________________
અદત્તાદાન-દત્ત = આપેલું અને અદત્ત = નહિ આપેલું.
નાની કે માટી, સચિત્ત કે અચિત્ત, વસ્તુનો માલિક જે હોય તેની રજા સિવાય, પૂછયા સિવાય કે તેને અંધારામાં રાખીને લઇ લેવી તે અદત્તાદાન.
વસ્ત્ર-આભૂષણ-પુસ્તક-મકાન-મકાનની જમીન-ખેતર-સ્ત્રી કે પુત્રી (ન્યા-વિધવા-સધવા) વગેરેના માલિકે નહિ આપેલી હોય તેને છેતરપિંડીથી વિશ્વાસઘાતથી ગ્રહણ કરવું પચાવી લેવું તે અદત્તાદાન. તેના ચાર પ્રકાર છે.
(૧) તીર્થકર અદત્ત (૨) ગુરૂ અદત્ત (૩) સ્વામી અદત્ત (૪) જીવ અદત્ત
(૧) તીર્થકર અદત્ત - જે વ્યવહારમાં વ્યાપારમાં ખાવામાં કે રહેણી કરણીમાં તીર્થકર પરમાત્માઓની આજ્ઞા ન હોય તેવા કાર્યો કરવામાં તીર્થકર અદત્ત લાગે.
(૨) ગુરૂ અદત્ત - પંચ મહાવ્રતધારી ગુરૂઓની જેમાં આજ્ઞા નથી અથવા જે કામ કરવામાં જેનો નિષેધ હોય તેવા કાર્યો કરવા તે ગુરૂ અદત્ત.
(૩) સ્વામિ અદત્ત - ઉપાશ્રય, વાડી, મકાન આદિનો જે માલિક હોય તેની આજ્ઞાવિના ઉપયોગ કરવો તે સ્વામિ અદત્ત.
(૪) જીવ અદત્ત - કોઇની વાડી, બગીચો કે ઘરમાં બેઠા હોઇએ ત્યારે તેઓ ગમે તે ફળાદિ આપે તેમાં સ્વામિ અદત્ત નથી પણ તે ફળાદિમાં જ જીવો રહેલા છે તેઓ ખાનારને કહેતા નથી કે મને કાપો- છેદો-મારી નાખો છતાં તે રીતે જે હિસા કરાય તે આ જીવ અદત્ત કહેવાય. આ ચારે અદત્તનો ત્યાગ સાધુઓને હોય છે.
બીજી રીતે અદત્ત-ચાર પ્રકારે. દ્રવ્યથી. ક્ષેત્રથી. કાળથી. ભાવથી.
(૧) દ્રવ્યથી - ગમે ત્યારે ગમે તેના દ્રવ્યને તોલથી-માપથી- હિસાબ-કિતાબના ગોટાળાથી કે ભેળસેળથી ચોરવાની ભાવના તે.
(૨) ક્ષેત્રથી - ગામ-નગર-ઉદ્યાન કે બીજે ગમે ત્યાંથી પણ ચોરી કરવાની ભાવના તે. (૩) કાળથી - દિવસના કે રાતના ચોરી કરવાના ખ્યાલો રાખી તક મલતાં ચોરી કરે તે.
(૪) ભાવથી - રાગાત્મક કે તેષાત્મક બનીને પારકાની વસ્તુનું અપહરણ કરવું તે. ચોર્ય કર્મ કરવાની આદત જેની પડેલી હોય છે તેના બાહા અને અત્યંતર સ્વભાવો કેવા હોય ? તે જણાવે
છે.
(1) હર - હરણ કરવું. પારકાનું ધન હરીલો, ખેતર પડાવી લો, કોઇ મરી જાય તો ઘર કજો કરી લો, વ્યાજમાં ગોટાળા કરી તેની થાપણ પચાવી લો ઇત્યાદિ વિચારણાઓ કરવી તે.
(૨) દહ- કોઇ ન માને તો તેના મકાન કે વાડીને આગ લગાડવી જોઇએ કે જેથી તેની જમીન પચાવી લઇશું.
(૩) મરણ - સામો માણસ લેવા-દેવામાં ન માને તો ઝેર દઇ અથવા હથીયારથી મારી નાખવાના વિચારો કરી ખતમ કરવા તેની મિલકત મકાન જમીન લઇ લેવા તે.
(૪) ભય - શસ્ત્રાદિનો ભય બતાવી સામેવાળાનું ધન હરી લેવું તે. (૫) શ્લેષ - ભાગીદારોને આપસમાં લડાવી મારવા અને માલ પોતાના કજે કરવો તે.
(૬) તાસણ-ત્રાસણ - કલેશ-કંકાસ કરવાથી બધુ હાથમાં ન આવે તો સામેવાળાને ત્રાસ આપવો તે.
Page 124 of 325