________________
જીવો રહેલા છે. આ જીવો ગમે ત્યારે બહાર નીકળી શકે છે.
આ જીવોને સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળવા માટે એક જીવ મોક્ષે જાય એવો નિયમ હોતો નથી. ગમે ત્યારે આ જીવો બહાર નીકળી મનુષ્યપણું આદિને પામી શકે છે.
આ વ્યવહાર રાશિમાં અને અવ્યવહાર રાશિમાં ઉત્કૃષ્ટથી જીવો અનંતી ઉત્સરપીણી અવસરપીણી સધી જન્મ મરણ કરી શકે છે.
વ્યવહાર રાશીમાં રહેલા જીવો જ્યારે પૃથ્વીકાયમાં આવે છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપીણી અવસરપીણી સુધી રખડ્યા કરે છે.
- જ્યારે જીવો અપકાયમાં આવે છે ત્યારે ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપીણી-અવસરપીણી સુધી જન્મ મરણ કર્યા કરે છે.
- જ્યારે જીવો તેઉકાયમાં જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી સુધી. રખડ્યા કરે છે પણ આ જીવો તેઉકાયમાંથી સીધા મનુષ્ય થઇ શક્તા જ નથી.
જ્યારે જીવો વાયુકાયમાં જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી સુધી રખડ્યા કરે છે. આ જીવો પણ સીધા મનુષ્યપણાને પ્રાપ્ત કરી શકતા જ નથી.
જ્યારે જીવો પ્રત્યેક વનસ્પતિ કાયમાં જાય છે ત્યારે ત્યાં તે જીવો ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અને અવસરપિણી કાળ કરે છે અથવા સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ ક્ષ્ય કરે છે.
જ્યારે જીવો બેઇન્દ્રિયપણામાં જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી એક હાજર સાગરોપમ કાળસુધી જન્મ મરણ કરીને એક ભવ પંચેન્દ્રિયપણાનો પામીને પાછો બેઇન્દ્રિયપણા રૂપે એક હજાર સાગરોપમ કાળ સુધી ર્યા કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ બેઇન્દ્રિયપણાનો પૂર્ણ કરી એકેન્દ્રિયમાં જાય છે.
જ્યારે જીવો તેઇન્દ્રિયપણામાં જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કરે છે ત્યાર પછી એક ભવ પંચેન્દ્રિયપણાનો કરીને ફ્રીથી તેઇન્દ્રિયપણામાં જઇને એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કર્યા કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે ફ્રીથી નિયમાં એકેન્દ્રિયપણામાં જાય છે.
જ્યારે ચઉરીન્દ્રિયપણામાં જીવો જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ કાળ સુધી. જન્મ મરણ કર્યા કરે છે પછી એક ભવ પંચેન્દ્રિયપણાનો કરે છે ત્યાર પછી ચઉરીન્દ્રિયપણાને પામીને
ફ્રીથી એક હજાર સાગરોપમ કાળ સુધી ક્ય કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય પછી નિયમા એકેન્દ્રિયમાં જાય છે.
બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને ચઉરીન્દ્રિયપણામાંથી જીવ મનુષ્યપણું પામે તો તે મનુષ્યપણામાંથી મોક્ષે જઇ શકતા નથી. વધારેમાં વધારે સાતમાં ગુણસ્થાનકને પામી શકે છે. પણ આગળના ગુણસ્થાનકને પામતા નથી. જ્યારે જીવો એકેન્દ્રિયપણામાંથી મનુષ્યપણું પામે છે એ મનુષ્યો એ ભવમાં મોક્ષે જઇ શકે છે.
જ્યારે જીવો અસન્ની પંચેન્દ્રિય તિર્યચપણાને પામે છે તો ત્યાં ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ કાળા સુધી જઘન્ય આયુષ્યમાં જન્મ મરણ કર્યા કરે છે અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા આઠ ભવ કરી પછી એક ભવ વિક્લેન્દ્રિયનો પાછા આઠ ભવ અસન્ની પંચેન્દ્રિય તિર્યંચના પાછો એક ભવ વિકલેન્દ્રિયનો એમ કરતાં કરતાં બે હજાર સાગરોપમ કાળ સુધી ફ્સ કરે છે. પછી અવશ્ય એકેન્દ્રિયમાં જાય છે.
જઘન્ય આયુષ્યનો એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી એક ભવ વિલેન્દ્રિયમાં જઇ પાછા અસન્ની પંચેન્દ્રિય તિર્યચપણાના જઘન્ય ભવો એક હજાર સાગરોપમ કાળ સુધી કરે છે પછી નિયમો એકેન્દ્રિયપણામાં જાય છે.
જ્યારે જીવો અસન્ની અપર્યાપ્તા મનુષ્ય રૂપે અથવા સમુરિસ્કમ મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય છે તો ત્યાં ઉત્કૃષ્ટથી સાતભવ મનુષ્યના, એક ભવ વિલેન્દ્રિયનો પાછ સાત ભવે મનુષ્યના પાછો એક ભવા
Page 2 of 65