________________
અશાંત અને અશાંત જ જીવ રહે છે. એવી જ રીતે પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ થયેલો હોય એનો વિયોગ કરવા જલ્દી વિયોગ કેમ થાય એની વિચારણાઓમાં તથા ફરીથી આવા પદાર્થોનો સંયોગ ન થઇ જાય એની કાળજી રાખવામાં પણ જીવ સદા માટે અશાંત રહે છે. એટલે એનાથી પણ અશાંતિનો જ અનુભવ કર્યા કરે છે. આથી સંસારમાં અનુકૂળ પદાર્થોના રાગથી-પ્રતિકૂળ પદાર્થોના દ્વેષથી જીવો અશાંત હોય છે. એ અશાંતિ દૂર કરવા માટે જીવને શાંત બનવું પડે. એ શાંત સ્વભાવ જીવને ત્યારે પેદા થાય કે જે રાગવાળા પદાર્થોના સુખનો અનુભવ છે તેના બદલે રાગવાળા પદાર્થોમાં નિàપતાનો અનુભવ કરે તો એજ પદાર્થોમાં સાચા સુખનો અનુભવ થાય. નિર્લેપતા એટલે પર પદાર્થોમાં રાગના અભાવનો અનુભવ કરવો તે. એ અનુભવ જેટલો વિશેષ થતો જાય અને એમાં સ્થિરતા પેદા થતી જાય તો જ શાંત સ્વભાવ ગુણનો અનુભવ
થાય.
(૨) ઇન્દ્રિયોનો સંયમ કરનાર :- પાંચ ઇન્દ્રિયોમાં જે જે અનુકૂળ વિષયોના પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડે છે અને એમાં જે સુખનો અનુભવ થાય છે એના બદલે અનુકૂળ વિષયોમાંથી એ એ ઇન્દ્રિયોને પાછી ખસેડવી એને સંયમ કહેવાય છે. એવી જ રીતે પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી એટલે ન જોડવી તે અસંયમ કહેવાય છે. એ અસંયમ કરવો નહિ તે સંયમ કહેવાય છે. આ રીતે ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઇએ.
(૩) ગુણવાન-દયા :- અનાદિકાલથી જીવો હંમેશા બીજા જીવોની ચિંતા વિચારણા વિશેષ કરે છે. પણ પોતાના આત્માની ચિંતા વિચારણા કરતો નથી. બીજાની દયા કરવી એ ગુણ છે. બીજા જીવોની ચિંતા વિચારણા કરવી એ જીવો દુઃખી ન થાય એ જીવોનું દુઃખ કેમ દૂર થાય એની વિચારણા કરવી એ ગુણ જરૂર છે પણ એની સાથે સાથે પોતાના આત્માની ચિંતા વિચારણા-દયા કરવાની શરૂઆત કરે તો એ દયાનો ગુણ સુંદર રીતે દિપી ઉઠે છે અને સાથે સાથે પોતાના આત્માનું કલ્યાણ વિશેષ રીતે પેદા થતું જાય છે. આ રીતે જ્યારે પોતાના આત્માની દયા પેદા થવા માંડે એટલે નવકાર ગણવાની યોગ્યતા પેદા થતી જાય છે અને એ રીતે નવકાર ગણતાં પોતાના આત્માની દયાનો પરિણામ સ્થિર થતો જાય છે. પોતાના આત્માની દયા એટલે
હું ક્યાંથી આવેલો છું ? આ મનુષ્ય જન્મને પામ્યો છું તેમાં એવી રીતે જીવન જીવું કે જેથી મનુષ્ય જન્મથી નીચેની ગતિમાં ન જવાય એટલે તિર્યંચગતિ કે નરકગતિને વિષે ન જવાય એની કાળજી રાખીને જીવન જીવવાની વિચારણા તેને પોતાના આત્માની દયા કહેવાય છે. આ દયા ગુણના પ્રતાપે બીજા જીવો પ્રત્યે દયાનો પરિણામ વિશેષ પેદા થતો જાય છે. એમાં એવા પણ વિચાર આવે છે કે આ જીવો પણ મારા જેવા છે હું જેમ સુખને ઇચ્છું છું તેમ આ જીવો પણ સુખને ઇચ્છે છે. મને જેમ દુઃખ પસંદ નથી એમ આ જીવોન પણ દુઃખ પસંદ નથી માટે આ જીવોને દુઃખ ન થાય-કીલામણા ન થાય-પીડા ન થાય એની કાળજી રાખીને મારે જીવવું જોઇએ. આવા પરિણામ પેદા થવાથી બીજા જીવોની રક્ષા કરવાનું મન થાય તે પર-દયા કહેવાય છે. આ રીતના દયાના પરિણામથી નવકારમંત્ર બોલવાનો ક્ષયોપશમ ભાવ પેદા થાય અવું પુણ્ય બંધાતું જાય છે. આ દયાના પરિણામથી સાતે કર્મોનો સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધરૂપે થતો નથી તેમાંય બંધાતા અશુભ કર્મોની સ્થિતિ અલ્પ બંધાય છે અને તેની સાથે અશુભ કર્મોનો રસ બંધ પણ અલ્પ થાય છે એની સાથે બંધાતા શુભકર્મોની સ્થિતિ અલ્પ બંધાય છે અને શુભ કર્મોનો રસ બંધ તીવ્ર રસે બંધાય છે કે જેના પ્રતાપે બીજા ભવમાં નવકાર મંત્ર સુલભ બનતો જાય છે. આવી દયાના પરિણામને વાસ્તવિક રીતે ગુણરૂપે કહેવાય છે કે જે આત્મકલ્યાણ કરવામાં સહાયભૂત થતી જાય છે.
બીજોગુણ પરોપકાર :- પરોપકાર એટલે સામાન્યથી બીજા જીવોનું દુઃખ દૂર કરવું અને બીજા જીવોને સુખી કરવા પ્રયત્ન કરવો તે.
આર્યદેશમાં જન્મેલા જીવોને સામાન્ય રીતે બીજા જીવોના દુઃખને જોઇને અંતરમાં દયાનો પરિણામ પેદા થાય છે અને એ દયાના પરિણામના કારણે દુઃખ દૂર કરવાની ભાવના પેદા થાય છે. આથી પોતે
Page 10 of 65