________________
(૨૭) વિનાશ - પ્રાણનો નાશ કરનાર. (૨૮) નિયંતના - સંસારનું પરિભ્રમણ વધારવામાં કારણભૂત. (૨૯) લોપના - આંતર જીવનનો લોપ કરનાર (૩૦) ગુણોની વિરાધના - જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે આત્મ ગુણોની વિરાધના કરનાર.
આ ત્રીશ નામોથી હિસાનું વ્યાપક સ્વરૂપ ખ્યાલમાં આવી જાય એમ છે. આ રીતે હિસાનું સ્વરૂપ વિચારી શકાય એટલું હિસાથી બચાય અને પરિણામની ધારા સિાના પરિણામથી અટકે એ રીતે આ આશ્રવને જાણીને પ્રયત્ન કરવો જોઇએ.
નરકગતિમાં સમ્યકત્વ પામવા માટેનાં ત્રણ કારણો કહ્યા છે. (૧) જાતિસ્મરણ જ્ઞાન (૨) ધર્મશ્રવણથી. (૩) વેદના અનુભવથી
(૧) જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વના. ૧-૨-૩ ભવો જોઇ શકે છે. તેમાં વિચારપ્રવાહ આ પ્રમાણે હોય. સમજણપૂર્વક સર્વવિરતિ સ્વીકાર્યા પછી ઋધ્ધિ ગારવ-રસગારવ-શાતાગારવ ના ચક્રાવે ચડી એક પછી એક વિરાધના કરતો ગયો. જેમકે મુનિવેષમાં ધર્મના નામે કે તેની આડમાં છોડેલી ઋધ્ધિ-ધન આદિ-ઉપાર્જન કરતો ગયો-વધારતો ગયો અને બીજાને ત્યાં મૂકતો ગયો. તેમાં કદાચ રકમ સ્વાહા થઇ ગઇ તો આર્તધ્યાન-રૌદ્રધ્યાનનો માલિક બન્યો. રસગારવને લઇને બીમારી અને ઇન્દ્રિયોનાં પોષણ નિમિત્તે જુદી જુદી જાતના આહારના પુદ્ગલોમાં બેભાન બન્યો. તથા સાતા ગારવનો ગુલામ બની શરીરને પંપાળવામાં જ રાત-દિવસ પૂરા કર્યા. પરિણામે ચારિત્રધર્મ પ્રત્યે બે ધ્યાન થતો ગયો.
જૈન ધર્મની પ્રાપ્તિ થયા પછી પણ શ્રાવકના વેશમાં જૈનત્વની આરાધના થઇ નથી અને અર્થ-કામ પુરૂષાર્થ પ્રત્યે મોહાંધ બનીને અગણિત પાપોના માર્ગે આગળ વધ્યો.
અરિહંતોની પૂજામાં-મહાપૂજામાં-મહોત્સવોમાં-સામાયિકાદિ વ્રતોમાં અતિચારોનો ખ્યાલ રાખી શકયો નથી ફળ સ્વરૂપે સિધ્ધ-આચાર્ય-સ્થાપના અને છેવટે પોતાના આત્માની જ વિરાધના વધારતો ગયો.
નરકભૂમિમાં જાતિસ્મરણ જ્ઞાન થતાં ઉપરની કે બીજા પ્રકારે કરેલી વિરાધનાઓની સ્મૃતિ થતાં જ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
(૨) ધર્મશ્રવણથી - પૂર્વભવના ધાર્મિક બંધુઓ જે દેવલોકમાં ગયેલા છે તેઓ બંધુ-મિત્ર કે ધર્મ સ્નેહને ખ્યાલમાં રાખીને ત્યાં આવે છે અને ધર્મની સ્મૃતિ કરાવતાં સમ્યક્ત્વ પમાડે છે.
(૩) વેદનાનુભવ - ક્ષેત્રવેદના-પારસ્પરિક્વેદના કે સીમાતીત પરમાધામીકૃત વેદનાનો અનુભવ કરતાં કેટલાક નરકના જીવોને ઉપયોગ મુકતાં ખ્યાલ આવે કે મારા જીવે ભયંકર પાપકર્મો કર્યા હશે એમ વિચારતાં વિચારતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. (૨) મૃષાવાદ આશ્રવ :
અયથાવત્ વસ્તુ પ્રવૃત્તિકથાશ્રવોસથાશ્રવ: I અયથાવત્ વસ્તુની પ્રવૃત્તિથી થયેલ આશ્રવ તે અસત્યાશ્રવ કહેવાય છે. મૃષાવાદ - મૃષાવાદ નામના આશ્રવના પાંચ વારો :
(૧) મૃષાવાદ રૂ૫ આશ્રવ દ્વાર કેવું છે ? એટલે કે મૃષાવાદી માનવના સ્વભાવો કેવા અને કેટલા પ્રકારે હોય ?
(૨) મૃષાવાદના પર્યાયો (જુદા જુદા નામો) કેટલા છે ?
Page 118 of 325