________________
(૭) પરસંગત ગિનિઝ - પારકા ધનમાં આસકિત રાખવી અને પોતાને સ્વાધીન બનાવવું તે.
) લોભ - પારકાની અઢળક સંપત્તિ દેખી રૌદ્રધ્યાન કરવું અને સમયે ઘા મારવો તે. | (૯) કાળ વિસમ સંચિય - ચોરી કરવાનો સમય રાતનો હોય છે તેઓનો વાસ જંગલમાં હોય છે અને નિર્જન સ્થાનમાં રાતવાસો કરે છે.
(૧૦) અત્યંત નિકૃષ્ટતમ પાપોદયના કારણે જેની વિષયવાસના તૃપ્ત થતી નથી તેવા માનવો તેની પૂર્તિ માટે, ખોરાક માટે, ચોરી કરવાના કામો કરે છે માટે અતૃત વાસના અદત્તા દાનને પ્રોત્સાહન કરનાર છે.
(૧૧) જેની હાથ ચાલાકી કે વાચાળતા ચૌર્ય કર્મમાં કારણ બને છે તેઓને અપયશ મળે છે. ૧૨) ચોરી કરનારનું માનસિક જીવન અનાર્યત્વને પામેલું હોવાથી તેનો વ્યવહાર અનાર્ય હોય
(૧૩) પારકાના મકાનમાં કેવી રીતે જવું આવા અધ્યવસાયો ચોરના હોય છે.
(૧૪) સામેવાળો જ્યારે બીજા કામમાં હોય ત્યારે તેની અમુક વસ્તુ ચોરવી છે લઇ લેવી છે અને લઇને પલાયન થવું છે.
(૧૫) આજે ચોરી કરવા જાઉં અને તે માણસ જાગતો હશે તો ? અથવા કોઇના વરઘોડામાં-લગ્ન આદિમાં હજારો માણસો હશે તેઓ મને જોઇ જશે તો ? માટે આપત્તિ આવ્યા વિના રહેશે નહિ આથી અવર જવર ઓછી થાય પછી જવાનું રાખું.
(૧૬) રાજા આદિની આજ્ઞા ક્યા માર્ગે જવાની છે અને કયા માર્ગે નહિ તેની તપાસમાં રહેવાના અધ્યવસાયો ચોરના હોય છે.
(૧૭) ચોરી કરવા અત્યારે અમુક ગલી આદિમાં જાઉં કરણ લોક ઉધી ગયું હશે.
(૧૮) વ્યાપારાદિનું કામ પતાવી શ્રીમંતો ઘેર આવી જમી સુવાનું રાખે છે ત્યારે લગભગ મધ્યરાત્રિ થઇ જાય છે તે સમયે ત્યાં પહોંચી જવું સારું એવી ગણત્રી કરવી ' (૧૯) અમુળું ધન હરી લેવું છે-ગવું સાફ કરવું છે. તેવા વિચારોથી મંત્ર પ્રયોગ આદિ કરી ચોર પોતાનું કામ કર્યા વિના રહેતો નથી.
(૨૦) ચોરી જારી કરનારનું ભેજું (મન) હંમેશાં અશાંત જ રહે છે. (૨૧) વારંવાર ચોરી કરતાં અવસર આવ્યું દુષ્કર્મો - પાપાચરણ કરતા વાર લાગતી નથી. (૨૨) ચોરી કરનારને કોઇના પ્રત્યે દયા હોતી નથી. (૨૩) રાજપુરૂષો તથા પોલિસોની દ્રષ્ટિ ચોરો ઉપર સદા વક્ર હોય છે. (૨૪) સાધુ સંતો પણ ચારોની પાસે રહેતા ભય પામે છે. (૨૫) કુટુંબ તથા મિત્ર મંડળમાં પણ તેવા માણસો બેસવાની લાયકાત વિનાના હોય છે.
(૨૬) દ્રવ્ય પા૫ ભાવ પાપનું પોષણ કરતું હોવાથી ચોરના જીવનમાં કોઇની સાથે રાગ અને કોઇની સાથે દ્વેષ વધવા પામે.
(૨૭) ચોર કઇ રીતે? કોનાથી? અને કેવા શસ્ત્રોથી મરણ પામશે તેની ખબર હોતી નથી. (૨૮) પોતાના સાથીદારોથી સદા ભયભીત રહેતા હોય છે. (૨૯) ચોરેલા માલની વહેંચણી કરતા પક્ષના માણસો સાથે ઝઘડા-મારામારી થાય. (૩૦) ચોરી કરનારો ઘણાં કુટુંબોનો શત્રુ બને છે અને માથા ઉપર ભાર રહે છે.
Page 125 of 325