________________
જાણતો જ નથી. સફેદ જઠ બોલવામાં પાકો હોંશિયાર હોય માટે અપલાપ પણ અસત્યનો પર્યાય બને
અસત્ય બોલવાના પ્રકરો -
મન અને ઇન્દ્રિયોના ગુલામો અસંયત હોવાથી અસત્ય બોલે છે. (૨) પાપ માર્ગોથી નિવૃત્ત થયેલા ન હોય એવા અવિરતિ મનુષ્યો વાતે વાતે અને મશ્કરીમાં અસત્ય બોલે.
(૩) સીમાતીત, માયા, પ્રપંચ અને કપટના સેવનથી જેમના મન અને આત્મા વક્ર કડવા તથા તૃષ્ણાતુર થઇ ચંચલ બનેલા છે તે અસત્યનો ત્યાગ કરી શકતા નથી.
(૪) ક્રોધી, લોભી, ભયગ્રસ્ત અને મશ્કરીની આદતવાળા અસત્ય બોલે છે. (૫) ખોટી સાક્ષી આપનારા અને અપાવનારા અસત્ય બોલે.
બીજાના પાપોની-ભૂલોની ખબર રાખનારા અને રખાવનારા અસત્ય બોલે. (૭) રાજાઓનું-રાજ્યનું-ખજાનાનું-રાજ્યટેકસ વસુલ કરી રકમ પોતાની પાસે રાખનારા અસત્ય બોલે.
(૮) જુગારમાં હારી ગયેલા જુગારીઓ જુગાર રમવા મારી પાસે ઘણું ધન છે એમ અસત્ય બોલે છે.
(૯) બીજાના આભૂષણો-તાંબા, પીત્તળના વાસણો રાખી વ્યાજે નાણા ધીરનાર અસત્ય બોલે.
(૧૦) જુઠી માયામાં મસ્તાન બનીને બીજાઓની ખોટી વાતો કરનારા તથા રાડ પાડીને બોલનારાઓ પણ અસત્યવાદી હોય.
(૧૧) બીજાઓની પાસે દ્રવ્ય પડાવનારા ધંધાદારી ધર્મીઓ પણ અસત્ય ભાષણ કરનારા છે. (૧૨) માયા ચાર પૂર્વક માયા જાળમાં બોજાઓને ફસાવીને ધન લુંટનારા અસત્ય સેવી છે. (૧૩) ખોટા માપ - ખોટા તોલા અને ત્રાજવા આદિથી ઠગનારા અસત્ય વાદી છે. (૧૪) ભેળસેળ કરી વ્યાપાર આદિ કરનારા અસત્યવાદી છે.
ભવભવાંતરથી ઉપાર્જિત-વર્ધિત અને નિકાચિત પરિગ્રહ સંજ્ઞા જ્યારે મનુષ્યના જીવનમાં જોર કરે છે ત્યારે તેને ધનાધ-લોભાન્ડ બનતા વાર લાગતી નથી. એટલું નહિ પણ તેમનું મન, બુધ્ધિ, શરીર અને પુરૂષાર્થ પણ પારકાના ધનને સ્વાધીન કરવામાં પ્રવૃત્તિવાળા બને છે.
(૧) પારકાના ધનમાં અત્યંત આસકત થયેલા માનવો પારકાની થાપણ પચાવી પાડે છે અને તેમાં અસત્ય બોલતાં આંચકો અનુભવતા નથી.
મૃષાભાષા વડે બીજાઓને ભય-મરણ-કલેશ અને ઉગ કરાવનારી ભાષા વાપરે છે. બીજા બધાય પાપોમાં અસત્યભાષણ-વ્યવહાર-વ્યાપાર પણ મોટું અને સત્તાવાહક પાપ છે. મૃષાવાદનું ફળ શું ? નરક અને તિર્યંચ ગતિરૂપ દુર્ગતિમાં પરિભ્રમણ કરાવનારા હોય છે.
ચારે તરફથી રતિ-રાગ-દ્વેષ અને મનને ક્લેશ દેનાર મૃષાવાદ છે. (૩) અદત્તાદાન આશ્રવ. અવતનું વર્ણન. સ્વામ્યવિતીર્ણપદાર્થ સ્વાયત્તીકરણ ન્યાશ્રવ: સ્તયાશ્રવ: I સ્વામી આદિથી નહિ અપાયેલ પદાર્થને સ્વાધીન કરવાથી થયેલ આશ્રવ તે તેયાશ્રવ કહેવાય છે.
Page 123 of 325