગેરેમાં ભરી રાખેલા અનાજ-આભૂષણો આદિ વધારતો જાય અને બીજી કઇ રીતે તેની વ્યવસ્થા કરવી પણ ઘરમાં કોઇને આપવાની ઇચ્છા થાય નહિ અને આર્તધ્યાનમાં રહ્યા કરે. સારાંશ કે બગડી જતાં ફેંકી દે પણ કોઇને આપે નહિ તે સંભાર.
(૭) સંકર - વ્યાપારાદિમાં વધેલું સુવર્ણ, ચાંદી આદિ કયાં મુકવા ? તે માટે હજારો સંકલ્પો
Page 135 of 325