________________
ગણવા છતાંય જે ળ મલવું જોઇએ જે ફ્લની અનુભૂતિ થવી જોઇએ એ થતી દેખાતી નથી. બાકી નવકાર ગણવાથી કદાચ આવેલું દુ:ખ નાશ પણ પામે અને ઇચ્છિત સુખ કદાચ નવકાર ગણવાથી મલી પણ જાય પણ એથી આત્માને લાભ શું ? આ ખૂબ ખૂબ વિચાર કરવા જેવી ચીજ છે. ૩. ત્રીજી અવસ્થા :દુ:ખ વેઠીને પણ બીજા જીવોને સુખી કરવાની ભાવના. કોઇ આપણને દુ:ખ આપતો હોય અને દુ:ખથી એને સુખ થતું હોય તો દુ:ખ વેઠીને પણ બીજાને સુખી કરવાની ભાવના એ ત્રીજી અવસ્થાના પરિણામ ગણાય છે.
સામો માણસ કર્મના ઉદયથી આપણને દુ:ખ આપે અને એ દુ:ક આપવામાં એને આનંદ થતો હોય તો દુ:ખ વેઠીને પણ એને આનંદિત કરવાનો સ્વભાવ કેળવવો એટલે એને સુખી કરવાનો સ્વભાવ કેળવવો તે આ ત્રીજી અવસ્થાવાળા પરિણામ પરોપકાર રૂપે ગણાય છે. આ રીતે જે જે જીવોએ પરોપકારનો સ્વભાવ કેળવ્યો હોય ચે તે જીવો સુંદર રીતે જીવન જીવીને પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા છે. જેમાં ગજસુકુમાલ-મેતારક મુનિ. સ્કંધ મુનિના પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાતા પીલાતા આસ્વભાવથી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા ઇત્યાદિ ઘણાં દ્રષ્ટાંતો છે. આ કારણથી પરોપકાર સારી રીતે કરતાં કરતાં આ કક્ષામાં જીવ દાખલ થાય અને આ કક્ષાને પ્રાણ કરતાં અધિક રીતે સાચવીને જીવે તો પોતાના આત્માનું કલ્યાણ કર્યા વગર રહેતો નથી. આ કારણથી નવકાર મંત્ર ગણવાની યોગ્યતા માટે પણ પરોપકાર નામનો ગુણ જોઇએ છે.
(૪) સંત પુરૂષોની સેવા કરનાર :આવા પરોપકારી જીને કોઇપણ સંત પુરૂષ મલે તે સંત પુરૂષને પોતાનાથી મોટા અને મહાન માનીને એમની સેવા ભક્તિ કરવાની તક મળે તો પોતાના બધા કામોને છોડીને સૌથી પહેલા સેવા કરવા લાગી જાય છે. કારણકે પરોપકાર ગુણને કારણે સંતપુરૂષો પ્રત્યે બહુમાન ભાવ-આદર ભાવ અંતરમાં વિશેષ રીતે પેદા થયેલ હોય ચે અને કેટલીક વાર એમની સેવામાં તત્પર બનતાં ભૂખ અને તરસ આદિ કષ્ટોને પણ ભૂલી જાય છે. આવા ગુણવાળા જીવોને નવકાર મંત્ર મલે તો તે મંત્રને પ્રાણ કરતાં અધિક રીતે સાચવીને એવી રીતે ઉપયોગ કરે કે જેથી પોતાના આત્માને લઘુકર્મી બનાવી વહેલામાં વહેલું કલ્યાણ સાધી લે છે. આથી નવકાર મંત્ર ગણવા માટે ગણતાં ગણતાં આવી યોગ્યતા પેદા કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
(૫) વિષય-કષાયન વારણ કરનાર :- નિ:સ્વાર્થ ભાવ પેદા કરવાના સ્વાભાવ વાળા જીવો. પોતાના આત્માને સરલ બનાવતાં જાય છે અને એ સરલતાનાં કારણે પુણ્યના ઉધ્યથી મળેલી સામગ્રી ચાલી જાય તો પણ આવા જીવોને કષાય પેદા થતો નથી પણ અંતરમાં એવા વિચારો પેદા થાય છે કે પુણ્ય પુરૂં થયું માટે એ સામગ્રી ગઇ એમાં લઇ જનારનો શું દોષ છે એ તો નિમિત્ત માત્ર છે. આવા વિચારોના બળે વિષયો પ્રત્યે વિશેષ રાગ પેદા થવા દેતાં નથી અને એ સામગ્રી ચાલી જાય-કોઇ લઇ જાય-કોઇ નાશ કરી નાંખે તો એવા જીવો પ્રત્યે દ્વેષ બુધ્ધિ-ક્રોધાદિ કષાયો પેદા થતાં નથી. આવા સ્વભાવના પરિણામને વિષયકષાયનાં વારણ કરનારા પરિણામ કહેવાય છે.
(૬) સુવિચારી :- આવા સ્વભાવવાળા જીવોને કોઇ દિવસ મોટે ભાગે ખરાબ વિચારો પેદા થતાં નથી સદા માટે સુવિચારોમાંજ રમ્યા કરતાં હોય છે. પોતાની શક્તિ મુજબ જે જ્ઞાનપ્રાપ્ત કરેલ હોય એ જ્ઞાનને યાદ કરી કરીને ટકાવી રાખવા પ્રયત્ન કરતાં હોય છે. તેમાં શક્તિ મુજબ વધારો કરતાં જાય છે. એવી જ રીતે જે ઉપકારીઓ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હોય તેઓનાં દર્શન કરી કરીને એ ઉપકારીઓનું બહણ અદા કરતાં થાય છે. (જાય છે.) આવી પ્રવૃત્તિના પ્રતાપે એ જીવો જ્ઞાન-દર્શનનાં આરાધક બનતા જાય છે. આવા જીવોને સર્વ મંત્રોમાં શિરોમણી એવો નવકારમંત્ર જો મલે તો આવા જીવો એનો ગણવામાં ઉપયોગ કરતાં કરતાં પોતાના આત્માનું સુંદર રીતે કલ્યાણ સાધી શકે છે.
નવકારમંત્રને પામીને એને ગણતાં ગણતાં આત્માને આ રીતે તૈયાર કરવાનો છે. વિચારો !
Page 12 of 65