________________
ધાવ.
ત્યાગ કરવો જીવોને માટે દુરંત છે. મૃષાવાદના અર્થને સૂચિત કરનારા ૩૦ પર્યાયો બતાવે છે. :
(૧) અલિય - જે ભાષાને આપણે બોલીએ છીએ તેનું ફળ સર્વથા વિપરીત આવતું હોય તેવી ભાષાને અલિક કહે છે.
(૨) શઠ - લુચ્ચો, સ્વાર્થી, માયાવી, પ્રપંચી માટે શઠભાવ યુકત માનવ મૃષાવાદી છે.
) અનાય - જેમના જીવનમાં આત્મોન્નતિ-ઉચ્ચસ્તરીય જીવન કે યશ પ્રતિષ્ઠાનો ખ્યાલ નથી તે અનાર્ય કહેવાય છે.
(૪) માયા મૃષા - જે અસત્યભાષણ, માયા, પ્રપંચ, ધૂર્તતા તથા છેતરવાપૂર્વનું હોય તેને માયામૃષા કહેવાય છે.
(૫) અસત્ય - જે વિષયમાં ચર્ચામાં યદિ તત્વની યથાર્થતા ન હોય તેવા ભાષણને અસત્ય ભાષણ હેવાય.
(૬) કૂટ-કપટ-અવસ્તુક - સામેવાળા મિત્રને-શત્રુને કે વિશ્વસ્ત માનવને ઠગવા-છેતરવા અને ફોસલાવવા માટે મીઠું મરચું ભરીને વાત કરવી-તેના પર ખોટા દોષ મુકવા-કલંક લગાડવા-બીજાની સાચી વાતને ખોટી કરવી-પોતાની ખોટી વાતને સાચી કરવી તથા અવિદ્યમાન તત્વને કે વાતને પ્રગટ કરવી તે કૂડ, કપટ, અવસ્તક ભાષા કહેવાય.
(૭) નિરર્થક અને અપાર્થક - જેનો ભાવ સર્વથા નિરર્થક છે સમય વિનાનો છે કષાયોને ઉદીરિત કરાવનારો છે-સત્યથી વેગળો છે તે બધીય ભાષાઓ અસત્ય છે.
(૮) વિદ્વેષ ગહણીય - હૈયામાં વૈર-વિરોધમય ઝેર ભરી રાખીને કેષ તથા ક્રોધપૂર્વક બોલાતી ભાષાને નિન્દનીય ભાષા કહેલી હોવાથી અસત્ય ભાષા છે.
(૯) અનુજક - ઋજાનો અર્થ સરળ થાય છે જેના આત્મામાં કેળવાયેલો નથી અથવા જે કેળવવા માગતો નથી તે માનવ અન્જુક હોવાથી તેમની ભાષા પણ વજ્જ છે. સરળતા મોક્ષમાર્ગ છે અને વક્રતા નરક (સંસાર) માર્ગ છે.
(૧૦) કન્ના - આ શબ્દનો અર્થ ટીકાકારે પાપ તથા માયા ચરણ કર્યો છે. જે ભાષા બોલવાથી આત્મામાં-મનમાં મલિનતા આવે તેને કક્કના કહે છે.
(૧૧) વંચના - બીજાને ઠગવાને ઇરાદે તેને અવળે માર્ગે ચડાવવાને માટે બોલાતી ભાષા છે.
(૧૨) મિથ્યા પશ્ચાત્ કૃત – અસત્યથી પરિપૂર્ણ જીવન જીવતા માણસો સામવાખાને પોતાની જાળમાં ફસાવવા માટે મિઠા વચનો આગ્રહ અને સોગન પૂર્વકના વચનો બોલી આકર્ષે છે તે.
(૧૩) સાતિ - અવિશ્વાસ. અવિશ્વાસનું મૌલિક કારણ અસત્ય છે.
(૧૪) ઉસૂત્ર - વિરૂધ્ધ અર્થવાળી ભાષા બોલવી તે અસત્યભાષા છે. પોતાના દોષોને છૂપાવવા માટે વાકપ્રયોગ કરવો ત ઉચ્છન્ન છે. ઉસૂત્રનો અર્થ અપશબ્દ પણ થાય છે.
(૧૫) ઉસ્કૂલ - સ્વચ્છંદ ભાષાના પ્રયોગો સત્કર્મો-સન્માર્ગો અને સબુધ્ધિને ભ્રષ્ટ કરનાર હોવાથી ઉકૂલ ભાષાને અસત્ય ભાષા કહેવાય.
(૧૬) આર્ત - શિકારી, વ્યભિચારી અને લોભાંધ માણસોનું જીવન જાનવરોને-સ્ત્રીઓને અને ગ્રાહકોને પોતાની માયા જાળમાં ફસાવવા માટેના વિચારો અને ચિંતામાં જાય છે આથી આવા જીવો આર્તધ્યાનમાં રહે છે.
Page 121 of 325