________________
સિવાય સૌને માટે કઠિન છે. (૩) પાશ - બંધન. મજબૂત દોરડાથી બંધાઇ ગયા પછી જીવ તેમાંથી બહાર આવી શકતો નથી તેવી રીતે મૈથુન કર્મની લાલસા પણ જીવાત્માને માટે મહાભયંકર બંધન સ્વરૂપ છે. જાણતાં કે અજાણતાં-દુષ્ટ બુધ્ધિથી કે સરળ બુધ્ધિથી-ઇચ્છાથી કે અનિચ્છાથી મૈથુન કર્મના માર્ગે પગ મંડાઇ જતાં વાર લાગતી નથી પણ તેને છોડવામાં ભવોના ભવો બગડ્યા વિના રહેતા નથી.
જાળમાં પશુ, પંખીઓને ફસાઇ જતાં વાર લાગતી નથી તેવી રીતે પાંચ ઇન્દ્રિયોની ગુલામીવશ સંસારની રંગીલી માયામાં ફસાઇને પોતાનું જીવન ધૂળધાણી કરે છે. આઠે પ્રકારના મૈથન અભિલાષમાં મૂળ કારણ વેદકર્મ છે જેનાથી અનંત શકિત સંપન્ન આત્મામાં ચંચળતા-મૂઢતા-વ્યામોહતા ઉપરાંત પુરૂષને સ્ત્રીનું અને સ્ત્રીને પુરૂષનું આકર્ષણ થાય તે વેદકર્મનું કાર્ય છે.
જ્યાં સુધી જીવનના કોઇ અણુમાં પણ મૈથન કર્મના સંસ્કાર વિદ્યમાન હોય ત્યાં સુધી તેના ન્મ-મરણ મટવાના નથી.
જન્મ - જેટલા અંશોમાં ત્યાગ ભાવપૂર્વક મૈથુન કર્મનો ત્યાગ કરાશે તેટલા અંશમાં તે ભાગ્યશાળીન મગજ ઠંડું, આંખોમાં નિવિકારતા, દિલમાં દયા-પ્રેમ અને સમતાનો પ્રવેશ થશે અને ધર્મની પ્રાપ્તિ થશે અને જન્મ કરવાના ઓછા થશે.
મરણ - નરકના નારકને મરવાનું ગમતું નથી કારણકે બીજા નારકો સાથેની મારફાડ કરવાની માયાને છોડી શકાતી નથી. યદ્યપિ તે પાપજ છે અને મહાભયંકર વેદના છે તો પણ પાપનો-પાપ ભાવનાનો-વૈર વિરોધનો તથા મરવા તથા મારવાના વિચારોનો ત્યાગ અતીવ દુષ્કર છે. વિષ્ટાનો કીડો પણ વિષ્ટામાંથી છૂટો થવા માગતો નથી તો પછી મારવાનું શા માટે પસંદ કરે ? અને જ્યારે અત્યંત દુ:ખીયારા જીવો પણ વિના મોતે મરવા માગતા નથી. મૈથુન કર્મમાં ગળાડૂબ થયેલાઓ શરીરની શકિતને વધારવાના ખ્યાલોમાં પરજીવોની હત્યા કરીને-કરાવીને હિસામાં કારણભૂત બને છે. જન્મવા કરતાં મરવું વધારે કષ્ટદાયી હોય છે. એક ઝાટકે મારવાવાળાઓ કરતાં બીજાઓને દુ:ખી બનાવી રીબાતા રીબાતા મારવા એ મહાપાપ છે. સામેવાળાની કે પાડોશીની માલમિલકત ઉપર નજર બગાડીને માયાજાળમાં ફસાવીને તેને તેવી રીતે પાયમાલ કરવો જેથી તેના બાળ બચ્ચાઓને તથા તેમની પત્નીઓને ભૂખે મરવાના દિવસો જોવા પડે. તેથી જ આવા જીવોનું વારંવાર મૃત્યુ થાય છે.
રોગ - રોગગ્રસ્ત માનવના જીવનમાં પૂર્વભવોની અશાતા વેદનીયનાં ઉદયનો વિચાર કરવો. સમયે સમયે સાતકર્મો એક સાથે બંધાય છે તેમાં મોહકર્મ, માયાકર્મ, વેદકર્મ તેમ જ્ઞાનાવરણીય આદિ કર્મો નિમિત્તોથી બંધાયા કરે છે.
પુરૂષ તથા સ્ત્રીની વીર્ય તથા રજશકિત મર્યાદાથી વધારે પ્રમાણમાં ખર્ચાઇ જવાના કારણે એક પછી એક સુસાધ્ય-કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગો અશાતા વેદનીયથી પેદા થાય છે તેનાથી પીડાતો-રીવાતો અને દયનીય દશા ભોગવતો મનુષ્ય જન્મ બરબાદ કરે છે.
પુરૂષ અને સ્ત્રીના શરીરમાં રહેલ વીર્ય તથા રજને પાટડા તુલ્ય મનાયા છે. તેનો પ્રાકૃતિક કે અપ્રાકૃતિક મૈથુન દ્વારા વધારે પડતો દુરુપયોગ નીચેના રોગોને આમંત્રણ આપે છે.
(૧) કંપ-હાથ-પગ-મસ્તક અને શરીરના બીજા ભાગમાં વગર કારણે ધુજારી આપવી તે. (૨) સ્વેદ-શ્રમ વિના પણ સીમાનીત પરસેવો થવો. (૩) શ્રમ-મામુલી કામ કરતાં કે કોઇ સમયે કામ ન કરતાં પણ થકાવટ લાગવી.
Page 130 of 325