________________
નામ અને ગોત્ર કર્મની વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ સત્તામાં હોય તેમાંથી ઓગણીશ કોટાકોટી સાગરોપમ જેટલી ખપાવીને અને એક કોટાકોટી સાગરોપમમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી કરીને અંત:કોટાકોટી સાગરોપમ જેટલી કરે.
આ રીતે સાતેય કર્મોની અંત:કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા પ્રાપ્ત થાય ત્યારે તે જીવોને નવકારમંત્ર બોલવા માટેની લઘુકર્મિતા કહેવાય છે એટલે આટલી સ્થિતિ સત્તાવાળા જીવો નવકારમંત્રને બાલી શકે છે.
આટલી લઘુકર્મિતાની યોગ્યતા સંસારમાં તાં ફ્લતાં અભવ્ય જીવો-દુર્ભવ્યજીવો-ભારેકર્મી. ભવ્યજીવો અને લઘુકમૈિ ભવ્યજીવો તેમજ દુર્લભ બોધિજીવો પણ પામી શકે છે. અહીં સુધી લઘુકર્મિતા કરીને નવકારમંત્રને પામે તેમાં તેના પ્રતાપે દેવલોકમાં પણ જઇ શકે છે.
અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્યજીવો અને દુર્લભ બોધિ થયેલા જીવો નવકારમંત્રને બોલવા માટે સાતે કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટી સાગરોપમની પ્રાપ્તિ કરી શકે છે અને નવકારમંત્રને પામે છે પણ એ નવકારમંત્રનો ઉપયોગ આ લોકના સુખ મેળવવા માટે અથવા પરલોકના સુખ મેળવવા માટે તથા આ લોકમાં સુખ ટક્યાં રહે અને કોઇપણ પ્રકારનું દુ:ખ ન આવે એ માટે તેમજ જે કાંઇ દુ:ખ આવેલું હોય તે કેમ જલ્દી દૂર થાય એ માટે ઉપયોગ કરતાં હોય છે. આથી એ નવકાર મંત્ર પરિણામ પામતો નથી. તે ગણવાથી પાપાનુબંધિ પુણ્ય બંધાય છે એટલે પાપનો અનુબંધ વધારે પડે છે અને પુણ્ય અનુબંધ વગરનું બંધાય છે. આથી સકામ નિર્જરા થવાના બદલે અકામ નિર્જરા થાય છે અને શુભ કર્મનો બંધ એટલે પુણ્ય પ્રકૃતિઓનો બંધ અનુબંધ વગરનો બંધાય છે અને તે વખતે બંધાતી અશુભ પ્રકૃતિઓનો બંધ એટલે એનો રસ અનુબંધ રૂપે બંધાય છે. આથી સંસારમાં જ્યાં જાય ત્યાં સુખ મલે પણ આ સુખના ઉદય કાળમાં બંધાયેલા પાપનો અનુબંધ ઉદયરૂપે ચાલુ થતો હોવાથી સુખનો રાગ ગાઢ બને છે અને વૈરાગ્ય ભાવ પેદા થતો નથી આથી એ સામગ્રીની ઓળખાણ થવી જોઇએ એ ઓળખાણ થવા દેતું નથી અને રાગના કારણે અનેક પ્રકારના પાપ કરાવીને સંસારની રખડપટ્ટી વધારે છે પણ સંસાર ઓછો થવો જોઇએ ભવની પરંપરા ઘટવી જોઇએ એ ઘટતી નથી માટે એ રીતે નવકારમંત્રને અનંતી વાર પામીને સંસારમાં રખડ્યા કરે છે. આથી એ નવકારમંત્ર પરિણામ પામતો ન હોવાથી જ્ઞાની ભગવંતો કહે છે કે આત્મિક ગુણો પેદા કરાવવામાં જરાય સહાયભૂત થતો નથી અને આ કારણથીજ પાપાનુબંધિ પુણ્યના ઉદયવાળા જીવોને ગમે તેટલું સુખ મલે તો પણ એ સુખને સુખ રૂપે ભોગવી શકતા જ નથી એ સુખના કાળમાં બીજી ઉપાધિઓની ચિંતા એટલી બધી રહે છે અથવા ઈષ્ય ભાવ એવો જોરદાર પેદા થઇ જાય છે કે જેના કારણે પોતાને મળેલા સુખને સુખરૂપે ભોગવી શકતા જ નથી.
જેમ દાખલા તરીકે અભવ્યાદિ જીવો સાતે કર્મોની અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિને પામીને નવકારમંત્રને પામી સંયમનો સ્વીકાર કરી નિરતિચાર ચારિત્રનું પાલન કરે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન પણ ભણે-દેશના લબ્ધિપણા પેદા કરે અનેક જીવોને પ્રતિબોધ કરીને મોક્ષ માર્ગમાં દાખલ કરી સારો કાળ હોય તો મોક્ષે પણ પહોંચાડે છે છતાં પણ તે આત્માઓને મોક્ષની ઇચ્છા જ થતી ન હોવાથી પાપાનુબંધિ પુણ્ય બાંધી નવમા ગ્રેવેયકના સુખને પામે છે. ત્યાં દેવ તરીકે ઉત્પન્ન થતાંજ અંતર્મુહૂર્તમાં પર્યાપ્ત થાય છે અને એ પર્યાપ્ત અવસ્થામાંજ સાથેના બીજા જીવોને અહમ ઇન્દ્ર તરીકે જૂએ એટલે અંતરમાં પાપના અનુબંધના ઉદયના કારણે વિચાર આવે કે મેં પુરૂષાર્થ કરેલો છે માટે આ સુખ મને મલવું જોઇતું હતું. આ જીવોને કેમ મલ્યું ? આવી વિચારણાઓની. પરંપરા કરતાં કરતાં એકત્રીશ સાગરોપમ જેટલો કાળ પસાર થાય છે આ વિચારોની પરંપરાને ઈર્ષ્યા ભાવ કહેવાય છે. આ ઇર્ષ્યા ભાવના વિચારથી મળેલા સુખોને સુખ રૂપે ભોગવી શકતા નથી.
આવી જ રીતે આજે વિચાર કરો તો લગભગ મોટા ભાગના જીવોને પુણ્યના ઉદયથી જે સામગ્રી:
Page 5 of 65