________________
(૪) મૂચ્છા-મોથવો, અતિશય વીર્યના નાશના કારણે માથાની ગ્રંથિઓ શીથીલ થઇ જાય જેનાથી સારા કે નઠારા પદાર્થો પ્રત્યે મોહની માયા પેદા થાય.
(૫) ભૂમિ-અમુક કામ મેં કર્યું ? ના કર્યું ? ખાધું ? ન ખાધું ? ઇત્યાદિ સ્મરણ શક્તિ ઓછી થતી
જાય.
(૬) ગ્લાનિ-કમર-સાથળ-પગની પિંડીઓ શિથીલ થતી જાય દુ:ખાવો પેદા થયા જ કરે. (૭) બળક્ષય-મેવા, મિષ્ટાન ખાવા છતાં શક્તિ વધે નહિ પરિણામે ચાલવું, બેસવું આદિ ક્રિયાઓ મડદાલ બની જાય.
તે ઉપરાંત ક્ષય, ભગંદર, દમ, બ્લડપ્રેશર, ડાયાબીટીશ, અસાધ્ય બિમારીઓ સંધીવા, લક્વા આદિ રોગો લાગુ પડતાં વાર લાગતી નથી.
વધ-બંધન અને અપયશ આદિને દેનાર મૈથુન નામનું પાપ છે.
મૈથુનની સ્પષ્ટતાવાળા તેનાં ૩૦ પર્યાયોનું વર્ણન :
(૧) અબ્રહ્મ-આત્મા-પરમાત્મા-તપ અને આગમ બ્રહ્મથી વાચ્ય બને છે. અબ્રહ્મના કારણે ચારેમાં પ્રવેશ થતો નથી તેમાં મુખ્ય કારણ મૈથુન છે. બ્રહ્મ વિનાનો આત્મા પૌદ્ગલિક પદાર્થોમાં રચ્યો પચ્યો રહેશે. વિષયી આત્માની ઇન્દ્રિયો સદૈવ ચંચળ હોવાથી જ્ડ ઇન્દ્રિયોને જડ પદાર્થ તરફ પ્રસ્થાન કરવામાં વાર લાગતી નથી માટેજ અબ્રહ્મ કામનો પર્યાય બને છે.
(૨) મૈથુન - યુગલ ભેગા મળીને બંનેનું પુણ્યઘાતક કર્મ તે મૈથુન કહેવાય. જે અધ્યવસાયોથી કે સંમિલનથી પુરૂષનું વીર્ય અને સ્ત્રીનું રજ ચલાયમાન થાય-પતિત થાય તે મૈથુન કહેવાય. અથવા અપ્રાકૃતિક = હાથ. રબ્બર કે પ્લાસ્ટિક સાધનોથી થાય તે મૈથુન.
(૩) ચરંત - ચર્ધાતુ ખાવાના અર્થમાં લઇએ તો આત્મામાં રહેલા ક્માવેલા ચારિત્રાદિ ગુણોને ખાઇજાય-બાળીનાંખે તે ચરત્ મૈથુનનો પર્યાય સાર્થક બને છે.
(૪) સંસર્ગી - સ્ત્રી અને પુરૂષનો સંસર્ગ-સહચાર-સંમીલન અને તેમાંથી ઉત્પન્ન થયેલા કામના સંસ્કારોને લઇને માનવનું મન કામદેવના ઝુલણામાં કેવા કેવા હિચકા ખાય સંકેતનો સમય થયો છે માટે આવવી જોઇએ આ પ્રમાણે તેની સ્મૃતિ થતાં સાધક વિહવળ થાય છે ઇત્યાદિ વિચારો.
(૫) સેવનાધિકારી - ચોરી-બદમાશી-જુગાર-શરાબપાન-વેશ્યાગમન આદિ પાપ કાર્યોમાં પ્રેરિત કરનાર મૈથુનન્ય સંસ્કારો છે.
(૬) સંલ્પ - જેમનું મન ગંદુ અને અધાર્મિક હશે સ્વાર્થાન્ધ-મોહાન્ધ-લોભાન્ધ હશે તેમના જીવનમાં સમુદ્રના તરંગોની જેમ સંક્લ્પોની પરંપરા તોફાન મચાવતી હોય છે તેમાં કામુકતા જ કામ કરતી હોય છે.
(૭) બાધના પદાનાં - સંયમ આત્માનો શક્તિ સંપન્ન ગુણ હોવાથી તેમાં બાધા પહોંચાડનાર હૈયાના ખૂણામાં ભરાયેલો કામદેવ છે.
(૮) દર્પ - શરીરની મોહકતા અને માદકતા દ્વારા ઉત્પન્ન થયેલી દેહની દક્ષતાને દર્પ હેવાય. અથવા મદમાતું શરીર કામવાસનાનું જ્યપણ છે અને નકપણ છે. માટે જ દેહદક્ષતા મૈથુનનો સાર્થક પર્યાય છે.
(૯) મોહ-મોહન - પૂર્વભવના નિકાચીત વેદર્મરૂપ મોહકર્મના ઉદયથી અથવા જ્ઞાનાવરણીય કર્મની તીવ્રતાથી-અજ્ઞાન-વિપરીત જ્ઞાન અને ભ્રમ જ્ઞાનની ઉત્પત્તિ થતાં રાગાંધ માણસ વિદ્યમાન અને
Page 131 of 325