________________
મોહકર્મનો મોટો પુત્ર રાગ છે.
(૨૧) કામ ભોગ માર: - ઇન્દ્રિયોના વિષયોને કામભોગ કહેવાય છે. તેમાં શબ્દ અને રૂ૫ એ કામ છે. તથા રસ-સ્પર્શ અને ગંધ એ ભોગ છે.
કાન અને આંખ ઇન્દ્રિય અપ્રાપ્યકારી હોવાથી સ્ત્રીના શબ્દ જ કાને અથડાય છે તેમ તેનું રૂપ દૂર રહેલી આંખ ગ્રહણ કરે છે. પણ સ્ત્રી પોતે કામીના કાનમાં કે આંખમાં પ્રવેશ કરતી નથી. જ્યારે સ્ત્રીનો સંસર્ગ થતાં જ તેના સ્પર્શ-રસ અને ગંધને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય ભોગવે છે. માટે આ ત્રણેને ભોગ કહેવાય છે. આમાં કામ કારણભૂત છે અને ભોગ કર્યા છે. તે બન્નેમાંથી કામવાસનાનો જન્મ થાય છે તેને માર કામદેવ કહેવાય છે. આ કારણે જ કામભોગ મારને અબ્રહ્મનો પર્યાય કહ્યો છે અથવા મારનો અર્થ ટીકાકારે મરણ પણ કર્યો હોવાથી કામભોગોનું સેવન આત્માને મારે છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરાવીને દુર્ગતિમાં નાંખે છે. જીવાત્માને રોવડાવવાનું-લમણે હાથ દઇ બેસાડવાનું કામ ભોગ વિલાસોનું
(૨૨) વૈરં-વૈર હેતુત્વાન્ - પ્રચ્છન્નપણે કામુકી ભાવના વૈર ભાવ પેદા કરે છે.
(૨૩) રહસ્ય-રહસ-ભવે રહસ્ય - મૈથુન કાર્ય સર્વથા એકાંત અને અંધારામાં કરાતું હોવાથી તેને રહસ્ય કહેવામાં આવ્યું છે.
(૨૪) ગાં-ગોપનીયતાત - મૈથુન યિા ગોપનીય હોવાથી ગુહા છે.
(૨૫) બહુમત-બહનાં મહત્વાતુ - મોહમાયાના માર્યા મિથ્યાદ્રષ્ટિ જીવો મૈથુન કર્મને માને અને આચરે તેથી તે બહુમત કહેવાય છે.
(૨૬) બ્રહ્મચર્ય વિબ - બ્રહ્મચર્યનો નિયમ લીધા બાદ મૈથુન કર્મના સંસ્કારો ટક્વા દેતા ન હોવાથી લીધેલા વ્રતમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને છેવટે અનાચારમાં તાણી જાય છે.
(૨૭) આપત્તિ (વ્યાપતિ) - સારા સહવાસમાં રહેવા છતાં મનને તોફાને ચડાવનાર પાપ છે. (૨૮) વિરાધના - વાતે વાતે સારા કાર્યોમા વિરાધના કરાવે. (૨૯) પ્રસંગ - મન-બુધ્ધિ અને આત્માને કામભોગો તરફ આકર્ષણ કરાવે છે. (૩૦) કામગુણ - કામદેવનું કાર્ય હોવાથી અબ્રહ્મનો પર્યાય સાર્થક બને છે. વેદકર્મ અતિનિકાચિત, અલ્પનિકાચિત અને અનિકાચિત એમ ત્રણ ભેજવાળું હોય છે. (૧) અતિનિકાચિત - વેદના ઉદયવાળાને જુવાન વય મલતાંજ વેદ ભડકતો જાય છે.
(૨) અલ્પનિકાચિત - વેદના ઉદયવાળા ગૃહસ્થાશ્રમમાં રહે છે તે પણ ભોગ વિલાસોમાં મર્યાદાવાળા સારી સંતતિ પ્રાપ્ત કરવાની તમન્નાવાળા તથા દાન-શીલ-તપ કરવાવાળા અને સાત્વિક ભાવનામાં પણ તેને મસ્તી રહેશે.
(૩) અનિકાચિત - પૂર્વભવમાં સત્કર્મોના સેવનથી મનુષ્યપણામાં બ્રહ્મચર્ય ધર્મ પ્રત્યે રાગવાળા હોવાથી મૈથુન કર્મને પાપ સમજશે અને માનશે.
પૂર્વભવમાં બાંધેલ વેદકર્મની અતિ તીવ્રતાના પ્રતાપે તેવા જીવોની મૈથુન સંજ્ઞા અત્યંત બલવાન હોવાથી શરીર-મન અને ઇન્દ્રિયો પણ સર્વથા બેકાબુ બને છે. અહીં સંજ્ઞા શબ્દનો અર્થ વાસના કરવાનો રહેશે કારણકે પૂર્વભવમાં જેવા આશયથી પાપકર્મની કે પુણ્યકર્મની વાસનામાં પોતાનું શરીર છોડનાર જીવ બીજા ભવે પણ તેવી જ વાસનાવાળો બને છે આ પ્રમાણે પૂર્વભવની અતિ બળવતી વાસનાને સહાય કરનાર શરીર છે શરીર એ પરિગ્રહ છે. માટે મૈથુન સંજ્ઞાનો સાચો સહાયક પરિગ્રહ છે.
Page 133 of 325