________________
(૩) મન્દ-તીવ્ર આદિ પરિણામોને લઇ તેનું સેવન ક્યાં ક્યાં કરાય છે ? (૪) મૃષાવાદના ફળો કેવા હોય છે ? (૫) કયા કયા પાપી જીવો મૃષાવાદી હોય છે ?
મૃષા = મિથ્યા, વાદ = બોલવું તેને મૃષાવાદ કહેવાય. મૃષાવાદી જીવોનાં સ્વભાવો :
(૧) લઘુ સ્વક - લઘુ ચપલ ભણિત - આ પદમાં લઘુ સ્વક+ લઘુ ચપલ અને ભણિત શબ્દોનો સમાસ છે. લઘુ શબ્દનો અર્થ નીચ- તુચ્છ અને ગૌરવ રહિત થાય છે.
સ્વક = આત્મા. = નીચ-તુચ્છ-ગૌરવ રહિત-હીન માણસો કરતાં પણ વધારે ખરાબ માણસો ચંચલ મનવાળા હોવાથી તેમની જીભેથી બોલાતા શબ્દો પર કોઇને પણ વિશ્વાસ રહેતો નથી.
જેમ જેમ જીવો વિષય વિલાસ તથા દ્રવ્ય અને ભાવ પરિગ્રહમાં ફસાતા જાય- રંગાતા જાય તેમ તેમ સ્વભાવમાં હીનતા-દીનતા-તુચ્છતા ગૌરવ હીનતા આદિનો પ્રવેશ થતો જાય છે. ત્યાર પછી તો તેના બોલવામાં લખવામાં-ઇશારામાં-વિચારો અને આચારોની અવનતિમાં તેનું અવમૂલ્યન થતું જાય છે. માટે આવા માણસોને અસત્યવાદી કહાા છે.
(૨) ભયંકર - સ્વસ્મિનું, પરસ્મિન ચ ભયંકરોતીતિ ભયંકર :
પોતાના આત્મામા અને પારકા જીવોમાં ભયને ઉત્પન્ન કરનાર માનવ ભયંકર હોવાથી મૃષાવાદી જ છે. અસત્યવાદી માનવ સ્વ-પરને માટે આજે કે કાલે સૂતાં કે જાગતાં ભયંકર જ હોય છે.
(૩) દુ:ખકર - વ્રતો અને નિયમો વગરનો માનવી કઇ રીતે ક્યારે કયા પ્રસંગે અસત્ય ભાષણ દ્વારા પોતાના વ્યકિતત્વને-કુટુંબને-સમાજને તથા દેશને દુ:ખદાયક બનવા પામશે તે કહેવાય નહીં. કારણકે તેમનું જીવન અસત્યના પાયા પર અવલંબિત હોવાથી સ્વાભિમાની નહિ પણ રોમ રોમમાં મિથ્યાભિમાની જ હોય છે તેથી ગમે ત્યારે પણ તેવાઓના મુખથી કડવા- કર્કશ-ગંદા-અસભ્ય અને બીજાઓને દોષારોપણ કરનારા શબ્દો સરી પડશે. આ કારણથી આવા માણસો બીજાને માટે સુખકર હોઇ શક્તા નથી.
(૪) અક્સકર - યશ - કીતિની મહેનત કરવા છતાં યશસ્વી બની શકતા નથી.
(૫) વૈર કારક- અસત્ય ભાષણ ક્રોધથી, લોભથી, ભયથી અને હાસ્ય એટલે મશ્કરા સ્વભાવથી થાય છે. મિથ્યાત્વનું જોર હોય છે. ત્યારે ક્રોધ, લોભી, ભયગ્રસ્ત અને મશ્કરો માણસ બીજાઓની સાથે વૈર-ઝેર, વિરોધ, લડાઇ-ઝઘડા કર્યા જ કરે છે.
(૬) રતિ-અરતિ, રાગ-દોષમણ સંક્લેિશ વિતરણ : (૧) સંયમ - સદાચાર અને પ્રામાણિકતા પ્રત્યે અરતિ (નફરત) હોય. (૨) અસંયમ - દુરાચાર, મિથ્યાચાર ઉપરાંત પોતાના જીવનમાં કે કુટુંબમાં ખાનદાનને ભ્રષ્ટ કરાવનારા દુર્ગુણો પ્રત્યે રતિ (આસકિત) હોય છે. (૩) આંતર મનમાં હૃદયમાં અને બુધ્ધિમાં પણ પૌગલિક પદાર્થોનો રાગ હોય છે. (૪) નહિ ગમતા ભોજન, પાન, સ્પર્શ, દર્શન, શ્રવણ પ્રત્યે દ્વેષ હોય છે. (૫) માનસિક જીવનમાં કયાંય શાંતિ હોતી નથી (સ્થિરતા હોતી નથી, તેમાં ભાવમન જુદી જુદી જાતના સંક્લેશોમાં રાચતું હોય છે.
આ પાંચેયમાં મૃષાવાદની હારી હોઇ શકે છે.
Page 119 of 325