________________
અચિન્ય પ્રતિભા સંપન્ન શ્રી પંચપરમેષ્ઠિ
નમસ્કાર મહામંત્રનું સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી
રાજ માર્ગથી નવકારમંત્રની પ્રાપ્તિ મનુષ્ય જન્મમાં થાય છે.
અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં જીવો અનંતા પુદ્ગલ પરાવર્ત સુધી ફ્ક્ત કરે છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અથવા સૂક્ષ્મ નિગોદ બે પ્રકારના હોય છે.
(૧) અવ્યવહાર રાશિવાળા સૂક્ષ્મ નિગોદના જીવો.
જ્યારે કોઇપણ જીવ મોક્ષે જાય એટલે એક સાથે જેટલા મોક્ષે જાય એટલા જીવો આ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે. આથી સૂક્ષ્મ નિગોદ અવ્યવહાર રાશિવાળા જીવોને અનાદિ સૂક્ષ્મ નિગોદ પણ કહેવાય છે.
આ અનાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે જાતિ ભવ્ય જીવો પણ અનંતા હોય છે. જે જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા છે પણ કોઇકાળે એ જીવો અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને વ્યવહાર રાશિમાં આવવાના જ નથી. સદા માટે અવ્યવહાર રાશિમાંજ રહેવાના છે આથી એ જીવોને જાતિ ભવ્ય જીવો કહેવાય છે.
આ જાતિભવ્ય રૂપે અનંતા તીર્થંકર જીવોનાં આત્માઓ રહેલા હોય છે. અનંતા ગણધર જીવોનાં આત્માઓ હોય છે. અનંતા યુગપ્રધાન આચાર્યોનાં આત્માઓ હોય છે. અનંતા શાસન પ્રભાવક આચાર્યોનાં આત્માઓ રહેલા છે. એવી જ રીતે જેટલા પ્રકારે જીવો મોક્ષમાં જાય એટલા પ્રકારના અનંતા અનંતા જીવો જાતિ ભવ્ય રૂપે રહેલા હોય છે. આ જીવો જો કદાચ બહાર નીકળે એટલે વ્યવહાર રાશિમાં આવે તો એ, એ યોગ્યતા મુજબ એ રીતે મોક્ષે જઇ શકે માટે એ યોગ્યતાની અપેક્ષાએ એ પ્રકારના જીવો કહેવાય
છે.
જેમ જગતમાં જેટલી માટી હોય છે તે દરેક માટીમાં ઘડો થવાની યોગ્યતા હોવા છતાંય કોઇપણ કાળેય બધી માટીના ઘડાં થવાનાં ખરા ? ના ન થાય ! એની જેમ આ ભવ્ય જીવો સમજવાં. આ જીવોનું તથા ભવ્યત્વ જ એવા પ્રકારનું હોય છે કે જેના કારણે આ જીવો કોઇ કાળે બહાર નીકળવાના જ નથી. યોગ્યતા રહેલી હોવાથી જ ભવ્ય કહેવાય છે. આવી જ રીતે અવ્યવહાર રાશિમાં જાતિ અભવ્ય જીવો પણ અનંતા હોય છે. એ જીવોને મોક્ષ ગમનની યોગ્યતા જ હોતી નથી માટે અભવ્ય કહેવાય છે પણ એવા અનંતા આત્માઓ છે કે જેઓ વ્યવહાર રાશિમાં કોઇ કાળે આવવાના જ નથી માટે જાતિ અભવ્ય જીવો કહેવાય છે.
આ સિવાયના બીજા ભવ્ય જીવો અને અભવ્ય જીવો રહેલા હોય છે કે જ્યારે સિધ્ધિગતિમાં જેટલા જીવો જાય એટલા બહાર નીકળે છે.
અવ્યવહાર રાશિમાંથી જીવો વ્યવહાર રાશિમાં આવે તે પહેલો ભવ નિયમા એકેન્દ્રિય રૂપે કરે છે એ એકેન્દ્રિયમાં સૂક્ષ્મ રૂપે જ ઉત્પન્ન થાય એવો નિયમ નહિ પણ એકેન્દ્રિયના બાવીશ ભેદોમાંથી કોઇપણ ભેદમાં ઉત્પન્ન થઇ શકે છે.
(૨) વ્યવહાર રાશિવાળા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અથવા સૂક્ષ્મ નિગોદ.
જ્યારે એક જીવ આદિ મોક્ષે જાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી નીકળીને આવેલા જીવો હોય તે. આ જીવોને સાદિ સૂક્ષ્મ નિગોદવાળા જીવો કહેવાય છે.
હાલ અત્યારે આ સાદિ સૂક્ષ્મ નિગોદમાં ચૌદપૂર્વ ભણીને પ્રમાદને વશ થઇ પડીને ગયેલા અનંતા
Page 1 of 65