________________
અનુત્તરવાસી દેવોને તેત્રીશ સાગરોપમનું આયુષ્ય હોય છે. તેઓનું સુખ દુનિયાના જીવોનાં સુખ કરતાં પણ ઉત્કૃષ્ટ કોટિનું ચઢીયાતું સુખ હોય ચે. છતાંય સમજીત સાથે હોવાથી પોતે જ્ઞાનનો જે અભ્યાસ કરીને ગયા છે તે જ્ઞાન સાથે હોવાથી તેના ઉપયોગમાં જ તેત્રીશ સાગરોપમનો કાળ પસાર કરે છે. તે દેવતાઇ સુખ તેઓને જેલ રૂપે લાગે છે. તે જ્ઞાનના ઉપયોગથી વેદના ઉદયને નિષ્ફળ બનાવતા જાય છે. આથી જ્ઞાનીઓએ આ જીવોને પ્રાયઃ અવેદી જેવા જીવો કહેલા છે. એ જ્ઞાનના ઉપયોગની સ્થિરતાના સંસ્કારથી ભયંકર કોટિના પાપોનો બંધ થતો નથી. આ ઉપરથી વેદના ઉદયની ભયંકરતા કેટલી છે એ વિચારવાનું છે. એનો નાશ કરવા માટે કેટલો પ્રયત્ન કરવો પડશે !
- મયણા સુંદરી ચૌદ વર્ષની ઉંમરે સુબુદ્ધિ નામના પાઠક પાસેથી જેન શાસનનું જે જ્ઞાન પામી છે તે જ્ઞાનના પ્રતાપે અનુકૂળ પદાર્થોમાં સુખ લાગતું જ નથી તેને વિકારવાળા સુખ કરતાં નિર્વિકારી સુખ ચઢીયાતું લાગે છે અને તેની અનુભૂતિ કરે છે. માટે જ્યારે અભ્યાસ પૂર્ણ કરાવી પાઠક તેના ઘરે મૂકી જાય, છે ત્યારે તેની મોટી બેન સુરસુંદરી પણ ભણીને આવેલી છે તે સુર સુંદરીની પ્રવૃત્તિ જોતાં મયણાને અંતરમાં થાય છે કે મારી વ્હન ભણીને આવું જ ભણી ? કારણ સુરસુંદરી મિથ્યાજ્ઞાન ભણીને આવેલી છે. તેથી તેને વિકારી સુખમાં સુખ લાગે છે. માટે જ મયણાને એ સુખ સુખાભાસરૂપે લાગતું હોવાથી આશ્ચર્ય થાય છે. આથી એજ વિચાર કરો કે રાજાની દિકરી છે. ચૌદ વર્ષની ઉંમર છે છતાં સંસારમાં સુખની સામગ્રીમાં રહીને પણ નિર્વિકારીપણાના સુખની અનુભૂતિ કર્યા કરે છે. આના ઉપરથી દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરવા છતાંય આપણી સ્થિતિ કેવા પ્રકારની છે એ વિચારવાનું છે !
જ્ઞાનીઓ કહે છે કે જ્ઞાનનાં ઉપયોગમાં વિશેષ સમય પસાર કરતો જાય તેમ તેમ તે વેદના ઉદયનો નાશ કરતો કરતો નિર્વિકારી સુખની આંશિક અનુભૂતિ અહીં પણ કરી શકે છે.
શ્રી તીર્થંકર પરમાત્માઓના આત્માઓ સંસારમાં રહેવા છતાં નિર્વિકારીપણાની દશાવાળા હોવાથી સંસારની અવિરતિના ઉદયથી બધી પ્રવૃત્તિ કરવા છતાં એ પદાર્થોના સુખમાં સુખ લાગતું જ નથી.
મહાવિદેહ ક્ષેત્રમાં દરેક શ્રી તીર્થંકર પરમાત્માઓનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હોય છે. તેમાં એ. દરેક તીર્થકરો ચાશી લાખ પૂર્વ વર્ષ સુધી સંસારમાં રહે છે તેમા બાર લાખ પૂર્વ વર્ષ બાલ્યાવસ્થાના-આઠ લાખ પૂર્વ વર્ષ કુમાર અવસ્થાના ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ રાજા અવસ્થાના એમ ત્ર્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી. સંસારમાં રહે છે તેમ અવસરપિણી કાળના પહેલા તીર્થંકર પરમાત્માનું અને ઉત્સરપિણી કાળના છેલ્લા. તીર્થંકર પરમાત્માનું પણ ચોરાશી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય હોય છે. આ જીવો આટલા કાળ સુધી સંસારમાં રહે છે તે પોતાની નિકાચીત અવિરતિના ઉદયને ખપાવવા માટે રહે છે. આટલી સુખ-સાહ્યબી-સંપત્તિમાં રહેવા છતાંય તે પદાર્થના સુખમાં વિકારનું નામ નિશાન હોતું નથી, તેમજ કોઈપણ પદાર્થ પ્રત્યે મારાપણાની બુદ્ધિ હોતી નથી. માત્ર ઉદય ભાવે ભોગવતા ઉદય નિષ્ફળ કરતાં જાય છે. શાથી ? ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચીત કરતાં જેટલું જ્ઞાન ભણ્યા હોય છે તે જ્ઞાનના ઉપયોગમાં રહીને આત્માને જ્ઞાનમય બનાવી, નિર્વિકારી સુખની અનુભૂતિની સ્થિરતા પેદા કરી, તે સંસ્કાર સાથે લઇને આવ્યા હોય છે માટે એવી સ્થિતિમાં પણ નિર્વિકારી સુખની અનુભૂતિ કરતાં જાય છે અને તે જ્ઞાનથી તેના ઉપયોગમાં સતત રહીને અવિરતિને ખપાવતા જાય છે.
અનાદિકાળથી મોહના અંધાપાના પ્રતાપે જે જીવન જીવી રહ્યા છીએ તેનાથી આપણને શરીર સુખ કરતાં આત્માનું સુખ ચઢીયાતું છે એવું જ્ઞાન પેદા પણ થવા દેતું નથી અને એનું દુ:ખ પણ થતું નથી. તો પછી દેવ, ગુરૂની ભક્તિથી નિર્વિકારી સુખની ઇચ્છા કે આંશિક અનુભૂતિ શી રીતે થાય ? નિર્વિકારીનાં દર્શન કરતાં કરતાં પણ આ અનુકૂળ પદાર્થોમાં વાસ્તવિક સુખ નથી એમ પણ થાય ? એ ક્યારે થાય ? એ ત્યારે જ બને કે વિકાર વાસના એ મારા આત્માનો ભયકર કોટિનો રોગ છે એમ લાગે. ત્યારે એ વિકાર
Page 8 of 78