________________
પોતાની શક્તિ મુજબ બીજા જીવોના દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરતાં જ જાય છે એ ગુણ છે. આમાં દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરતાં જ જાય છે એ ગુણ છે. આમાં દુઃખ દૂર કરવામાં જો સ્વાર્થ બુધ્ધિ પેદા થાય તો એ પરોપકાર ગુણ ગુણાભાસ રૂપે બને છે. આ પરોપકારનો ગુણ નિઃસ્વાર્થ બુધ્ધિથી કેળવવામાં આવે તો આત્માને નવકારમંત્ર ગણવામાં સહાયભૂત પુણ્ય બંધાય છે કે જેનાથી આત્માને કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી નથી. નિઃસ્વાર્થ ભાવ કેળવીને પરોપકાર ગુણ કેળવતાં આત્મામાં ત્રણ અવસ્થા રૂપે ગુણ
પેદા થાય છે.
૧. પહેલી અવસ્થા :- બીજા જીવોના દુઃખે આત્મા દુ:ખી થવો તે.
પોતાની પાસે ગમે તેટલી ૠધ્ધિ-સિધ્ધિ-સંપત્તિ હોય પણ તે બીજાના દુ:ખને દૂર કરવામાં સહાયભૂત ન થતી હોય તો તે ઋધ્ધિ-સિધ્ધિ-સંપત્તિ શું કામની ? એ ૠધ્ધિ વગેરે રાગાદિ પરિણામ પેદા કરાવી-ગર્વ વગેરે પેદા કરાવી-ઇર્ષ્યા ભાવ પેદા કરાવી આત્માને દુર્ગતિમાં લઇ જનારી બને છે. આજે બીજા દુઃખી જીવોને જોઇને પોતાનું હૈયું દુઃખી બને છે ? એ રોજ આત્માને પુછવાનું છે. અને કદાચ અંતરમાં દુઃખ થાય તો કેટલા પુરતું ? અરે રે કેવો દુઃખી છે ? કેટલો બધો પીડાય છે ? આ વિચારથી કદાચ બહુ બહુ તો થોડા પૈસા કે ખાવાનું આપવાનું મન થાય પણ એથી આગળ કોઇ વિચાર અંતરમાં આવે ખરો ? કે ભૂતકાળમાં કેવા પાપ કરીને આવ્યો છે કે જેના પ્રતાપે અહીં કેટલું દુઃખ ભોગવે છે. હું પણ અહીં જો પાપ કરીશ તો ભવાંતરમાં મારે પણ આવા દુઃખી થવું પડશે માટે જેટલી શક્તિ હોય તે પ્રમાણે એનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરૂં કે જેથી ભવાંતરમાં મને દુઃખ ન આવે ! આવા કોઇ વિચારો અંતરમાં પેદા થાય છે ખરા ? આવા વિચારો આવે તોજ સાચી રીતે દુ:ખીના દુઃખને દૂર કરવાનું મન થાય. નહિ તો અરે રે કર્યા કરવાનું ! આના ઉપરથી વિચાર એ કરવાનો છે કે સારૂં પુણ્ય બાંધવું હોય તો કયા વિચારોથી-કયી પ્રવૃત્તિથી બંધાય એ જોવાનું છે ! અરે રે કરી દયા કરીએ એનાથી પુણ્ય બંધાવાનું પણ કેવું ? અને કેવા પાપ કરીને આવ્યો છે જો હું પાપ કરીશ તો મારે પણ એવા દુઃખી થવું પડશે એમ વિચારી દયાના પરિણામ લાવવા તેમાં કેવું પુણ્ય બંધાય એ વિચાર કરતાં થવાની ખાસ જરૂર છે.
૨. બીજી અવસ્થાના વિચારમાં બીજાના સુખે પોતાનો આત્મા સુખી થાય એટલે બીજાના સુખને જોઇને
અંતરમાં આનંદ પેદા થવો-કરવો તે.
જ્યાં સુધી જીવો બીજાના દુઃખે દુ:ખી ન બને ત્યાં સુધી બીજાના સુખે સુખી બની શકતા નથી. પોતાની પાસે સામગ્રી સારી હોય અને એ સામગ્રી જેમ બીજાના દુઃખ દૂર કરવાના ઉપયોગમાં ન આવે તો અંતરમાં થાય એ સામગ્રીથી હું સુખી શી રીતે કહેવાઉં ? એવી જ રીતે પોતાની પાસે જે ૠધ્ધિ-સિધ્ધિ-સંપત્તિની સામગ્રી હોય તે સામગ્રી બીજાને સુખી કરવામાં સહાયભૂત ન થાય તો અંતરમાં થાય કે આ સામગ્રીથી હું સુખી કઇ રીતે કહેવાઉં ? જો આ સામગ્રી બીજાને સુખી બનવામાં સહાયભૂત થતી હોય તોજ હું સુખી. બીજા પોતાના કરતાં અધિક સુખી હોય તો અંતરમાં આનંદ થાય એ સુખી છે માટે હું સુખી છું ! એના સુખમાં મારૂં સુખ છે એટલે મારૂં સુખ સમાયેલું છે. આજે આમાંના વિચારો આવે છે ખરા ? બીજાના સુખની સામગ્રી જૂએ. પોતાના કરતાં અધિક સુખી જૂએ કે અંતરમાં ઇર્ષ્યા ભાવ પેદા થાય છે ખોટા આરોપ મૂકવાના વિચારો અંતરમાં આવે છે. પોતાનો સગો ભાઇ હોય અથવા પોતાનો દીકરો હોય કે જે સામું ન જોતો હોય અને એ સુખી અધિક હોય તો આનંદ થાય કે અંતરમાં એના પ્રત્યે ઇર્ષ્યા ભાવના વિચારો આવે ? આ ગુણ આવે તોજ જ્ઞાની ભગવંતો કહે છે કે મળેલો નવકાર ગણતાં આત્માને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવવામાં સહાયભૂત થાય અને એ નવકારથી આત્માનું કલ્યાણ જલ્દી થાય. આજે આમાંના ગુણો અંતરમાં નથી. ગુણો પેદા કરવાનું લક્ષ્ય નથી. એના માટેનો પુરૂષાર્થ નથી માટે નવકાર
Page 11 of 65