________________
(૧૭) અભ્યાખ્યાન - અસત્ દોષારોપણ - સામેવાળામાં દોષ ન હોવા છતાં પણ બનાવટી દોષોની કલ્પના કરીને સમામાં તે પ્રસારિત કરવા તે અભ્યાખ્યાન.
(૧૮) કિલ્બિશ - પ્રાણાતિપાત હેતુત્વાત્ - અસત્યાચરણ સામેવાળાના પ્રાણોનો અતિપાત પણ કરાવી શક્વા સમર્થ હોવાથી કિલ્બિશ કહેવાય છે.
(૧૯) વલય કુટિલત્વાત - અસત્ય બોલવાની આદત વધી ગઇ હોય ત્યારે તે સાધારણ વાતને
પણ ઘાલમેલના ચક્રાવે ચડાવી દેવી તે. ગોળ ગોળ વાતો કરવાની ટેવ હોય તેઓનાં અંતરમાં તેજોદ્વેષ કે વ્યક્તિ દ્વેષ વિશેષ હોય અને આ કારણથી આવા માનવો કાતર જેવું કામ કરતા હોય છે.
(૨૦) ગહન - અસત્યાચરણ, અસત્યભાષણ અને અસત્ય વ્યવહારમાં જીવ પ્રવેશ કરે છે ત્યારે ખોટી સાક્ષી બીજાઓની વાતોને ચગાવી ચગાવી જાહેર કરવાની આદત પરપ્રપંચ નિરર્થક ગપ્પા મારવાના શોખવાળા ગહન કહેવાય.
(૨૧) મન્મનમ - તોતડા-બોબડા માણસોના શબ્દો જેમ અસ્પષ્ટ હોય છે તેમ અસત્યવાદીઓની ભાષા-વસ્તુની રજુઆત ક્યારેય સ્પષ્ટ હોતી નથી તે મન્મનમ્ કહેવાય.
(૨૨) નૂમં છાદન કેટલાક અસત્ય ભાષણવાળા માનવોનો સ્વભાવ હોય છે કે - બીજા ગુણિયલ માનવોના ગુણોને કઇ રીતે દબાવવા અને તેવા માણસોની ધર્મવૃત્તિને કેવી રીતે સમામ કરવી-કરાવવી તેમાંજ તે મસ્ત હોય છે. આ સ્વભાવથી કોઇની પણ પ્રશંસા સાંભળી રાજી થવાને બદલે તેમાં છિદ્રો શોધી બોલ્યા કરશે. આ નૂમં છાદનં કહેવાય.
(૨૩) નિકૃતિ - માયા છાદનાર્થ વચનં વિપ્રલંભનું વા. પોતાના ગુણોની શેખી મારવી અને પોતાના દુષ્કૃત્યોને ધર્મમાં ખપાવવાનો પ્રયત્ન કરવો આવા જીવોને સમ્યજ્ઞાન ન હોવાથી માયાન્ધકારમાં રચ્યો પચ્યો રહે છે તે.
(૨૪) અપ્રત્યય - કોઇ સોગન ખાઇને પણ બોલે તો પણ તેમના પ્રત્યે વિશ્વાસ પેદા થાય નહિ ઉપરથી અવિશ્વાસ વધે તે અપ્રત્યય.
(૨૫) અસમ્મત - ન્યાય âરનાચરિત : ન્યાયવંતોના ન્યાયમાં શંકા જ્ન્મ, બુધ્ધિશાળીઓની બુધ્ધિમાં દુર્બુધ્ધિનો આભાસ થાય, ધાર્મિકોની ધાર્મિકતામાં અપયશની પ્રાપ્તિ, પુણ્યશાળીઓના પુણ્યર્મોમાં દાંભિકતાનો પ્રવેશ અને સત્કર્મીઓના સત્કર્મો યશસ્વી નથી બનતા તથા દાનેશ્વરીઓના દાનમાં પણ સ્વાર્થાન્ધતા અનુમાનિત થાય એવા વચનો અસત્ય ભાષણ રૂપે ગણેલા છે.
(૨૬) અસત્ય સન્ધત્વમ્ - બોલાતી ભાષામાં અસત્યનું મિશ્રણ હોય. સત્યની આડમાં મૃષાવાદ છૂપાયેલો હોય. સંધા એટલે લીધેલી પ્રતિજ્ઞાઓને પાળવાની દાનત ન હોય. ભાવ પણ ન હોય છતાંય સમુદાયમાં પ્રતિજ્ઞાઓ લેવી તે અસત્ય જ કામ કરી રહ્યું છે.
(૨૭) વિપક્ષ - સત્યભાષાથી અતિ રિક્ત બીજા કોઇ ભગવાન નથી જ્યાં સુધી ક્રોધ, લોભ, માન, માયા, હાસ્ય અને ભય જીવનમાં છે ત્યાં સુધી સત્યવાદિતા આવે નહિ.
(૨૮) ઔપધિક-કપટગૃહ - અસત્ય વદનારો માયામય હોવાથી ગરજ પત્યા પછી પાકો શત્રુ બનતા વાર લાગતી નથી. તે કપટગૃહ.
-
(૨૯) ઉપધિઅશુધ્ધ - ઉપધિનો અર્થ સાવદ્ય છે. પાપવાળા કાર્યો- પાપવાળું મન હોય ત્યાં સુધી ઉપધિ અશુધ્ધ હેવાય.
(૩૦) અપલોપ - સૌની સમક્ષ પાપો કરી રહ્યો હોય છતાં સફાઇ મારતા હે હું આમાં કાંઇ
Page 122 of 325