________________
મનુષ્યપણામાં આર્યદેશ-આર્યજાતિ આર્યકુળ પામીને જ્યાં ધર્મ સાંભળવા મલે એવા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય અને ત્યાં લાંબા આયુષ્યને પ્રાપ્ત કરીને તેમાંય પાછો જૈન ધર્મ ન મલે અને બીજા ધર્મોને પામી બીજા દેવ-દેવીઓને ભગવાન માની તેઓનાં સન્યાસીઓને ગુરૂ માની ધર્મ કરતાં થાય તો તેનાથી થોડી સરલ પ્રકૃતિને પામીને અકામ નિર્જરા-બાલતપ વગેરે કરીને દેવલોકને પામે આ રીતે પણ સંસારમાં મનુષ્યપણું અને દેવલોકપણું એમ કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ . પછી મનુષ્યપણામાં આવી એક ભવ વિકલેન્દ્રિયનો કરે ત્યાંથી મનુષ્ય થઇ દેવલોકમાં જાય આ રીતે ફરીથી મનુષ્ય અને દેવલોક કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી પાછા એકેન્દ્રિયપણામાં જાય છે ત્યાં સંખ્યાતો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતોકાળ પાછો પસાર કરે છે. આ રીતે મનુષ્યપણાને પામવા છતાં પણ જીવો નમસ્કાર મહામંત્રને પ્રાપ્ત કરી શકતા નથી. આ કારણોથી નમસ્કાર મહામંત્ર પામવો એ કેટલો દુષ્કર કહેલો છે એ વિચારવા જેવું છે.
આ રીતે જ્યારે જીવો એકેન્દ્રિયપણામાં દુઃખ વેઠતાં વેઠતાં અકામ નિર્જરા કરતાં કરતાં સન્ની મનુષ્યપણાને પામી એનાથી અનંતુ પુણ્ય એકઠું કરી આર્યદેશને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠુ કરીને આર્યજાતિને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને આર્યકુળને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને જૈન જાતિને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને જૈન કુળને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને પંચેન્દ્રિયપણાની પૂર્ણતાને એટલે પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ રૂપે પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને લાંબા આયુષ્યને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને નિરોગી એટલે રોગ રહિત એવા શરીરને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને જીવો જિનેશ્વર દેવનું દર્શનમ મલે એવા ક્ષેત્રને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને જિનેશ્વર દેવના સુ સાધ ભગવંતો મલે એમના દર્શન થાય એવા સાધુ ભગવંતો જે ક્ષેત્રમાં વિચરતા હોય એવા ક્ષેત્રને પામે અને એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને એમના મુખે ભગવાનની પાણી સાંભળવા મલે એવા ક્ષેત્રને પામે આ બધુ મલવા છતાંય જ્ઞાની ભગવંતો કહે છે કે તોય નવકારમંત્ર મલી શકે નહિ એવું પણ બને શાથી ? કારણકે નવકારને પામવા-બોલવા માટે જે કર્મની લઘુતા કહેલી છે એ કર્મની લઘુતા ન થઇ હોય તો પણ નવકારમંત્ર સાંભળવા છતાંય બોલતા ન આવડે એવું પણ બની શકે છે અને આરાધનાની ક્રિયાઓ કરતાં કરતાં દેવલોકમાં પણ જીવો જઇ શકે છે. આ રીતે આરાધનાની ક્રિયાઓ કરતાં કરતાં જીવો મનુષ્ય અને દેવલોકપણાને એક હજાર સાગરોપમ કાળ સુધી પામી શકે છે પછી એક ભવ વિકલેન્દ્રિયનો પ્રાપ્ત કરી મનુષ્યપણું પામી દેવલોકમાં જાય. આ રીતે મનુષ્ય અને દેવલોક કરતાં એક હજાર સાગરોપમ સુધી ફરી શકે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી એકેન્દ્રિયમાં સંખ્યાતો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ ફ્ક્ત કરે છે.
જ્યારે એકેન્દ્રિયપણામાં દુઃખ વેઠતાં પુણ્ય એકઠું કરતાં કરતાં અકામ નિર્જરા કરી કરીને જ્યારે ફરીથી મનુષ્યભવ-આર્યદેશ-આર્યજાતિ-આર્યકુળ-જૈન જાતિ-જૈન કુળ-જિનેશ્વર દેવનાં દર્શન-પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા-લાંબુ આયુષ્ય-નિરાગી શરીર-સુસાધુના દર્શન-જિનવાણી શ્રવણ-સમજવાની યોગ્યતા આ બધુ કરતાં કરતાં કર્મની લઘુતા પ્રાપ્ત થાય એટલે કે મોહનીય કર્મની સીત્તેર કોટાકોટી સાગરોપમની જે સ્થિતિ છે તેમાંથી અગણ્યોસીત્તેર કોટાકોટી (૬૯) સાગરોપમ જેટલી ખપાવીને તથા એક કોટાકોટી સાગરોપમમાંથી પલ્યાપમના અસંખ્યાતમાં ભાગ જેટલી ઓછી કરીને અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ કરે.
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની ત્રીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ સત્તામાં હોય છે તેને ખપાવીને એટલે ઓગણત્રીશ કોટાકોટી સાગરોપમ ખપાવીને એક કોટાકાટી સાગરોપમમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી કરી અંતઃકોટાકોટી સાગરોપમ જેટલી કરે. (બનાવે.)
Page 4 of 65