________________
દ્રશ્યમાન પદાર્થનો પરિહાર કરે છે. અને અવિદ્યમાનનો સ્વીકાર કરે છે. જેમકે સ્ત્રીનું શરીર, હાડ, માંસ, લોહી, વિષ્ટા અને મૂત્રથી પરિપૂર્ણ છે તો પણ રાગાંધ પાતાની માની લીધેલી પ્રિયતમાના શરીરના અંગોપાંગના સ્પર્શમાં સ્વર્ગીય સુખની કલ્પના કરે છે.
(૧૦) મન:સંક્ષોભ - માનસિક જીવનની ચંચળતા વ્યગ્રતા વિહળતા અને ઉગતાનું મુખ્ય કારણ કામન્ય સંસ્કારો છે. જ્યારે બ્રહ્મની આરાધના પૂર્વભવની સારી હશે તો તેનું માનસિક જીવન સંયમના દોરડાથી બંધાયેલું હોવાથી ચંચળતાને બદલે સ્થિરતા-વ્યગ્રતાને બદલે ધીરતા- વિહવળતાને બદલે સમચિત્તતા અને ઉદવેગતાને બદલે ગંભીરતામય હશે માટે મન:સંક્ષોભ કામનો ઉત્પાદક અને ઉત્પાદ્ય પણ કહેવાય છે. માનવતાનો પાકો દુશ્મન કામ છે.
(૧૧) અનિગ્રહ - સમ્યકચારિત્ર અને જ્ઞાનથી અનિયંત્રિત ઇન્દ્રિયો અને મનનો સ્વામી ગમે ત્યારે કામદેવનો ગુલામ બન્યા વિના રહેતો નથી.
(૧૨) વિગ્રહ - વિગ્રહનો અર્થ, ક્લેશ, કંકાસ કામદેવના ગુલામોના ભાગ્યમાં હોય છે.
(૧૩) વિઘાત - વિઘાતનો અર્થ નાશ થાય છે. ગુણઉપાર્જન કરેલ હોય તે કામદેવના નશાના કારણે નાશ પામે છે. લજ્જાને ગુણની માતા કહી છે જ્યારે વિષયવાસના ગુણોને નાશ કરનારી જીવતી ડાકણ કરતાં પણ વધારે ખરાબ છે. માટે વિષયાસકત માનવની ચતુરાઇ આદિ નાશ પામે છે.
(૧૪) વિભંગ - પૂર્વભવની આરાધનાના બળે સોપશમ ભાવ પ્રાપ્ત કરી ગુણોને વિકસાવવા ને બદલે કામુકી ભાવનાના કારણે-પ્રસાદના કારણે આરાધનામાં મંદતા આવતી ગઇ, પ્રમાદ આલસ બેદરકારી વધતી ગઇ અને પરિણામે વિરાધક ભાવ વધે તે. વિભંગ.
(૧૫) વિભ્રમ - આચાર-વિચાર અને ઉચ્ચાર ભ્રષ્ટ થયેલા માનવોના સહવાસથી બુધ્ધિ-શ્રધ્ધા અને ઉત્સાહમાં ભ્રમનો પ્રાદુર્ભાવ થાય છે પરિણામે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. ગંદા તત્વોને અને પાપ ભાવનાઓને અપનાવે છે. આનાથી તામસિક અને રાજસિક ભાવનું જોર વધતું જાય છે. માટે જ ગીતામાં કહેવાયું છે કે- કામ-એષક્રોધ-એષરજોગુણ સમુદ્ભવ:| મહાશનો મહાપાખા વિધ્ધિ એનં હિ વૈરિણમ્
(૧૬) અધમ - અચારિત્રરૂપત્થાત્ - અધર્મ (મૈથુન) પાપોની ખાણ છે અધર્મ છે અને ચારિત્રધર્મને દેશવટો દેનાર છે. જ્યારે જીવ પોતાના આત્માના શુભ પરિણામોમાં સ્થિત થાય તે ધર્મ છે. સધર્મનું આચરણ કરે તે ધાર્મિક છે.
૧૭) અશીલતા - ચારિત્ર વર્જીતવાત્ - સમ્યક્યારિત્રનાં સંસ્કારો જેનાથી ચલાયમાન થાય-ચાલ્યા જાય અથવા મંદ પડતા જાય તેમાં અશીલતા જ કારણભૂત છે.
(૧૮) ગ્રામધમ - કામુક માણસ પોતાની ગંદી ભાવનાને પૂર્ણ કરવા માટે નીચ જાતિના માનવો જેવા પ્રયત્નો અને સહવાસ કરીને પોતાનું જીવન પૂર્ણ કરે છે.
(૧૯) રતિ - જે સમયની મર્યાદામાં કામદેવની મસ્તી જાગે છે અને તેનાથી શરીરની ભૂખ પૂર્ણ કરે તે અબ્રહ્મની પૂર્ણાહૂતિ છે.
(૨૦) રાગ - રયત ઇતિ રાગ: - ઇન્દ્રિયાણામ્ મનસ% રજઝનમિતિ રાગ:I
જે અબ્રહ્મના સેવનથી-ચિંતનથી-દર્શનથી-આલાપથી કે સંસર્ગથી ઇન્દ્રિયોને તથા મનને સજાતીય કે વિજાતીય વ્યકિતનું સેવન, ચિંતન, દર્શન, આલાપ કે સંસર્ગ ગમે તે રાગ છે. અને ઇન્દ્રિયોનો તથા મનનો જે ગુલામ હોય તેવો આત્મા રાગમય બનીન તેમના નચાવ્ય નાચે તેમાં રાગનું કારણ છે
Page 132 of 325