________________
(૧૫) પદ્મ - ચોરને હાથ પગ ધોવા માટે ગરમ પાણી, સાબુ વગેરે આપવું તે. (૧૬) અગ્નિદાન - ભોજન બનાવવા માટે અગ્નિ, ગેસ આપવા તે. (૧૭) ઉદક કાન - આવવાના હોય ત્યારે પાણી આદિની વ્યવસ્થા કરવી તે.
(૧૮) અને ચોરીને લાવેલા માલને મેડા ઉપર મુકાવવા માટે દોરડા આપવા તે. મૈથન આશ્રવ અવ્રતનું વર્ણન :
સતિ વેદોદય ઔદારિક વૈકીય શરીર સંયોગાદિ જન્યાશ્રયોગઅબ્રહ્માશ્રવ: વેદોદયથી ઔદારિક-વૈક્રીય શરીરના સંયોગાદિથી ન્યાશ્રવ અબ્રાહ્માશ્રવ કહેવાય છે.
(૧) કુમારી કન્યા સહપાઠિની કે શિષ્યાના પિતાની આજ્ઞા મેળવ્યા વિના તેઓની સાથે મનમેલા કરવાથી સ્વામિઅદત્ત નામની ચોરીનો દોષ લાગે.
(૨) તેમની ઇચ્છા વિના તેમના પર બળાત્કાર કરનારને જીવ અદત્ત લાગે.
(૩) ગુરૂ કે શિક્ષકની આજ્ઞા મેળવ્યા વિના સહપાઠની કે વિદ્યાર્થીનીના મનના ચોરનારને ગુરૂઅદત્ત.
(૪) શબ્દ, રસ, ગંધ રૂપ અને સ્પર્શ પાંચે ઇન્દ્રિયોના ભોગોમાં મશગુલ બનવાવાળાને તીર્થકર અદત્ત. (૧) મૈથુનનું સ્વરૂપ શું છે?
તેના પર્યાય વાચી શબ્દ કેટલા ?
તેનું સેવન ક્યારે કરાય? (૪) તે કર્મનું ફળ શું? અને
તેનું આચરણ કરનાર કોણ કોણ ?
અબ્રહ્મ આશ્રવને અકુશળ અધર્મ અને પાપજનક કહ્યાં છે. એ મન-વચન અને કાયાને બુધ્ધિ-વિવેક અને સવૃત્તિની કુશળતાને બગાડનાર લેવાથી પાપ બંધક છે. રાગ અને દ્વેષ વિના મૈથુન કર્મ કરાતું નથી. સ્પર્શન-આલિગન અને ચુંબન આદિમાં રાગ રહેલો છે. અને મૈથુનની ક્રિયામાં ઠેષ રહેલો છે. કારણકે લાખો જીવોનો મારક-ઘાતક અને પીડક બને છે.
વિશિષ્ટ પુણ્ય કર્મોના કારણે દેવો પાસે ભૌતિક સુખો મનુષ્યોથી પણ વધારે છે તેમ દેવો કરતાં મનુષ્યો પાસે આત્મિક વિકાસ વધારે છે તો પણ મૈથુન કર્મનો સૂક્ષ્મ કે બાદર અભિલાષ તેમને આગળ વધવા દેવામાં જબરસ્ત અંતરાય કરનારો છે. અર્થાત્ દેવોના પુણ્યો અને મનુષ્યોના ગુણોને સમાપ્ત કરવામાં વિષયવાસનાની લાલસા જ મુખ્ય કારણ છે.
પંક-પનક-પાશ અને જાળની ઉપમાવાળું મૈથુન કર્મ છે. (૧) પંક - એટલે મહાન કર્દમ - કાદવમાં ચાલવાવાળા માનવો ગમે તેટલા સાવધાન હશે તો પણ પ્રમાદ વશ પગ લપસી પડતાં શરીર અને વસ્ત્રો બગડ્યા વિના રહેતા નથી કદાચ કાદવમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ પ્રમાણે મૈથુન કર્મમાં ફસાઇ જતાં વાર લાગતી નથી પણ તેમાંથી છૂટકારો મેળવવો કષ્ટસાધ્ય કે અસાધ્ય છે. આત્માને-બુધ્ધિને-જ્ઞાન વિજ્ઞાનને તથા ખાનદાનને કલંકિત કરનાર છે. સત્કર્મ તથા પુણ્ય પવિત્ર માર્ગ પર આવતા જીવાત્માને સદૈવ અવરોધ કરનાર આ પાપ છે. (૨) પનક - પાણીમાં થતી સેવાળમાં કદાચ ફસાઈ ગયા હોઇએ તો તેમાંથી પણ છૂટકારો મેળવવામાં સરળતા નથી તેવી રીતે મૈથુન પાપ પણ સેવાળ જવું હોવાથી તેમાંથી બહાર નીકળવામાં અપવાદ
Page 129 of 325