________________
વાસનાના વિચારોથી સાવચેત રહેવાનો પ્રયત્ન કરવાનો છે. તે વિકાર ભયંકર કોટિનો રોગ શાથી છે ? કારણ કે એ આત્માની અને શરીરની બધી શક્તિને નીચોવી નાંખે છે. એ શક્તિ નીચોવી નાશ કરી આત્માને દુર્ગતિમાં ભટકવા માટે લઇ જાય છે.
તીર્થકરના આત્માઓને ઘરમાં લગ્નની વાતચીત સાંભળતા તેમનું મોટું કાળું પડી જાય છે ન કરવા. લાયક ક્લિાઓની વાતો સાંભળવી પડે છે એમ લાગે અને માતા પિતાની આજ્ઞાથી લગ્ન કરવા પડે તો તે ક્રિયા કરતાં અંતરમાં ભયંકર કોટિની વેદના પેદા થાય છે કે ન કરવા લાયક કરી રહ્યો છું. એવો ભાવ સતત રહેલો હોય છે. તેવી ક્રિયામાં પણ નિર્વિકારીપણાના સુખની અનુભૂત કર્યા કરે છે. વિચારો ! ક્યારે બને ? આત્મા કેટલો સાવધ હોય ત્યારે આ બને ?
વેદના ઉદયના વિચારો જીવને છેક નરક સુધી અને નિગોદ સુધી પણ પહોંચાડે છે. - વિકારોના વિચારોને સંયમિત કરવા માટે જ્ઞાન જરૂરી છે અને જ્ઞાનના ઉપયોગમાં આત્માને સ્થિર કરવા પ્રયત્ન કરી અભિગ્રહ કરવા જોઇએ. કુમારપાલ મહારાજ પોતાની પત્નીઓમાં પણ વિકારના વિચારો પેદા ન થાય તેની કાળજી રાખી જીવન જીવતા હતા અને દિવસના પોતાની પત્નીને જોતાં વિકાર ઉત્પન્ન થાય તો ચોવિહારો ઉપવાસ કરતાં હતાં. આયંબિલ પણ કરતાં હતા. કારણ કે વિકારના સુખનાં વિચારોથી રહિત થઇ નિર્વિકાર સુખની અનુભૂતિ કરવી છે એ વિચાર હતો અને તેના પ્રતાપે જેમ દેવની ભક્તિ કુમારપાલ મહારાજા ત્રિકાલ પૂજા રૂપે કરતાં તેમ જ્ઞાનની ભક્તિમાં પણ રોજ પાંચથી છ હજારનો સ્વાધ્યાય કરતાં હતા તેની જ વિચારણાઓ વિશેષ રીતે કરતાં હતાં આથી આપણે પણ દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં એ વિચાર રાખવાનો કે મારે કાયમના સુખની એટલે નિર્વિકારી સુખની અનુભૂતિ કરવી છે. શ્રી તીર્થંકરના આત્માઓને ત્રીજા ભવે જ્ઞાનનો ઉપયોગ એવો સ્થિર રૂપે હોય છે કે એમના શરીરને કોઇ ચંદનનો લેપ કરી જાય તો પણ રાગનો ઉદય હોવા છતાં તે જીવ પ્રત્યે રાગ થતો નથી એવી જ રીતે કોઇ એમના શરીરને વાંસલાથી છોલી જાય તો પણ દ્વેષનો ઉદય હોવા છતાં તે જીવ પ્રત્યે દ્વેષ બુદ્ધિ પણ પેદા થતી નથી. દેવલોકમાં જાય તો પણ જ્ઞાન સાથે હોવાથી દેવલોકના સુખોમાં પણ મારાપણાની બુદ્ધિ પેદા થતી નથી.
જે જે પદાર્થોમાં જેટલી મારાપણાની બુદ્ધિ હોય છે તે બુદ્ધિના વિચારો આત્મામાં વિકારોના વિચારો પેદા કરે છે. તેનાથી પર થવા માટે એટલે એ વિચારોને નાશ કરવા માટે પ્રયત્ન કરવાનો છે એ માટે જ દેવ-ગુરૂ-ધર્મની ક્રિયાઓ કરવાની છે. માદક પદાર્થો ખાવા-ટેસ્ટí ખાવાનું ખાવું-મિષ્ટાન ખાવાના વિચારોવાળો જીવ વિકારોના વિચારોને આધીન થયેલો હોય છે. જ્ઞાનના ઉપયોગથી જોતાં આવડે તો આ બધું દેખાય. વિકારથી રહિત થવાના વિચારો આવા જીવોને આવી શકતા નથી. આ બધો અભ્યાસ સાધુપણામાં થઇ શકે. સંસારી જીવ આંશિક નિર્વિકારીપણાની અનુભૂતિ કરી શકે પણ સ્થિર થઇ શકે નહિ.
ધર્મ ક્રિયાના અનુષ્ઠાનો નિર્વિકારી સુખની અનુભૂતિ મેળવવા માટે કરવાના છે. આ વિકારોના વિચારો જીવને નવમાં ગુણસ્થાનક સુધી પજવી શકે છે. માટે જ તે વિચારો ન પજવે એ માટે જ પર પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિ નાશ કરવાની છે. જે પદાર્થો આપણા નથી તેમાં જે મારાપણાની બુદ્ધિ રહેલી છે તે મારાપણાના વિચારોને જ દૂર કરવાના છે. બોલો આ સહેલું છે ને ? છોડવાની વાત નથી જ્યારે છોડવાની શક્તિ આવે ત્યારે છોડજો પણ ન છૂટે ત્યાં સુધી આ વિચાર પેદા કરીને સ્થિરતા લાવવાની છે જો આટલ આવે તો બોલવામાં વિનય વિવેક વગેરે પેદા થવા માંડે.
દેરાસર દર્શન કરવા જતી વખતે દર્શન કરીને આવું છું એમ જે બોલવું તે વિકારી વચન કહેવાય છે. માટે વિવેકપૂર્વક બોલવું હોય તો એમ બોલાય કે દર્શન કરવા જાઉં છું. પાછો આવું છું એ વિચાર વિકારી ભાષાનો હોઇ ત્યાગ કરવાનો છે આજે લગભગ મોટા ભાગની ભાષા વિવેક રહિત રૂપે દેખાય છે. ભગવાનના દર્શન વખતે પણ વિચાર એજ રાખવાનો કે ભગવાનના સુખની અનુભૂતિનો આસ્વાદ ક્યારે
Page 9 of 78